Breaking News

મોટો ભાવવધારો : આ તારીખથી રાંધણ ગેસમાં 55 રૂપિયાનો સૌથી મોટો વધારો થશે..! આજે જ વાંચી લો..

પહેલી ડિસેમ્બરથી ઘર ઘરમાં વપરાશમાં લેવાતા રાંધણગેસના ૧૪ કિલોના સિલિન્ડરના ભાવમાં બીજો રૃા. ૫૫નો વધારો આવવાની સંભાવના હોવાનું રાંધણગેસ વિતરકો સાથે સંકળાયેલા સૂત્રોનું કહેવું છે. આ અંગની જાહેરાત આગામી ૨૮મી નવેમ્બર સુધીમાં કરી દેવામાં આવે તેવી સંભાવના છે.

આ જ રીતે ચાની કિટલી અને હોટેલ્સમાં વપરાતા ૧૯ કિલોના કોમર્શિયલ સિલિન્ડરનો ભાવ રૃા. ૮૪ જેટલો વધીને રૃા. ૨૦૮૯ પ્લસ થઈ જવાની સંભાવના છે. અત્યારે પણ કોમર્શિયલ અને ડોમેસ્ટિક વપરાશના સિલિન્ડરના મળતા રાંધણગેસના કિલોદીઠ ભાવમા રૃા. ૩૫ જેટલો તફાવત હોવાથી રસ્તા પર ચાની કીટલી બનાવનારાઓ તેમના ઘરમાં વધુ સિલિન્ડર મંગાવીને તે સિલિન્ડરનો ઉપયોગ કોમર્શિયલ હેતુ માટે કરી રહ્યા છે.

આ જ રીતે હોટેલ્સ સહિતના કોમર્શિયલ હેતુ માટે પણ ડોમેસ્ટિક સિલિન્ડરનો વપરાશ સતત વધી રહ્યો છે. પહેલા ડોમેસ્ટિક સિલિન્ડર વરસના નવ કે બારથી વધુ લે તો સબસિડી મળતી નહોતી. અત્યારે એટલે કે મે ૨૦૨૦થી રાંધણગેસના સિલિન્ડર પર સરકાર દ્વારા સબસિડી આપવાનું બંધ કરી દેવાયું છે.

તેથી કોમર્શિયલ વપરાશ કરનારાઓ પણ ડોમેસ્ટિક સિલિન્ડરનો ઉપયોગ કરી લઈને બચત કરવાનું વલણ ધરાવતા થયા છે. કોમર્શિયલ સિલિન્ડરનો કિલોદીઠ ભાવ રૃા. ૧૦૫ની આસપાસ આવે છે. તેની સામે ડોમેસ્ટિક સિલિન્ડરમાં આપવામાં આવતા રાંધણગેસનો કિલોદીઠ ભાવ રૃા. ૬૪ની આસપાસનો થાય છે.

ઓલ ઇન્ડિયા ઇન્ડેન ડિસ્ટ્રીબ્યુટર્સ એસોસિયેશને રાજ્ સરકારને રાંધણગેસના વિતરણની વ્યવસ્થાને ગુજરાત એસેન્શિયલ આર્ટિકલ (લાઈસન્સિંગ, કંટ્રોલ અને સ્ટૉક ડિક્લેરેશનની જોગવાઈમાંથી મુક્તિ આપવાની માગણી કરવામાં આવી છે. રાજ્યના પરવાના આદેશની વ્યવસ્થામાંથી ગેસ વિતરણ વ્યવસ્થાને મુક્તિ આપવાની તેમણે માગણી કરી છે.

છેલ્લા દસ વર્ષમાં ડીઝલના ભાવમાં ૧૧૨ ટકાનો વધારો થયો છે. ટાયર ડયૂબના ભાવમાં ૩૫ ટકા, વીમાના ચાર્જમાં ૫૬ ટકા, મજૂરીના દરમાં ૮૩ ટકા, થ્રી વ્હિલરની કિંમતમાં ૮૮ ટકા, અને થ્રી વ્હિલરની સર્વિસ તથા રિપેરિંગના ખર્ચમાં ૧૮૭ ટકાનો વધારો થયો છે. પરંતુ તેની સામે ગેસ સિલિન્ડરનું વિતરણ કરનારાઓ પહેલા પાંચથી પંદર કિલોમીટરની રેન્જમાં ગેસ સિલિન્ડર સપ્લાય કરતાં હતા તે રેન્જ હવે વધીને ૩૦થી ૩૫ કિલોમીટરની થઈ ગઈ છે.

આ સંજોગોમાં પરિવહન માટે તમને કિલોમીટરદીઠ આપવામાં આવતા દરમાં સુધારો કરી આપવાની અન ેઆ સુધારાનો તત્કાળ અમલ કરવાની પણ માગણી કરવામાં આવી છે. ૨૦૧૧ના ગુજરાત સરકારના પરિપત્ર મુજબ ૫ કિલોમીટર અને ૧૫ કિલોમીટર સુધીની ડીલીવરી માટ ેતેમને કોઈ જ રકમ આપવામાં આવતી નથી.

તેથીથી વધે તો પ કિલોમીટરની રેન્જવાળાને કિલોમીટર દીઠ રૃા. ૧.૨૦ અને ૧૫ કિલોમીટરની રેન્જમા સપ્લાય કરનારાઓને તેનાથી વધુ દૂર આપવા જવું પડે તો રૃા. ૧૨ અને મહત્તમ રૃા. ૩૦નો ચાર્જ આપવામાં આવતો હતો. અમદાવાદ શહેર વિસ્તરી રહી હોવાથી તેમના કાર્યક્ષેત્ર વધી ગયા છે. અમદાવાદ શહેરની લિમિટ ૩૯ ચોરસ કિલોમીટરની, ગાંધીનગર શહેરની લિમિટ  ૧૪૯  ચોરસ કિલોમીટર, સુરત શહેરની લિમિટ ૧૪૬ ચોરક સિલોમીટર, વડોદરા શહેરની લિમિટ ૪૦ ચોરસ કિલોમીરરની અને રાજકોટ શહેરની લિમિટ ૩૪ ચોરસ કિલોમીટર થઈ ગઈ છે.

તેથી પહેલા જે વિસ્તારો ગામડાંમાં ગણાતા હતા તે હવે શહેરી વિસ્તાર જ બની ગયા છે. સિલિન્ડરની ડિલીવરી કરનારાઓએ ઘણાં મકાનોમાં ૪થી ૫ માળ સુધી પગે ચાલીને ઉપર જવું પડે છે. ટપાલીઓએ પણ ૧૨થી ૧૫ વર્ષથી પગથિયા ચઢીને ઉપર ટપાલ આપવા જવાનું બંધ કરી દીધું છે. આ કારણોને ધ્યાનમાં લઈને ડિલીવરી ચાર્જ રૃા. ૩૦થી વધારીને રૃા. ૬૦ કરી આપવાની માગમી પણ કરવામાં આવી છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *