Breaking News

મોડી રાતે ખેડૂતને તેના ભાઈ સાથે ગામની બહાર હોટલે ચા પીવા જતા, નાની વાતમાં અજાણ્યા યુવકોએ ઢોરમારે મારતા થયું એવું કે..!!

આજની યુવાન પેઢીના લોકો નાની-નાની વાતમાં બીજા લોકો સાથે ઝઘડાઓ કરી રહ્યા છે. લોકો પોતાનામાં જરા પણ માનવતા રાખી રહ્યા નથી. પોતાની મરજી પ્રમાણે ન થતા બીજા લોકો સાથે એવી ગંભીર ઘટનાઓ કરી રહ્યા છે કે જેના કારણે લોકો પોતાના જીવ ગુમાવી રહ્યા હોય છે.

એક પરિવારમાં એક વ્યક્તિનું મૃત્યુ થઈ જતા આખો પરિવાર વેરવિખેર થઈ જાય છે. આવી જ એક ઘટના હાલમાં સામે આવી છે. આ ઘટના ટોક વિસ્તારમાં આવેલા મહુવા ગામના પરિવારના વડીલ સાથે બની હતી. પરિવારમાં ગોપાલભાઈ મોતીલાલ ગુર્જર તેમના બાળકો અને પત્ની સાથે રહેતા હતા.

ગોપાલ ગુર્જરની ઉંમર 50 વર્ષની હતી. તેમને સંતાનમાં 5 બાળકો છે. જેમાં ચાર દીકરા અને એક દીકરી છે. ચાર દીકરામાં પહેલો દીકરો કનસિંહ તેમની ઉંમર 23 વર્ષની હતી. બીજો દીકરો પ્રધાન તેમની ઉંમર 20 વર્ષની હતી. ત્રીજો દીકરો હિંમતસિંહ તેમની ઉંમર 18 વર્ષની હતી.

અને ચોથો દીકરો ગોવિંદ તેમની ઉંમર 16 વર્ષની હતી અને દીકરી અનિતાની ઉંમર 26 વર્ષની હતી. ભાઈ-બહેન તેમના પિતાને કોઈ કામ કરીને આર્થિક મદદ કરતા હતા. ગોપાલ ગુર્જર પોતાના પરિવાર સાથે ખૂબ જ હળીમળીને રહેતા હતા. એક દિવસ ગોપાલભાઈ તેમના ભાઈ ભરતરાજ ગુર્જર તેઓ સાંથલી ગામના રહેવાસી છે.

એક દિવસ ભાઈ ભરતરાજ ગોપાલ ગુર્જરના ઘરે આવ્યા હતા. જેના કારણે ગોપાલ ગુર્જર અને ભરતરાજ સાંજના સમયે પોતાના ગામથી લગભગ 5 કિલોમીટર દૂર હાઇવે પર અર્નિયાનીલ નજીક એક હોટલમાં ચા પીવા માટે ગયા હતા. હાઇવે પર હોટલમાં તેઓ જ ચા પીને ઠંડીની મજા લેવા માટે ગયા હતા.

પોતાના પરિવારને ગોપાલ ગુર્જરે કહ્યું હતું કે હમણાં તેઓ પરત આવી રહ્યા છે, તેમ કહીને નીકળ્યા હતા. ત્યારબાદ રાતનો સમય થઈ જતા બંને ત્યાં બેઠા હતા. તે સમયે બીજા કોઈ યુવકો પણ હોટલે ચા પીવા માટે આવ્યા હતા. આ ચારથી પાંચ યુવકોએ ગોપાલભાઈ બેઠા હતા.

ત્યાંથી કોઈ ખુરશીને લીધી હતી. જેના કારણે ગોપાલ ગુર્જર કોઈ વાત બોલ્યા હતા. અજાણ્યા લોકોએ તેમને આવું શા માટે કહ્યું તેમ કહીને ગોપાલ ગુર્જર સાથે ઝઘડો કર્યો હતો. ગોપાલ ગુર્જરે પણ મોટે મોટેથી બોલીને આ અજાણ્યા લોકો સાથે બોલા ચાલી કરી હતી.

નાની એવી ખુરશીની વાતને લઈને દરેક લોકો ઝઘડી રહ્યા હતા. તે સમયે અજાણ્યા લોકોએ ભેગા મળીને ગોપાલભાઈને પગની લાતો અને ઢીકા માર્યા હતા. જેના કારણે ગોપાલભાઈ ખૂબ જ ઇજાગ્રસ્ત થયા હતા અને તેઓ જમીન પર ઢળી પડ્યા હતા.

ગોપાલભાઈને આ હાલતમાં જોઈને તેમની સાથે આવેલા તેમ તેના ભાઈ ભરતરાજ ગભરાઈ ગયા હતા અને તેઓ ગોપાલભાઈને બચાવવા માટે વચ્ચે પડ્યા હતા. ત્યારે અજાણ્યા લોકોએ ભરતભાઈ પર પણ હુમલો કર્યો હતો. જેના કારણે ભરતભાઈ પણ ઇજાગ્રસ્ત થયા હતા.

ત્યારબાદ હોટલે રહેલા બીજા લોકોએ ગોપાલભાઈને બચાવવાનો પ્રયાસ કર્યો હતો અને ચારથી પાંચ લોકોને શાંત કરાવ્યા હતા. ત્યારબાદ પોલીસને આ ઘટનાની જાણ કરવામાં આવી હતી. જેના કારણે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને પોલીસ આવે છે તેમ જાણ થતાં જ અજાણ્યા ઝઘડો કરી રહેલા લોકો હોટલેથી ભાગી ગયા હતા.

પોતાનું વાહન લઈને આવ્યા હોવાથી કારણે તેઓ પોતાનું વાહન લઈને જતા રહ્યા હતા. ત્યારબાદ ગોપાલભાઈને ખૂબ જ ઇજાઓ થઈ હોવાને કારણે તેઓ ઉભા થઈ શકતા ન હતા. જેના કારણે તેમને સહ આદત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેનું મોડી રાતે સારવાર દરમિયાન મૃત્યુ થઈ ગયું હતું.

જેના કારણે ખેડૂતનું મૃત્યુ આવું થઈ જતા પરિવારજનોને આ વાતની જાણ કરવામાં આવી હતી. પરિવારના લોકોને તેમના વ્યક્તિનું આવું મૃત્યુ થઈ જવાને લીધે પોલીસ સ્ટેશનમાં અજાણ્યા યુવકો સામે ફરિયાદ નોંધાવી હતી. જ્યાં સુધી આ યુવકોને પકડવામાં નહીં આવે ત્યાં સુધીમાં તેઓએ ગામમાં હોબાળો મચાવી દીધો હતો.

ગોપાલભાઈ ખેતી કામ કરીને તેમના પરિવારનું ગુજરાન ચલાવતા હતા પરંતુ તેઓના મૃત્યુ પછી તેમના બાળકો નિરાધાર થઈ ગયા હતા. અને તેઓ પરિવારમાં રડી રહ્યા હતા. ચા પીવા ગયેલા વ્યક્તિ સાથે આવી ઘટના બની જતા ગામના લોકોમાં પણ નિરાશાનું મોંજુ ફરી વળ્યું હતું..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સાસરીયેથી કંટાળીને 2 વર્ષની બાળકી સાથે રીસામણે આવેલી મહિલા અચાનક જ ગાયબ થઈ ગઈ, શોધવામાં આકાશ પાતાળ એક કરી નાખ્યું અને છેલ્લે બન્યું એવું કે….

જ્યારે કોઈ માણસની સહનશક્તિ પૂર્ણ થઈ જાય છે, ત્યારે તેને જીવનની અંદર આગળ શું કરવું …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *