હાલ સમય એટલો બધો બદલાઈ ચુક્યો છે કે, કયા વ્યક્તિ સાથે કેવા પ્રકારનું વર્તન કરવું તેની મોટાભાગના લોકોને સમજ રહી નથી. પરિવારમાં અંદરોઅંદર બનેલા બનાવોના કારણે તેઓની બદનામી સમગ્ર સમાજમાં થતી હોય છે. ત્યારબાદ શરમ અનુભવવા સિવાય અન્ય કોઈ પણ ઉપાય બાકી રહેતો નથી..
હાલ અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં આવો જ એક બનાવ બન્યો છે. ગોમતીપુર વિસ્તારમાં એક પરિવાર વર્ષોથી વસવાટ કરે છે. જેમાં પતિ પત્ની તેમજ ભાઈ ભાભી અને નાના બાળકોનો સમાવેશ થતો હતો. એક દિવસ મહિલાના પતિનું અવસાન થયું હતું. મહિલાની ઉંમર ૪૦ વર્ષની છે..
તેના પતિનું ગંભીર બીમારીને કારણે મૃત્યુ થયું હતું. એ પછી તે પોતાના દિયર સાથે રહેતી હતી. અને પોતાના બાળકોનું ભરણપોષણ કરતી હતી. પરંતુ મોટાભાઈના મૃત્યુ બાદ નાના ભાઈએ તેની ઉપર ખરાબ નજર નાખીને બેઠો હતો. અવારનવાર તે પોતાના વિધવા ભાભી ને લગ્ન કરવા માટે દબાણ કરતો હતો…
લગ્ન માટે તે ભાભી સાથે ન કરવાના કામો પણ કરવા લાગ્યો હતો. આ સમગ્ર બાબતને લઇને મહિલા ખૂબ જ નારાજ હતી. કારણકે તેના પતિનું અવસાન થયું હતું. જ્યારે તેનો દિયર તેને સાથે લગ્ન કરવા માટે ખૂબ દબાણ આપી રહ્યો હતો. આ ઉપરાંત મહિલાને ઘણા બધા લોકો એ પણ જણાવ્યું હતું કે તેનો દિયર તેની સાથે લગ્ન કરવા માંગે છે..
તેમજ બહાર પણ તેનો દિયર સૌ કોઈ લોકોને આ મહિલા વિશે ખરાબ વાતો ફેલાવે છે. આ સમગ્ર બાબતને લઇને મહિલા ખૂબ જ કંટાળી ગઈ હતી. તેવામાં તેના દિયરને સમજાવી રહી હતી કે આ લગ્ન કોઈપણ કાળે મંજૂર નથી. કારણ કે મહિલા ના લગ્ન થઈ ગયેલા હતા અને તેને સંતાનો પણ હતા…
છતાં પણ તેનો દિયર આ વાતને માનવા માટે તૈયાર ન હતો. અવારનવાર ત્યાં મહિલા સાથે ગાળાગાળી કરીને ઝઘડો કરતો હતો. અંતે એક વખત મહિલા તેનાથી એ સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા માટે ઘરેથી નીકળી રહી હતી. એ સમય દરમિયાન અચાનક જ તેનો દિયર આવી ગયો હતો અને આ મહિલા પર ચપ્પુ લઇને હુમલો કરવા લાગ્યો હતો.
જો કોઈપણ વ્યક્તિ કોઈપણ મહિલા સાથે લગ્ન કરવા માંગતો હોય તો તેના પર ક્યારે હાથ ઉઠાવતો નથી. પરંતુ અહીં સમગ્ર બાબત ખોટી સાબિત થઇ છે. દિયર પોતાની વિધવા સાથે લગ્ન કરવાની બાબતે તેના પર ચપ્પુ વડે હુમલો કરી બેસ્યો હતો. જેના પગલે મહિલા ખૂબ જ ઈજાગ્રસ્ત થઈ ગઈ હતી…
એટલા માટે તેને તાત્કાલિક ધોરણે આસપાસના લોકોએ હોસ્પિટલમાં ખસેડી હતી. હોસ્પિટલમા પહોચતાની સાથે જ મામલો ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ચૂક્યો હતો. હાલ પોલીસ મહિલાના દિયરને પકડવા માટે તાબડતોબ કામગીરી કરી રહી છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]