Breaking News

મોંઘવારીએ સામાન્ય લોકોની કમર તોડી, LPG સીલીન્ડરમાં ભાવ વધારો, જાણો લેટેસ્ટ ભાવ..!

પેટ્રોલ, ડીઝલ, દૂધ, ખાદ્ય તેલ તેમજ CNG ગેસ બાદ હવે રાંધણ ગેના ભાવ પણ વધી ગયા છે. સતત ભાવ વધારાને કારણે લોકોનું જીવન ખુબ જ મુશ્કેલ બની ગયું છે. રોજે રોજે ભાવ વધારો થતો હોવાથી સામાન્ય પરિવાર માટે ખિસ્સા ખાલી થતા વાર જ નથી લાગતી. કોરોનાના લીધે રોજગારીની તકો ઓછી મળે છે અને ભાવ વધારો મન ફાવે તેટલો જીન્કાય છે.

નવરાત્રીના તહેવારની શરૂઆત થાય એ પહેલાં સામાન્ય જનતાને ફરી એકવાર મોંઘવારીનો માર પડયો છે. મહિનાના પ્રથમ અઠવાડિયામાં ફરી એકવાર એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો થયો છે. સરકારી ઓઇલ કંપનીએ આજે 6 ઓક્ટોબરના રોજ ઘરેલૂ ગેસ ના ભાવ વધાર્યા છે.

ભાવવધારામાં સબસિડીવાળા 14.2 કિલોગ્રામના સિલિન્ડરના ભાવમાં 15 રૂપિયાનો વધારો થયો છે. આ સાથે જ હવે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં રસોઇ ગેસ સિલિન્ડરના ભાવ 884.50 રૂપિયાથી વધીને  899.50 રૂપિયા થઇ ગયા છે. આ પહેલાં મહિના પ્રથમ દિવસે જ ઓઇલ કંપનીઓએ 19 Kg કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 43.5 રૂપિયા પ્રતિ સિલિન્ડરનો વધારો થયો હતો.

જોકે તે સમયે ઘરેલૂ રસોઇ ગેસ સિલિન્ડરની કિંમતોમાં કોઇ વધારો કરવામાં આવ્યો નથી.  રસોઇ ગેસ સિલિન્ડરની ભાવ વધારા બાદ હવે દિલ્હીમાં સબસિડી વિનાના 14.2 કિલો ગ્રામ સિલિન્ડરના ભાવ વધીને 899.50 રૂપિયા થઇ ગયા છે.

તો બીજી તરફ કલકત્તામાં રસોઇ ગેસ સિલિન્ડરનો ભાવ 911 રૂપિયાથી વધીને 926 રૂપિયા થઇ ગયો છે. મુંબઇમાં રસોઇ ગેસની કિંમત 844.50 રૂપિયાથી વધીને 899.50 હવે 915.50 રૂપિયા થઇ ગઇ છે.

દિલ્હીમાં 19 કિગ્રા કોમર્શિયલ ગેસની કિંમત 1736.5 રૂપિયા છે. કલકત્તામાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવ 1805.5 રૂપિયા છે. મુંબઇમાં 1685 રૂપિયા અને ચેન્નઇમાં 1867.5 રૂપિયા પ્રતિ સિલિન્ડર છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *