જેવો સ્કૂલ અભ્યાસ પતાવીને કોલેજમાં એન્ટ્રી થતાની સાથે જ કેટલાક વિદ્યાર્થીઓ આવડા રવાડે ચડી જતા હોય છે. કોલેજમાં આવ્યા બાદ તેઓને સ્વતંત્રતા મળતાં જ તેનો ગેરફાયદો ઉઠાવવા માટે તેઓ ન કરવાના કામો કરી બેસે છે. હાલ એક એવો જ મામલો સામે આવ્યો છે..
જેમાં ત્રણ વિદ્યાર્થીઓએ પોતાના મોજશોખ માટે બીજા લોકોને ભારે નુકસાન પહોંચાડ્યું છે. હકીકતમાં ત્રણ વિદ્યાર્થીઓ મોજશોખ માટે ઘરેથી પૈસા ઓછા મળવાને કારણે પોતાની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે ચોરી કરવાના રવાડે ચડી ગયા હતા. જેમાં તેઓ જુદા જુદા વિસ્તારોમાંથી એકટીવા ચોરી કરતા હતા.
અને ત્યારબાદ એકટીવા લઈને જુદા જુદા વિસ્તારમાં રખડતા હતા. થોડા દિવસ પહેલા ગાંધીનગરના સેક્ટર-૧૭ માં આવેલી એક સરકારી કોમર્સ કોલેજ પાસેથી એકટીવા ચોરી થયા હોવાનો મામલો સામે આવ્યો હતો. આ બાબત સામે આવતાની સાથે જ આસપાસના વિસ્તારોમાં પોલીસે તપાસ શરૂ કરી દીધી હતી…
તેવામાં પોલીસને પણ અંદાજો આવી ગયો હતો કે, જો તેઓ સરકારી ગાડીમાં તેમજ પોલીસના પહેરવેશમાં તેઓને પકડવા લાગશે તો તેઓ તેમના હાથમાં આવશે નહીં. એટલા માટે તેઓએ જુદી-જુદી ટીમો બનાવીને સાદા ડ્રેસમાં જ ટુ વ્હીલર ઉપર તેમને પકડવા માટે શોધી રહ્યા હતા.
એવામાં પોલીસને બાતમી મળી કે એક નંબર પ્લેટ વગરની એકટીવા લઈને ત્રણે યુવકો કોમર્સ કોલેજ વિસ્તારની આસપાસના એરિયામાં ફરી રહ્યા છે. એટલા માટે પોલીસની જુદી-જુદી ટીમે સાદા ડ્રેસમાં આ ત્રણેય વિદ્યાર્થીઓને પકડી પાડયા હતા. તેઓની પૂછતાછ કરતાં જણાયું કે તેઓ પણ કોમર્સ કોલેજમાં અભ્યાસ કરે છે..
અને ઘરેથી મોજશોખ માટે પૈસા ઓછા મળતા હતા. અને તેઓના મોજશોખ એકદમ ઊંચા હોવાથી પૈસાની ખૂબ જરૂરિયાત રહેતી હતી એટલા માટે તેઓ ચોરી કરવાના ખરાબ કામે ચડી ગયા હતા. પોતાની જરૂરિયાતોને સંતોષતા હતા. આ માટે તેઓ જુદા જુદા વિસ્તારોમાંથી એકટીવા ચોરતા હતા..
અને અન્ય લોકોને વેચી દેતા હતા. સાથે સાથે અમુક વાહનોથી પોતાના માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા વાપરતા હતા. પોલીસને મળેલી બાતમી અનુસાર આ તેણે યુવકોને પકડી પાડવામાં આવ્યા છે. હકીકતમાં તેમની ઉંમર ખૂબ જ નાની હોવાથી હાલ તેઓને સેક્ટર ૭ ના પોલીસ સ્ટેશનમાં રજૂ કરવામાં આવ્યા હતા.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]