Breaking News

મુલતાની માટીનો લેપ ચેહરા માટે છે ખુબ જ ગુણકારી, લેપ બનાવવાની સરળ રીતો વિશે આજે જ જાણી લો..!

આજના નવા યુગમાં આપણે ત્વચાને નિખારવા માટે ઘણી કોસ્મેટિક પ્રોડક્ટસનો ઉપયોગ કરતા હોઇએ છે, પરંતુ આપણે જાણતા નથી કે આયુર્વેદમાં જ ઘણી વસ્તુઓ એવી છે કે જે ત્વચાને નિખારવામાં ખૂબ જ ફાયદાકારક રહે છે. આયુર્વેદમાંથી જ એવી એક વસ્તુ મુલતાની માટી છે.

મુલતાની માટીનો ઉપયોગ આયુર્વેદિક સૌંદર્ય સારવારમાં થાય છે. મુલતાની માટી ત્વચાના તેલને ઘટાડવામાં મદદ કરે છે. ઓઇલી ત્વચાનો સામનો કરતા લોકો તેને તમારી ત્વચા સંભાળની દિનચર્યામાં સામેલ કરી શકો છો.

1.ચંદન સાથે મુલતાની માટી : એક ચમચી મુલતાની માટી, એક ચમચી ચંદન પાવડર, એક ચમચી ઓલ પર્પઝ લોટ અને બે ટેબલસ્પૂન ઠંડા દૂધને આ ફેસ પેકમાં વાપરી શકાય. આ બધી સામગ્રીને એક બાઉલમાં નાખીને બરાબર મિક્સ કરી લો. તેને તમારા આખા ચહેરા અને ગરદન પર લગાવો. તેને ચહેરા પર 30 થી 40 મિનિટ સુધી રહેવા દો. ત્યાર બાદ ચહેરાને ઠંડા પાણીથી ધોઈ લો.

 2. ગુલાબ જળ સાથે મુલતાની માટી  : આ ફેસ પેક માટે એક મોટી ચમચી મુલતાની માટી, બે ચમચી ગુલાબજળ અને પાણીની જરૂર પડશે. એક બાઉલમાં મુલતાની માટી, ગુલાબજળ અને પાણી મિક્સ કરો જ્યાં સુધી તમને પેસ્ટ જેવી સુસંગતતા ન મળે. સ્વચ્છ બ્રશનો ઉપયોગ કરીને, ચહેરા અને ગરદન પર સમાનરૂપે ફેસ પેક લગાવો. તેને સૂકાવા દો. 20 થી 30 મિનિટ પછી તેને હુંફાળા પાણીથી ધોઈ લો. તમારા ચહેરાને ધોયા પછી તેના પર ખૂબ જ ઓછુ ઓઇલયુક્ત હોય તેવુ હળવુ મોઇશ્ચરાઇઝર લગાવો.

3. મધ સાથે મુલતાની માટી : બે ચમચી મુલતાની માટી અને બે ચમચી મધ સાથે આ ફેસ પેક બનાવી શકાય છે. મુલતાની માટીને સ્વચ્છ બાઉલમાં નાખો અને આ બાઉલમાં મધ ધીમે-ધીમે મિક્સ કરો જેથી તે સોફ્ટ થઈ જાય અને પેસ્ટ બનવામાં સરળતા રહે. ત્યારબાદ સ્વચ્છ બ્રશનો ઉપયોગ કરીને ચહેરા અને ગરદન પર સમાનરૂપે ફેસ પેક લગાવો. તેને 15 થી 20 મિનિટ માટે કુદરતી રીતે સૂકવા દો. ત્યાર બાદ તેને હૂંફાળા પાણીથી ધોઈ લો.

4. ટામેટાં સાથે મુલતાની માટી : આ ફેસપેક માટે તમારે બે ચમચી મુલતાની માટી, અડધી ચમચી પાકેલા ટામેટાંનો પલ્પ અને એક ચમચી લીંબુનો રસ એક બાઉલમાં લઇને સારી રીતે મિક્સ કરવો. પેસ્ટ બને પછી સ્વચ્છ બ્રશનો ઉપયોગ કરીને, તમારા ચહેરા અને ગરદન પર સમાનરૂપે ફેસ પેક લગાવવુ. પેકને તમારા ચહેરા પર 10 થી 15 મિનિટ માટે રહેવા દો અને તેને સુકાવા દો. ત્યાર બાદ તેને હૂંફાળા પાણીથી ધોઈ લો. જો જરૂરી હોય તો મોઇશ્ચરાઇઝર કરો.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

કોરોના યુગના બાળકોનો વિકાસ ઓછો, ભવિષ્ય માટે સજાગ રહેવું પડશે નહીંતર પરિણામો ખરાબ આવી શકે છે..

કોરોના સમયગાળામાં જન્મેલા બાળકોનો વિકાસ ઓછોઃ  અમેરિકાના સંશોધકોની એક ટીમે શોધી કાઢ્યું છે કે વર્તમાન કોરોના …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *