Breaking News

મોડી રાતે દીકરો ઊંઘમાં પથારીમાંથી ઉભો થઇ ચાલતો-ચાલતો ઘરની બારીમાંથી નીચે પડતાં માથું ફાટી ગયું, પરિવાર સાથે પછી થયું એવું કે..!!!

રાતે પરિવારને હળી મળીને સુતેલા લોકો સાથે સવાર થતા શું બની જાય તે કહી શકાતું નથી. લોકો સાથે એવી ગંભીર ઘટનાઓ બની રહી છે કે જેના કારણે પરિવારના લોકો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે. ક્યારે કોની સાથે શું બની જાય તે કહી શકાતું નથી. હાલમાં એવી એક ઘટના સામે આવી હતી. જે જોઈને પરિવારના લોકો ત્યાંને ત્યાં જ રડવા લાગ્યા હતા.

આ ઘટના સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં આવેલા ફ્લેટમાં પરિવાર રહે છે. પરિવારમાં રહેતા દીકરાને નાનપણથી ઊંઘમાં ચાલવાની બીમારી હતી. દીકરો પરિવારમાં માતા-પિતા, દાદા અને તેમના ભાઈ-બહેન સાથે રહેતો હતો. ઊંઘમાં ચાલવાની બીમારી હોવાને કારણે પરિવારના લોકો ખૂબ જ ધ્યાન રાખતા હતા.

દીકરાની ખુબ સારવાર કરાવવામાં આવી હતી. અનેક જગ્યાએ દવાઓ કરાવી છતાં સારું થતું નહોતું. જેના કારણે દીકરાને રાતના સમયે પરિવારના લોકો એકલો મુકતા નહીં. પરિવારના કોઈ પણ સભ્યો તેમના દીકરા સાથે સુતા હતા પરંતુ એક દિવસ સાંજે જમીને પરિવારના લોકો સૂઈ રહ્યા હતા. તે સમયે દીકરાની સાથે તેમના દાદા બહારની રૂમમાં સુતા હતા.

દીકરો બારી પાસે સુઈ રહ્યો હતો. મોડી રાત્રે દીકરો પોતાની પથારીમાં ઉભો થયો હતો. દાદા ખૂબ જ ઊંઘમાં હોવાને કારણે તેને દીકરો ઉભો થયાની જાણ થઈ નહીં અને દીકરો કોઈ પણ અવાજ કર્યા વગર પથારીમાં ઉભો થઈને ચાલવા લાગ્યો હતો. જેના કારણે ચાલતા ચાલતા તે રૂમની બારી પાસે પહોંચી ગયો હતો.

રૂમની બારી ખુલ્લી હોવાને કારણે અને દીકરો ઊંઘમાં હોવાને કારણે બેભાનમાં તે ચાલી રહ્યો હતો. અચાનક ચાલતા ચાલતા ખુલ્લી બારીની બહાર તેનો પગ ગયો હતો. અને તે નીચે પડ્યો હતો. નીચે પડતાની સાથે જ ધડાકેદાર અવાજ આવ્યો હતો. જેના કારણે પરિવારના લોકો જાગી ગયા હતા અને પાડોશીના લોકો પણ જાગીને બહાર આવ્યા હતા.

સૌ કોઈએ જોયું તો દીકરો જમીન પર પડેલો હતો અને તેની આસપાસ ખૂબ જ લોહી વહી રહ્યું હતું. દીકરાનું માથું ફૂટી ગયું હતું. જેના કારણે તરત જ પરિવારના લોકોએ 108ને ફોન કર્યો હતો અને તાત્કાલિક દીકરાને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. દીકરાની સારવાર કરવામાં આવી હતી. પરંતુ તેને ખૂબ જ ગંભીર ઇજાઓ થઈ હોવાને કારણે દીકરાનું મૃત્યુ થઈ ગયું હતું.

દીકરાના મૃત્યુની જાણ થતા પરિવારના લોકો આઘાતમાં આવી ગયા હતા. અચાનક તેમના દીકરા સાથે આવી ઘટના બની જતા પરિવારના લોકો રડી રહ્યા હતા. દીકરાએ પોતાની બીમારીને કારણે પોતાનો જીવ ગુમાવ્યો હતો. માતા-પિતાએ પોતાના બાળકોનું ખુબ ધ્યાન રાખવું જોઈએ. નહિતર બાળકો સાથે આવા કિસ્સાઓ બની જતા તેઓ પોતાના નિર્દોષ જીવ ગુમાવી રહ્યા છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *