Breaking News

મોરબી નજીક ગોઝારો અકસ્માત, ટ્રક પાછળ કાર ઘુસી જતા ઘટના સ્થળે જ 5 લોકોના મોત

મોરબી પંથકમાં અકસ્માતોના બનાવો છાશવારે બનતા રહે છે મોરબી ઉદ્યોગના હરણફાળ વિકાસની સાથે સાથે અકસ્માત થવાની બાબતોનું પણ ઝોન બની ગયું છે. અનેક લોકો મોતને ભેટી રહ્યા છે. જેમાં હાલની વાત કરવામાં આવે તો મોડી બુધવારે સાંજે મોરબી તાલુકાના ટિબડીના પાટિયા નજીક કાર અને ટ્રક વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો હતો.

આ અકસ્માતમાં પાંચ વ્યક્તિના મોત નિપજતા મોરબી પંથકમાં કરુણતા વ્યાપી ગઈ છે. અકસ્માતને પગલે ટિબડી રોડ લોહિયાળ બન્યો છે. આ બનાવને પગલે મોરબી એસપી સુબોધ ઓડેદરા, ડીવાયએસપી રાધિકા ભારાઈ, મોરબી તાલુકા પીઆઇ એમ આર ગોઢાણીયા સહિતનો પોલીસ કાફલો તાબડતોડ ઘટના સ્થળે દોડી ગયો છે.

જેમાં આજે ટીમ્બડી પાટિયા નજીક એક કાર બંધ ટ્રક પાછળ ઘુસી ગઈ હતી જે અકસ્માતમાં ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે સંકળાયેલા 5 વ્યક્તિના ઘટનાસ્થળે જ મોત થયા હતા. સમગ્ર અકસ્માત ની ઘટનાની વિસ્તારપૂર્વક વાત કરવામાં આવે તો મોરબીના ભરતનગર ગામ નજીક ઓફિસ ધરાવતા અને ટ્રાન્સપોર્ટ વ્યવસાય સાથે જોડાયેલા,

આનંદ શેખાવત તારાચંદ, બિરજુભાઈ, પવન મિસ્ત્રી સહિતના પાંચ વ્યક્તિ કાર લઈને ભરતનગર ઓફિસથી મોરબી પોતાના ઘર તરફ હતા ત્યારે એક બાઇકને બચાવવા જતા કારચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો અને સાઈડમાં પડેલ બંધ ટ્રક પાછળ કાર ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માતમાં કારમાં સવાર,

આનંદ શેખાવત (ઉ.વ.26) તારાચંદ (ઉ.વ.30),બ્રિજેન્દ્રભાઈ (ઉ.વ.22), દિનેશ ઉર્ફે રાજેશકુમાર (ઉ.વ.28) અને અશોકભાઈના પાંચ વ્યક્તિને ગંભીર ઇજા થતાં ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત થયા હતા. આ ગોઝારા બનાવની જાણવા મળતી વિગત અનુસાર મોરબી ટિબડીના પાટિયા નજીક સ્વીફ્ટ કાર GJ 36 F 1059 નો ચાલક બાઈક ચાલકને બચાવવા જતા સ્વીફ્ટ કાર અને ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો.

કાર અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં પાંચ લોકોના દબાઈ જવાથી કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. આ ઘટનાની જાણ થતાં મોરબી એસપી એસ આર ઓડેદરા, ડીવાયએસપી રાધિકા ભારાઈ, પીઆઇ એમ આર ગોઢાણીયા સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. મૃતદેહને પીએમ અર્થે ખસેડી રોડ પરનો ટ્રાફિક હળવો કરવા કામગીરી હાથ ધરાઈ હતી,

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *