Breaking News

‘મોંઘી સાડી નહી લાવી આપો તો હું દવા પી જઈશ’ કહીને પત્ની તેના પતિને રોજ ધમકાવતી, બયરીની અક્કલ ઠેકાણે લાવવા પતિએ અજમાવ્યો એવો રસ્તો કે બધા જોતા રહી ગયા..!

પતિ અને પત્નીની બંનેની સરખી સમજણ હોય તો જીવનની દરેક પરિસ્થિતિની અંદર પતિ પત્ની એક રહીને સુખ અને દુઃખની ઘડીઓનો સામનો કરી શકે છે, પરંતુ જો બંનેમાં જોઈએ તેટલી સમજણ શક્તિ જોવા ન મળે તો તેમને આગળ જતા એક ને એક દિવસ જરૂર પછતાવું પડે છે..

હાલ એક પત્નીની પણ સમજણને કારણે બિચારા પતિને ખૂબ જ મોટી પરિસ્થિતિઓ સહન કરવાનો વારો આવ્યો હતો, પરંતુ તેણે અંતે એની સૂઝબૂચ અપનાવી અને પોતાની પત્નીની અક્કલ ઠેકાણે લાવવા માટે એવો રસ્તો અપનાવ્યો કે, સમાજના ઘણા બધા લોકો જોતા ને જોતા જ રહી ગયા હતા..

પ્રતિકભાઇ નામના એક કાપડ વેપારી તેની પત્ની રીંકલની સાથે માનસી રો હાઉસ નામની સોસાયટીમાં રહે છે, રીંકલ જ્યારથી પ્રતિકભાઇ સાથે લગ્ન કરીને તેની સાથે રહેવા લાગી છે, ત્યારથી જ ઘર પરિવારની પરિસ્થિતિ જોયા વગર તે મન ફાવે તેટલા રૂપિયાનો ખર્ચો કરી નાખતી હતી..

શરૂઆતના સમયમાં તો પ્રતિકભાઈ ખૂબ જ સારી કમાણી કરતા હતા, એટલા માટે તેઓએ ક્યારેય પણ તેમની પત્નીને મોજ શોખ માટે ઓછા પૈસા વાપરવા માટે જણાવ્યું નહીં. પરંતુ પ્રતિકભાઇ છેલ્લા બે વર્ષથી મંદીના સમય સામે લડી રહ્યા છે. તેમના ધંધા વ્યાપાર ખૂબ જ નબળા પડી ગયા હોવાને કારણે તેમની કમાણીમાં પણ બ્રેક લાગી ગઈ હતી..

એટલા માટે તેઓ અવારનવાર તેની પત્ની રીંકલને કહેતા કે, તારે ખર્ચ કરવામાં ખૂબ જ વધારે ધ્યાન રાખવું પડશે અને બિનજરૂરી વસ્તુ ખરીદવાનું ટાળવું પડશે, કારણકે અત્યારે તેમની કમાણી ખૂબ જ ઓછી છે. અને આવનારા સમયની અંદર પણ ખૂબ જ વિકટ પરિસ્થિતિ આવી શકે છે..

એટલા માટે ઘર પરિવાર ચલાવવા માટે તેઓને ખૂબ જ સારા મેનેજમેન્ટની જરૂર છે, અને આ મેનેજમેન્ટની અંદર અત્યારથી જ ખર્ચની અંદર વધારે ધ્યાન આપવું પડશે પણ આ વાતનું રીંકલને ખૂબ જ માઠુ લાગી આવ્યું હતું, તેણે પોતાના વૈભવશાળી મોજ શોખ અને ખર્ચ ઓછા કર્યા નહીં તે રોજબરોજ શોપિંગ કરવા માટે જતી હતી..

જ્યારે પ્રતિકભાઇએ કડકાઈથી તેની પત્નીને રૂપી આપવા માટે મને ફરમાવી દીધી ત્યારે એક દિવસ રિંકલે તેના પતિને જણાવી દીધું કે, જો તમે મોંઘી સાડી મને નહીં લાવી આપો તો હું દવા પીને મરી જઈશ, અને તમામ દોષનો ટોપલો તમારે માથે આવી પડશે. ત્યારબાદ તમારે જેલના ધક્કા પણ ખાવા પડશે..

બસ એટલું સાંભળતાની સાથે જ પ્રતિકભાઇએ મગજનો પિત્તો ગુમાવી દીધો હતો કે, તેઓ તેમની પત્નીને દરેક પરિસ્થિતિની અંદર સાથ સહકાર આપવા માટે જણાવી રહ્યા છે. પરંતુ તેમની પત્ની કોઈ કાળે સમજવા માટે તૈયાર નથી, અને સામેથી ધમકાવી રહી છે. રોજબરોજની આ ધમકીઓથી હવે તેઓ ખૂબ જ કંટાળી ગયા હતા..

અને તેઓ તેમની બયરીની અકલ ઠેકાણે લાવવા માટે અવનવા નુસખાઓ અપનાવા લાગ્યા હતા, આ નુસખા મુજબ તેઓએ એક દિવસ તેના ઘરડા સાસુ સસરાને પોતાને ઘરે બોલાવ્યા અને જણાવ્યું કે, તમારી દીકરી રીંકલ કોઈ પણ પરિસ્થિતિની અંદર ઘરની બાબતોને સમજવા માટે તૈયાર નથી..

તમે તમારી દીકરીને તમારી સાથે લઈ જઈ શકો છો, તમારી દીકરી અત્યાર સુધી વૈભવશાળી શોખ પૂરા કરતી આવી છે. અને આવનારા સમયમાં પણ કદાચ કરશે, પરંતુ અત્યારે તેમની પરિસ્થિતિ ખૂબ જ નાજુક છે. અને રૂપિયા બચાવવાની નોબત આવી પડી છે. એવા સમયે પણ તમારી દીકરી સમજવા માટે તૈયાર નથી..

તમે તમારી દીકરીને સમજાવી શકો છો, અને જો ન સમજે તો તમે તમારી દીકરીને અત્યારથી જ તમારી સાથે લઈ જઈ શકો છો. તેનું અહીં કોઈ પણ કામકાજ નથી, તેઓ જાતે જ ભોજન બનાવીને જમી લેશે અને ઘર પણ સંભાળી લેશે. બસ એટલું કહેતાની સાથે જ રીંકલની અકકલ ઠેકાણે આવી ગઈ હતી કે, તેનો પતિ તેનાથી કેટલી હદે કંટાળી ચુક્યો છે..

કે તેણે તેના સાસુ સસરાને પણ બોલાવી લીધા અને આવી વાત જણાવી દીધી હતી, જ્યારે આ બનાવ બન્યો ત્યારે રીંકલના માતા-પિતા પણ રિંકલને સમજાવવા લાગ્યા હતા કે, આવી પરિસ્થિતિની અંદર પતિનો સાથ આપવો જોઈએ. અને તેના બદલે તું ખોટી રીતે ધાક ધમકીઓ આપીને તેના પતિને ડરાવી રહી છે..

જે બિલકુલ ખોટી બાબત છે, આ ઘટના જ્યારે સમાજના લોકો સામે રજૂ થઈ ત્યારે દરેક લોકો ડોળા ફાડીને જોતા રહી ગયા હતા કે, જો આવનારા સમયની અંદર પતિ અને પત્ની વચ્ચે ક્યાંક પણ સમજણની કચાસ દેખાશે તો જીવન જીવવું ખૂબ જ મુશ્કેલ સાબિત થઈ જશે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *