Breaking News

મોત બાદ અંતિમ સંસ્કાર કરી નાખેલું મડદું પરિવારની સામે 15માં દિવસે જીવતું ચાલીને આવતા ભલભલાના ટાંટીયા ધ્રુજી ગયા, હકીકત જાણી પરસેવા છૂટી જશે..!

અમુક વખતે માથા તોડાવતી ઘટનાઓ આપણી સામે આવે છે. જેના ઉપર આપણને ક્યારેય પણ વિશ્વાસ થતો નથી, પરંતુ એ સત્ય હકીકત હોય છે. અત્યારે અમે એક એવી ઘટના વિશે જણાવવા જઈ રહ્યા છે કે તેને જાણ્યા બાદ કદાચ તમને પણ બે ઘડી વિશ્વાસ નહીં થાય પરંતુ આ બાબત બિલકુલ સત્ય હકીકત છે..

આ ઘટના આંધ્ર પ્રદેશના વિજયવાડાની છે. અહીં 32 વર્ષની રસીલા નામની એક મહિલા સાથે ખૂબ જ ચોંકાવતી ઘટના બની ગઈ છે. એક દિવસ અચાનક જ રસીલાની તબિયત બગડવા લાગી હતી, તે છેલ્લા એક મહિનાથી સતત ગંભીર તાવ, શરદી અને કફ જેવી સમસ્યાઓથી પીડાઈ રહી હતી..

તેને જ્યારે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી ત્યારે ડોક્ટરે જણાવ્યું કે, તેની તબિયત ખૂબ જ ખરાબ છે. તેને તરત જ દાખલ કરવી પડશે રસીલાને ત્યાં દાખલ કરી દેવામાં આવી હતી. પરિવારજનોએ રસીલાની સેવાચાકરી કરવાની પણ શરૂ કરી દીધી અને તેઓ હોસ્પિટલમાં જ રહેતા હતા. અંદાજે દસ દિવસ સુધી તેઓ હોસ્પિટલમાં રસીલા પાસે રહ્યા..

ત્યારબાદ ડોક્ટરે જણાવ્યું કે, રસીલાની તબિયત બરાબર થવામાં હજુ પણ લાંબા સમય લાગી શકે છે. એટલા માટે પરિવારજનોને ઘરે જવા માટે અપીલ કરી હતી. પરિવારજનો જ્યારે ઘરે પહોંચી ગયા ત્યારે એક દિવસ અચાનક જ રાત્રિના સમયે ડોક્ટરનો ફોન આવ્યો હતો અને કહ્યું કે રસીલા નું મૃત્યુ થઈ ગયું છે. આ ફોન કોલ આવતાની સાથે જ પરિવારજનો દુઃખના ઊંડા આઘાતમાં ચાલ્યા ગયા હતા..

કારણ કે, માત્ર પાંચ દિવસ પહેલા જ તેમની નજર સામે રસીલા હોસ્પિટલમાં સારવાર લઈ રહી હતી અને આજે તેના મૃત્યુના સમાચાર સાંભળતા રસીલાના પતી, રસીલાના બે બાળકો તેમજ તેના સાસુ-સસરાની સાથે દિયર અને દેરાણી પણ દુઃખના ઊંડા આઘાતમાં ચાલ્યા ગયા હતા. હોસ્પિટલના સ્ટાફના લોકો રસીલાની લાશને ઘરે પરત લઈ આવ્યા હતા…

અને તેમના સ્વજનોને લાશને સોંપી દેવામાં આવી હતી. લાશને એવી રીતે પેક કરવામાં આવી હતી કે તેને ખોલીને જોવાની તસ્દી પણ કોઈ પરિવારના સભ્યોએ લીધી નહીં. આ દુઃખ ભર્યા બનાવો બાદ તેના અંતિમ સંસ્કારની કામગીરી શરૂ કરવામાં આવી જેમાં પરિવારના સભ્યોએ ભેગા મળીને તેના અંતિમ સંસ્કારની વિધિ પણ કરી હતી..

આ ઘટનાના અંદાજે 15 દિવસ વીતી ગયા, ત્યારબાદ અચાનક 15માં દિવસે રસીલાનું મડતું જીવતુ ચાલીને તેમની સામે આવી જતા ભલભલા લોકોના ટાંટિયા ધ્રુજી ગયા હતા. તેવો વિચારવા લાગ્યા કે, 15 દિવસ પહેલા તેઓએ રસીલાના અંતિમ સંસ્કાર કર્યા છે. અને હજુ પરિવારમાં સૌ કોઈ લોકો દુઃખના ઊંડા આઘાતમાં છે..

એવામાં તો 15 માં દિવસે રસીલા જીવતી હાલતમાં તેમની સામે આવતા તેમના ડોળા ફાટેલા ને ફાટેલા જ રહી ગયા તો પરિવારને કેટલાક સભ્યો તો એટલા બધા ડરી ગયા કે ત્યાંથી ભાગવા લાગ્યા હતા. નાના બાળકોને તો આ વસ્તુ આટલી બધી ડરામણી લાગી કે, તેઓ ભૂત-આત્માની વાતચીત કરવા લાગ્યા હતા..

રસીલા જ્યારે ઘરે પહોંચી ત્યારે તેણે જણાવ્યું કે ડોક્ટરે તેને હોસ્પિટલમાંથી રજા આપી દીધી છે. અને હવે તે બિલકુલ સ્વસ્થ થઈ ગઈ છે. તે રીક્ષા પકડીને હોસ્પિટલેથી ઘરે આવી પહોંચી છે. પરિવારના સભ્યોએ કહ્યું કે, આજથી પંદર દિવસ પહેલા તારી લાશને અમને સોંપી દેવામાં આવી હતી અને હોસ્પિટલમાંથી જણાવવામાં આવ્યું હતું કે, રસીલાનું મૃત્યુ થયું છે..

અમે તારા અંતિમ સંસ્કાર પણ કરી નાખ્યા છે. પરંતુ તું જીવતી હાલતમાં છે. આવું કેવી રીતે શક્ય બને છે..? આ ઘટનાનું કોકડુ ઉકેલવા માટે તરત જ હોસ્પિટલના ડોક્ટરને ફોન કરવામાં આવ્યો હતો અને પૂછવામાં આવ્યું કે, રસીલા તો જીવતી હાલતમાં છે. તો પંદર દિવસ પહેલા જે મૃત વ્યક્તિની લાશ આપવામાં આવી હતી. એ વ્યક્તિ કોણ હતું..?

જ્યારે ડોક્ટરે પૂછપરછ કરાવી ત્યારે ખબર પડી કે, તેમની જ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલી 32 વર્ષની મહિલા કે જેનું નામ શાલીની હોવાનું સામે આવ્યું છે. તે લાશ શાલીનીની હતી. શાલીની રખડતી જિંદગી જીવતી હતી. પરિવારનું કોઈ પણ સભ્ય તેની દેખરેખ કરવા માટે આવતું હતું નહીં અને તેને ગંભીર બીમારી હોવાને કારણે તેનું મૃત્યુ થઈ ગયું હતું.

પરંતુ હોસ્પિટલના સ્ટાફને ખૂબ જ મોટી ભૂલ થઈ ગઈ હતી. તેઓ શાલીનીને રસીલા સમજી બેઠા અને રસીલાના પરિવારને આ લાશને આપી દેવામાં આવી હતી અને કહેવામાં આવ્યું કે રસીલાનું મૃત્યુ થયું છે. પરંતુ એલા જ હકીકતમાં રસીલાની નહીં પરંતુ શાલીની હતી. આ મોટી ગરબડને કારણે પરિવારજનો રડી રડીને બેહાલ થઈ ગયા હતા..

પરંતુ હવે તેઓ પોતાની નજર સામે રસીલાને જોતા જ ખુશખસાલ થયા છે. પરંતુ ડોક્ટરની આ ગંભીર બેદરકારીને લઈને તેમને ખૂબ જ મોટી મુશ્કેલીઓ સહન કરવી પડી હતી. જેને લઈ તેઓએ ડોક્ટરને બરાબરને ખખડાવી નાખ્યો છે અને તેના મેનેજમેન્ટ સ્ટાફના લોકોને પણ જવાબદાર ઠરાવી તેમની સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે..

ડોક્ટરે આ પરિવારજનોની બે હાથ જોડીને માફી પણ માંગી હતી. આ અગાઉ પણ આવી ઘણી બધી ઘટનાઓ સામે આવી ચૂકી છે કે, જેમાં હોસ્પિટલ સ્ટાફના લોકોની ગરબડીને કારણે ખૂબ જ મોટી ભૂલ થઈ જાય છે. આ ઘટના બન્યા બાદ કેટલાક લોકો કહેવા લાગ્યા છે કે, જે હોસ્પિટલ ની અંદર મર્યા બાદ પણ લોકોની જાળવણી કરવામાં આવતી નથી તો તેવી હોસ્પિટલની અંદર કોઈપણ વ્યક્તિને સારવાર કરાવવાની સલાહ પણ આપવી જોઈએ નહીં..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *