Breaking News

મોટી ગાડી રીવર્સ લેતી વખતે બેદરકારીના કારણે કારચાલકે 2 વર્ષની દીકરીને કચડી નાખી, દીકરીના માં-બાપની હાલત જોઈ રડી પડશો..

આજકાલ પરિવારના નાના બાળકો સાથે જીવલેણ બનાવો બની રહ્યા છે. બાળકોને નાની ઉમરમાં રમવામાં જીવ હોય છે, જેને કારણે તેઓ સાથે ગંભીર દુર્ઘટનાઓ બની જતા તેમના પરિવારના લોકો મુશ્કેલીમાં મુકાઈ જાય છે. બાળકોને રમવાની ઉંમરમાં અણસમજ હોય છે. જેના કારણે તેઓ સાથે ગંભીર દુર્ઘટના સર્જાઈ જશે તેમ જાણી શકતા નથી.

બાળકો સાથે આકસ્મિક ઘટનાઓ બનતા તેઓ પોતાના જીવ ગુમાવી રહ્યા છે. આવી જ કરુણઘટના હાલમાં સામે આવી હતી. આ ઘટના સુરતના વરિયાવ વિસ્તારમાં બની હતી. વરિયાવ વિસ્તારમાં આવેલી ઓરેન્જ રેસીડેન્સીના બાંધકામની સાઈટ પર એક બાળકી સાથે અકસ્માત સર્જાઈ ગયો હતો. બાળકીનું પરિવાર મૂળ મધ્યપ્રદેશથી સુરત શહેરમાં રોજીરોટી માટે રહેવા આવ્યો હતો.

બાળકીના પરિવારમાં માતા-પિતા અને બાળકી રહેતા હતા. તેઓ ખૂબ જ ખુશીથી નાની મોટી મજૂરી કામ કરીને પોતાનું ગુજરાન ચલાવી રહ્યા હતા. બાળકીનું નામ અંકિતા હતું અને તેમના પિતાનું નામ રાજેશ વસુનિયા હતું. માતાનું નામ અનિતા હતું. અંકિતાની ઉંમર 2 વર્ષની હતી. બે વર્ષની દીકરી તેના પિતાની ખૂબ જ લાડકી હતી.

પિતા રાજેશભાઈ વરીયાવ ખાતે આવેલી ઓરેન્જ રેસિડેન્સી નામની બાંધકામની સાઈટ પર કામ કરતા હતા, જેના કારણે તેઓ પોતાના પરિવાર સાથે ત્યાં જ રહેતા હતા, એક દિવસ રાજેશભાઈ કામ પર ગયા હતા અને તેમની પત્ની ઘરે જ રહી હતી. અનિતા તેમની દીકરી અંકિતા સાથે ઘરે રહીને કામ કરી રહી હતી, તેમના પિતા બાંધકામની સાઈટ પર કામ કરવા માટે ગયા હતા.

તે સમયે બાળકી તેના બીજા મિત્રો સાથે ઓરેજ રેસિડેન્સીની બાંધકામની સાઈટ પાસે રમી રહી હતી. તે સમયે કોઈનું ધ્યાન ન રહેતા અંકિતા કારની પાછળ રમી રહી હતી. કાર પિયુષભાઈ નામના યુવકની હતી. પિયુષભાઈ પોતાનું કામ હોવાને કારણે કામ કાર લઈને આવ્યા હતા અને તેઓ કાર લઈને ફરી નીકળતા હતા.

તે સમયે તેમણે પોતાની કારમાં બેસીને કારને રિવર્સ લીધી હતી અને અંકિતા કારની પાછળ ઉભી હોવાને કારણે ટક્કર લાગતાં તે કારની નીચે જતી રહેતા કારના એક સાઈડના પાછળના પૈડામાં તેનું માથું આવી ગયું હતું. આસપાસ દરેક લોકો જોઈ ગયા હતા અને તેઓ ચીસો પાડી બેઠા હતા. જેના કારણે પિયુષભાઈએ પોતાની કાર ઉભી રાખી હતી.

જોયું તો અંકિતા પર ઉપરથી પોતાની કાર ચાલી ગઈ હતી અને અંકિતાને કચડી નાખી હતી, જેના કારણે તેના પરિવારના લોકોને જાણ થતા તેઓ તરત જ અંકિતા પાસે દોડી આવ્યા હતા અને અંકિતા સાથે આ ઘટના માતા પિતા તેમનો હોશ ખોઈ બેઠા હતા. તરત જ બાળકીને એમ્બ્યુલન્સ દ્વારા સ્મીમેરમાં લઈ જવામાં આવી હતી.

પરંતુ ત્યાં સારવારમાં બાળકીનું મૃત્યુ થયું જતા પરિવારના લોકોએ અમરોલી પોલીસને આ ઘટનાની જાણ કરી હતી અને કાર ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી. જેના કારણે અમરોલી પોલીસે પિયુષભાઈની ધરપકડ કરીને તેમને પૂછપરછ કરી રહ્યા હતા તેમણે ખરાબ ડ્રાઇવિંગ કરીને એ દીકરી સાથે અકસ્માત સર્જી નાખ્યો હતો.

બાળકીના માથાના ભાગ પરથી ટાયર ફરી ગયું હતું જેના કારણે બાળકી મૃત્યુ પામી હતી. આ ઘટના બની જતાં તેમના પરિવારજનો આઘાતમાં આવી ગયા હતા. એક શ્રમજીવી પરિવારએ પોતાની દીકરીને ગુમાવી હતી. પોલીસ હજુ આ ઘટનાની તપાસ કરી રહી હતી.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *