Breaking News

મમ્મી, ‘હું ગણપતી પધરાવા જાઉં છું’ કહીને ઘરેથી નીકળેલા 3 દીકરાની લાશ મળતા માં-બાપ ચક્કર ખાઈ ઢળી પડ્યા, ભલભલાના કાળજા ફાટી ગયા..!

ગણેશ વિસર્જનના આ ઉત્સવમાં સૌ કોઈ લોકો રંગે ચંગે ગણપતિને વિદાય આપે છે. દરેક ભક્તો માટે આ ઘડી ખૂબ જ દુઃખદાઈ સાબિત થતી હોય છે, કારણ કે દસ દિવસ સુધી ગણપતિની પૂજા અર્ચના કર્યા બાદ જ્યારે ગણપતિ થી વિખુટુ પડવું પડે છે, ત્યારે નાની ઉંમરના બાળકથી લઈ મોટી ઉંમરના વડીલ સુધીના સૌ કોઈની આંખમાં પળવાર માટે આંસુ આવી જતા હોય છે..

ગણેશ વિસર્જનના આ તહેવારમાં જુદા જુદા રાજ્યના નદી તળાવ તેમજ નહેર અને દરિયામાં પણ ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે. કેટલાક શહેરોમાં તો કુત્રિમ તળાવો પણ બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ગણેશજીનું વિસર્જન થઈ રહ્યું છે..

આ વિસર્જન વખતે એક ખૂબ જ મોટી ઘટનાના સમાચાર નાચમઢથી પ્રાપ્ત થઈ રહ્યા છે. જ્યાં ગણેશજીનું વિસર્જન ખૂબ જ દુઃખદાઈ સાબિત થયું છે. દરેક શહેરમાં તંત્રએ ખુબ જ સતર્કતાથી કામગીરી કરીને વિસર્જન સુખેથી સંપૂર્ણ થાય તેવી સુવિધાઓ ગોઠવી હતી તેમ છતાં પણ એક એવો માઠો બનાવ સામે આવ્યો છે જેમાં 3 ભાઈઓના મોત થયા છે..

18 વર્ષનો મેહુલ,  14 વર્ષનો સુભાષ તેમજ 21 વર્ષનો રોહિત તેમની માતાને જણાવીને આવ્યા હતા કે, મમ્મી હું ગણપતિને વિદાય આપવા માટે ગણેશ વિસર્જનના કાર્યક્રમમાં જઈ રહ્યો છું. નાચમઢમાં રેલવે બ્રિજ નીચેથી નદી પસાર થાય છે. જ્યાં મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવે છે. આ તળાવમાં આ ત્રણેય બાળકો ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરતા હતા.

એવામાં તેઓ ડૂબી ગયા તેને આસપાસના સૌ કોઈ લોકો બચાવે એ પહેલાં તો તેઓ ઊંડા પાણીમાં ચાલ્યા જવાને કારણે તેઓ મૃત્યુ પામ્યા હતા. નદીમાં પાણીનું વહેણ ઝડપી હોવાને કારણે તેઓ તણાયા હતા. જ્યારે આ બનાવની જાણ ત્યાંની સ્થાનિક પોલીસને થઈ ત્યારે પોલીસનો કાફલો તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચ્યો હતો..

આ ઉપરાંત એ વિસ્તારમાં ફરજ બજાવનાર પોલીસના બંદોબસ્તને પણ ઘટના સ્થળે બોલાવી લેવાયો અને જરૂરી તપાસના આદેશો પણ આપી દેવામાં આવ્યા હતા. જેમાં નદીની અંદર ફાયર વિભાગના જવાનો તેમજ ડિઝાસ્ટર મેનેજમેન્ટના અધિકારીઓએ પણ હાથ ધરીને આ ત્રણેય વ્યક્તિઓના મૃતદેહ બહાર કાઢ્યા હતા..

આ ઉપરાંત તેમની માતા પિતાને જ્યારે જાણ કરવામાં આવી ત્યારે તેઓના ડોળા ફાટેલા ને ફાટેલા જ રહી ગયા હતા. તો માતા પિતા તો આ સમાચાર સાંભળતાની સાથે ત્યાં ને ત્યાં ઢળી પડી હતી. તેને વારંવાર તેમના દીકરાના શબ્દો કાનમાં પૂછતા હતા કે, મમ્મી હું ગણપતિ વિસર્જન કરવા માટે જાવ છું..

માતા જોડે જોડે રડી રડીને બોલતી હતી કે કાશ મેં મારા દીકરાઓને વિસર્જનમાં જવાની ના પાડી હોત તો આજે તેમના જીવ બચી ગયા હોત. પરંતુ તેમના દીકરા ગણેશ વિસર્જન કરવા ગયા અને નદીના ઊંડા પાણીમાં ડૂબી જવાને કારણે આજે તેમનું મૃત્યુ થયું છે. એક સાથે ત્રણ દીકરાઓનું મૃત્યુ થતાં માતા પિતાની હાલત ખૂબ જ દયનીય બની છે..

તેમની આ હાલત જોઈને ત્યાં આસપાસ ઉભેલા સૌ કોઈ લોકોની આંખમાંથી પણ ચોધારી આંસુ વહેવા લાગ્યા હતા. તો કેટલાક લોકો હિબકે પણ ચડ્યા હતા. ગણેશ વિસર્જનના આ તહેવારને લઈને જુદા જુદા જિલ્લાઓમાંથી ક્યાંક ને ક્યાંક અણ બનાવો સામે આવ્યા છે. જેમાંથી આ ખૂબ મોટો અણ બનાવ સામે આવી જતા ભારે ચકચાર મચી ગયો છે.

ગણેશ વિસર્જનના આ દિવસે લગભગ 3000 જેટલી મૂર્તિનું વિસર્જન દરેક જિલ્લાઓમાં થવા જઈ રહ્યું છે.. કોઈ અનિચ્છનીય બનાવના બને એટલા માટે પોલીસના જવાનોને તહેનાત પણ કરી દેવામાં આવ્યા છે. છતાં પણ ત્રણ બાળકોનો જીવ ચાલ્યો જતા એક પરિવારને તેના વહાલસોયા દીકરાઓને ખોટ અનુભવાય રહી છે..

આ અગાઉ પણ ગણેશ ઉત્સવમાં માત્ર ત્રણ વર્ષના એક બાળકનો જીવ ગયા હોવાનું પણ સામે આવ્યું હતું. આ અગાઉ પણ એક બાળક ઘરેથી તેની મમ્મીને ગણપતિ જોવા માટે જઉં છું. તેમ કહીને નીકળ્યો હતો. પરંતુ તે ગણપતિના પંડાલ પાસે પહોંચે એ પહેલા જ રસ્તામાં પડેલા તૂટેલા વાયર પર પગ આવતાની સાથે તેને કરંટ લાગ્યો હતો અને તે ત્યાં ને ત્યાં જ ચોંટી જઈ એનું મૃત્યુ થયું હતું.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *