Breaking News

મોરબી માર્કેટિંગ યાર્ડમાં આગ લાગતા ખેડૂતોનો 10 હજાર મણ કપાસ બળીને ખાખ.. વાંચો..!

આ વર્ષે ખેડૂત મિત્રોને વરસાદે ખૂબ જ મુશ્કેલીમાં મૂકી દીધા છે. પરંતુ કુદરત વરસાદની સાથે સાથે બીજી કોઇપણ રીતે ખેડૂતોની સાથે ઉભા નથી તેવું જણાઈ રહ્યું છે. કારણ કે એક પછી એક કુદરતી હોનારતો ખેતીમાં નુકસાન ખેંચી લાવે છે.

ગઈકાલે મોરબી માર્કેટિંગ યાર્ડ માં ભીષણ આગ લાગતા ૧૦૦૦૦ મણ કપાસનો જથ્થો બળીને ખાખ થઈ ગયો હતો. તેમજ ભારે નુકસાની નો ભોગ બનવું પડ્યું હતું. મોરબી માર્કેટિંગ યાર્ડ માં શનિવારે બપોરે કપાસના ૧૦,૦૦૦થી વધારે જથ્થામાં આગ લાગી હતી.

જે આગને પાંચ કલાક બાદ કાબૂમાં લેવામાં આવી હતી. ત્યાં સુધી ૧૦૦૦૦ મણ કપાસનો જથ્થો બળીને ભસ્મીભૂત થઇ ગયો હતો. મોરબીના શનાળા રોડ ઉપર આવેલા માર્કેટિંગ યાર્ડમાં આગ લાગતા કપાસ ના પડેલા ડગલા બળવા લાગ્યા હતા.

આગને કાબૂમાં લેવા માટે ફાયર બ્રિગેડની ટીમોને બોલાવવામાં આવી હતી. પરંતુ એક ટીમથી આ આગ કાબુમાં આવે તેમ લાગતું નહોતું. તેથી રાજકોટ થી ફાયર ફાઈટરની ટુકડીઓને પણ બોલાવવામાં આવી હતી. અને તેઓની મદદથી પાંચ કલાક બાદ આગને કાબુમાં લેવામાં આવી હતી.

પ્રાથમિક તપાસમાં આગ લાગવાના કારણ અંગે ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે કે આ કપાસના ઢગલાને યાર્ડની અંદર બીજી જગ્યાએ ફેરવવા માટે લોડર નો ઉપયોગ કરવામાં આવે છે. એ લોડર અને જમીન વચ્ચેના ઘર્ષણને લીધે આગ પેદા થઈ હતી. અને ત્યાં બાજુમાં કપાસ નો ઢગલો હતો. તેથી તે આગ તેને તરત જ પકડી લીધી હતી. ત્યારબાદ તેણે વિશાળ રૂપ ધારણ કરી લીધું હતું.

આગ લાગ્યા બાદ માર્કેટિંગ યાર્ડ ઓફિસિયલ રીતે કપાસની આવક બંધ કરવાની સૂચના આપી દીધી છે. તમામ વેપારીઓ કમિશન એજન્ટ અને ખેડૂતોને દિવાળી પછી કપાસની હરાજી ફરી વખત ચાલુ કરાશે તેવી સૂચના આપવામાં આવી છે. આગ લાગતા માર્કેટીંગ યાર્ડના ચેરમેન અન્ય સત્તાધીશો તેમજ ખેડૂત અગ્રણીઓ દોડી આવ્યા હતા.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *