Breaking News

મોતના કુવામાં ફરતી કારમાંથી આચાનક જ ટાયર નીકળી જતા જોનારા લોકોના શ્વાસ થયા અધ્ધર, સર્જાઈ મોટી દુર્ઘટના..!

આ વર્ષે રાજ્યમાં સૌરાષ્ટ્ર જિલ્લામાં ઘણા બધા શહેરોમાં લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. કોરના કાળ બાદ ઘણા સમય પછી લોકમેળા યોજવામાં આવ્યા છે. આ લોકમેળામાં ઘણા બધા લોકો મેળાનો આનંદ લેવા માટે જઈ રહ્યા છે. લોકમેળામાં આનંદની સાથે-સાથે ઘણી બધી દુર્ઘટનાઓ પણ બની રહી છે .લોકો સાથે આજકાલ આકસ્મિક ઘટનાઓ ખૂબ જ બની રહી છે.

લોકમેળામાં લાખો માણસો જોવા મળી રહ્યું છે. લોકમેળામાં ઘણી બધી દુર્ઘટનાઓ અત્યાર સુધીમાં બની ગઈ છે અને ઘણી દુર્ઘટનાઓ હાલમાં સામે આવી છે. ગોંડલ અને રાજકોટ શહેરમાં લોકમેળામાં દુર્ઘટનાઓના સમાચાર સંભળાયા હતા. જેમાં 4 વ્યક્તિઓએ પોતાના જીવ ગુમાવ્યા હતા. લોકો પોતાના મોજ શોખ અને આનંદ માટે પોતાના જીવને જોખમમાં મૂકી રહ્યા છે.

વિશાળ આયોજનમાં કરવામાં આવતા લોકમેળામાં નાના બાળકોથી લઈને મોટી ઉંમરના વ્યક્તિઓ આનંદ લઈ રહ્યા હોય છે. હાલમાં રાજકોટ શહેરના લોકમેળામાં બનેલી દુર્ઘટના સામે આવી હતી. આ દુર્ઘટના મોતના કુવામાં બની હતી. મોતના કૂવામાં અચાનક જ એક કાર ખાપકી ગઈ હતી. રાજકોટ શહેરમાં લોકમેળામાં લોકો ખૂબ જ આનંદ કરી રહ્યા હતા.

ચારે તરફ લોકોના બૂમાબૂમ અને આનંદની ગુંજો સંભળાતી હતી. તે સમયે લોકમેળામાં એક કારનું પ્રદર્શન પણ ગોઠવવામાં આવ્યું હતું. મોતના કૂવામાં કાર દીવાલો પર ઉભી ચલાવવામાં આવતી હતી. લોકોને મનોરંજન કરાવવામાં આવતું હતું. ઘણા માણસો આ મોતના કૂવામાં કારની હરીફાઈ જોઈ રહ્યા હતા. કુવામાં કાર દીવાલો ઉપર ઉભી ચાલી રહી હતી.

ખૂબ જ ઝડપી સ્પીડમાં કાર ચાલકો પોતાની કાર ચલાવી રહ્યા હતા. લોકો ખૂબ જ તાળીઓ સાથે તેમને પ્રોત્સાહિત કરી રહ્યા હતા. તે જ સમયે અચાનક એક કારનું ટાયર નીકળી ગયું હતું. જેને કારણે ટાયર નીકળી જતા તે કાર બેકાબુ બની હતી. સીધી તે નીચે તળિયે જઈને ભટકાઈ હતી. કાર નીચે પડી જતા તેમાં બેઠેલા કાર ચાલકને ખૂબ જ મોટી ઈજા થઈ હતી.

આ દુર્ઘટના સર્જાઈ જતા અચાનક જ લોકોના મોંમાંથી ચીસો થઈ રહી હતી. તે સમયે લોકોને મોતના કુવા પાસેથી દૂર કરવામાં આવ્યા હતા. કાર ચાલકને તરત જ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. સિવિલ હોસ્પિટલમાં તેમને દાખલ કરવામાં આવ્યા હતા. કાર ચાલક સાથે આવી દુર્ઘટના સર્જાઈ જતા લોકમેળામાં ઘણી બધી રમતોમાં પણ સાવચેતી માટે આદેશ આપી દેવામાં આવ્યા હતા.

તેની સાથે-સાથે રાજકોટના લોકમેળામાં જ એક રાઇટ દરમિયાન યુવકનું માથું નીચે પટકાતા તેને પણ ગંભીર ઈજા થઈ હતી. રાઇડની મજા લેતા યુવાનનું ધ્યાન બીજે જતા તેમની સાથે આ ઘટના સર્જાઈ ગઈ હતી. રાઈડમાં ધ્યાન રાખી રહેલા સંચાલકનું અચાનક આ યુવાન ઉપર ધ્યાન જતાં તેમણે તરત જ રાઈડ બંધ કરી દીધી હતી.

ઘાયલ યુવકને તાત્કાલિક સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો. આજકાલ આવી ઘટનાઓ ખૂબ જ બની રહી છે. જેને કારણે લોકો પોતાના જીવ ગુમાવી રહ્યા છે. લોકો પોતાના જીવને તેવો જોખમમાં મૂકી રહ્યા છે. ગોંડલમાં પણ લોકમેળામાં આવી જ એક ઘટના સામે આવી હતી. જેમાં બે વ્યક્તિઓએ પોતાના જીવ ગુમાવ્યા હતા.

બે કર્મચારીઓને કરંટ લાગતા તેમની સાથે ગોજારો અકસ્માત સર્જાઈ ગયો હતો. આવી ઘટનાઓ હાલમાં લોકો સાથે બની જતા તેમના પરિવારજનો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે અને લોકમેળામાં મોતના કૂવામાં આવી મોટી દુર્ઘટના સર્જાઈ જતા તમામ પ્રવાસીઓના જીવ તાળવે ચોટી ગયા હતા

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *