Breaking News

મમ્મી, ‘હું રમવા જાઉં છું’ કહીને ઘરેથી નીકળેલા દીકરા સાથે થયું એવું કે માં-બાપની સાથે આખા પરિવારની દિવાળી બગડી ગઈ, જાણીને પરસેવો વછૂટી જશે..!

નાના બાળકોનું ખૂબ જ ધ્યાન રાખવું પડે છે. અમુક વખત માતા કે પિતા બંનેમાંથી કોઈ એક વ્યક્તિની ચૂક થાય કે, તેમને તેમના બાળકોનું જીવ ખોવાવાનો વારો આવતો હોય છે. નાની ઉંમરમાં જ્યારે જે તે બાળકોનું મૃત્યુ થાય અને એ દુઃખને સહન કરવું કોઈ પણ મા બાપ માટે સહેલું નથી..

અત્યારે ઉતરાખંડના અલમોડા જિલ્લાના એક માતા પિતાને માથે કાળ ત્રાટકી પડ્યો છે. તેમની ઉપર એવી આફત આવી પડી છે કે, તેમની દિવાળી બગડી ગઈ છે. એક બાજુ લોકો દિવાળીના તહેવારની આતુરતાથી રાહ જોઈ રહ્યા હોય અને એક બાજુ કોઈ પરિવારમાં જ્યારે આવી દુઃખની ઘડી આવી પહોંચે ત્યારે ભારે માતમની લાગણીઓ છવાઈ જતી હોય છે..

આ ઘટનાને લઈને સમગ્ર પરિવારમાં હલ્લો મચી ગયો છે. કારણ કે એકનો એક દીકરો જ્યારે મોત પામે છે ત્યારે દુખ ફાટી નીકળે છે. શિયાદે બજાર પાસે લલીતભાઈ તેમના પરિવારજનો સાથે રહે છે. પરિવારમાં તેમના 7 વર્ષનો દીકરો મયંક તેમની પત્ની તેમજ તેમના માતા-પિતાનો સમાવેશ થતો હતો.

સાત વર્ષનો દીકરો અવારનવાર તેના પિતાને કહેતો હતો કે, શાળાએ વેકેશન પડતાની સાથે જ દિવાળીની ઉજવણી કરવા માટે તેઓને ફરવા લઈ જવાનું છે. તેના પિતાએ તેને હા પણ પાડી હતી. બિચારો મયંક ખૂબ જ ખુશ હતો. પરંતુ તે દિવાળીની ઉજવણી કરે એ પહેલા જ મૃત્યુ પામ્યો છે..

જેના દુઃખમાં ગામના સૌ કોઈ લોકો હિબકે ચડયા છે. મયંકને શાળાએ વેકેશન પડી ગયું હતું. એટલા માટે તે સવારના સમયે પોતાની માતાને કહ્યું કે, મમ્મી હું રમવા માટે જાવ છું. માતાએ પણ તેને રમવા જવા માટે હા પાડી હતી. કારણ કે તેનો દીકરો તેના પડોશમાં આવેલા તેના મિત્ર સાથે રમતો હતો..

પરંતુ આ વખતે મયંક તેના મિત્ર સાથે રમવા માટે દૂર ગયો હતો. અહીં બાંધકામનું કામકાજ ચાલતું હતું. અને આ કામકાજને લઈને ખૂબ જ ઊંડો ખાડો પણ ખોદવામાં આવ્યો હતો. છેલ્લા બે અઠવાડિયામાં છુટા છવાયા વરસાદને કારણે આ ખાડો પાણીથી ભરાઈ ગયો અને મયંક રમતા રમતા પાણી ભરેલા આ ખાડામાં પડી ગયો હતો..

તેના મિત્રએ તેને બચાવવાની કોશિશ કરી પરંતુ આટલી નાની ઉંમરમાં તે કોઈ વ્યક્તિનો જીવ બચાવી શકે તેવી ક્ષમતા તેમનામાં હોતી નથી. તે તાત્કાલિક દોડતો દોડતો ગયો અને આસપાસના વ્યક્તિઓ પાસે મદદ માંગીને મયંકને બચાવવાની કોશિશ કરતો રહ્યો. એવામાં તો મયંક ખાડામાં રહેલું પાણી પીને ડૂબવા લાગ્યો હતો અને ઘડીકમાં જ તેનું મૃત્યુ થયું.

મયંક ઘરેથી તેની માતાને હું રમવા માટે જાઉં છું તેમ કહીને નીકળ્યો હતો. પરંતુ તેની માતાની એવી તો શી ખબર કે, હવે તેનો દીકરો ક્યારેય પરત આવવાનો નથી. જ્યારે આ ઘટનાની જાણકારી ગામના આગેવાનોને થઈ ત્યારે તેઓએ તાત્કાલિક સારવાર અર્થે મયંકને શહેરમાં લઈ જવામાં આવ્યો હતો..

પરંતુ ત્યાં ડોક્ટરે તેની તપાસ બાદ તેને મૃત જાહેર કરી દીધો હતો. અને તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે પણ ખસેડી દેવામાં આવ્યો હતો. મયંકના પિતા લલીતભાઈને જ્યારે જાણકારી મળી કે, તેમના વહાલ સોયા લાડકા દીકરાનું મૃત્યુ થયું છે. ત્યારે તેઓ પણ એકાએક બેભાન થઈને ઢળી પડ્યા હતા..

ખરેખર દુઃખની આંખડી કોઈ પણ પરિવાર માટે સહન કરવી ખૂબ જ મુશ્કેલ છે. મયંક ના પિતા લલીતભાઈ સયાદ બજારમાં ઇલેક્ટ્રોનિક્સ ની દુકાન ચલાવે છે. જ્યારે મયંકની માતા ભાવનાબેન ઘરકામ કરીને પરિવારના દરેક સભ્યોને મદદરૂપ બનતી હતી. ભાવનાબેનને જાણ થઈ કે તેમનો લાડકો મયંક હવે આ દુનિયામાં રહ્યો નથી..

ત્યારે તેઓના પણ ડોળા અધ્ધર ચડી ગયા હતા. આ ઉપરાંત પરિવારના સૌ કોઈ સભ્યો ના રડી રડીને ખૂબ જ ખરાબ હાલ થયા છે. દિવાળીનો સમય નજીક આવતા જ લોકો તહેવારની ખુશીઓ મનાવવા માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા હોય છે. એવામાં અકસ્માતના બનાવવામાં એકાએક વધારો નોંધાયો છે..

તો તેની સાથે સાથે રમતી વખતે બાળકોના મૃત્યુ થવાનો, આ ઉપરાંત ઘરની સાફ-સફાઈ કરતી વખતે મહિલાનો પડી જવા કે કરંટ લાગવાથી મૃત્યુ થવાના કિસ્સાઓમાં દિન પ્રતિદિન ખૂબ જ વધારો નોંધાવી રહ્યો છે. અત્યારે દરેક લોકોએ ડગલેને પગલે ખુબ જ ચેતીને રેહવું પડે છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *