Breaking News

મોટો ભાવવધારો..! કપાસિયા તેલના ભાવમાં વધારો થતા ભાવ પહોચ્યા આસમાનની ઊંચાઈએ, જાણો આજનો તાજો ભાવ..!

બજેટની વાત કરીએ તો આ વર્ષે મીડલ ક્લાસ લોકો તેમજ ગરીબ લોકો માટે રાહતના કોઈ સમાચાર નથી. બજેટ એવી રીતે રજુ કરવામાં આવ્યું છે કે જેથી અમીર લોકોને કોઈ ફર્ક નહી પડે જ્યાર ગરીબ કે મધ્યમ વર્ગના લોકોને મોંઘવારીનો ખુબ મોટો ભાવ સહન કરવો પડશે.. પેટ્રોલ ડીઝલ બાદ હવે ખાદ્ય તેલના ભાવમાં પણ ભારે ભાવ વધારો જીંકાતા લોકોનું જીવવું મુશ્કેલ બની ગયું છે.

મોઘવારી ના આકરા સમય વચ્ચે લોકોને વધુ એક મોટો માર ફટકારી આપવામાં આવ્યો છે. કપાસિયા તેલના ભાવમાં ખુબ મોટો વધારો થતા લોકોમાં ભારે નારાજગી દેખાઈ રહી છે. હજી થોડા દિવસ પહેલા જ 45 રૂપિયાનો જંગી વધારો કર્યો હતો અને હવે ફરીવાર 15 રૂપિયાનો ભાવ વધારો ઝીંકવામાં આવ્યો છે.

આ ભાવવધારાની સાથે જ કપાસિયા તેલના ડબ્બાનો ભાવ 2300 રૂપિયાની સપાટીને કુદાવી ગયો છે.  કપાસિયા તેલની સાથે સાથે શીંગતેલ અને સનફ્લાવરના તેલમાં ભાવમાં ખુબ મોટો ઉછાળો નોંધાતા જ ગૃહિણીઓમાં ભારે રોષની લાગણી પેદા થઇ છે. કારણ કે દિવસે ને દિવસે થતા ભાવ વધારાને કારણે મર્યાદિત રકમમાં ઘર ચલાવવું ખુબ જ મુશ્કેલ બનતું જાય છે.

નવેમ્બર મહિનામાં કેન્દ્ર સરકારે ખાદ્યતેલની ડ્યુટીમાં ઘટાડો કર્યો હતો. જેના લીધે ભાવમાં ઘટાડો થયો હતો. પરતું આ સરકાર પેહલા ઘટાડો કરીને એક સામટો વધારો કરે છે તેથી એવરેજ ભાવ ઘટવાને બદલે વધતો જ જણાઈ છે. નાણા મંત્રાલયના એક નિવેદનમાં જણાવ્યું હતું કે…

ડયુટીનો રેટ પામ ઓઈલ માટે 20% થી ઘટાડીને 7.5% અને ક્રૂડ સોયાબીન તેલ અને ક્રૂડ સનફ્લાવર ઓઈલ માટે 5% કરવામાં આવ્યો છે. એ સમયે દરેક તેલના ભાવમાં થોડો થોડો ઘટાડો કરવામાં આવ્યો હતો. પરતું ત્યારબાદ થોડા થોડા દિવસે થયેલો ભાવવધારો હવે ઉભું રેવાનું નામ જ નથી લેતો..

ભાવ વધારા બાદ કપાસિયા તેલમાં ફરી ડબ્બે 15 રૂપિયાનો ભાવવધારો ઝીંકવામાં આવ્યો છે. આ સાથે કપાસિયા તેલનો ડબ્બો 2215 રૂપિયાએ પહોંચ્યો છે. તેજી બાદ સીંગતેલ 2300 ની સપાટી કુદાવ્યા બાદ ભાવ સ્થિર થયા છે. આટલા મોટા ભાવ વધારાને કારણે લોકો ભારે મુંજાયા છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *