મોઢામાંથી બરાડા ફાટી જાય એવો પેટનો દુઃખાવો થતા હોસ્પિટલે ગયા, કેમેરો ઉતારીને અંદર જોયું તો મળ્યું એવું કે જોઈને ડોક્ટરને પરસેવો છૂટી ગયો..!

ડોક્ટરને આપણે ભગવાન સમાન માનીએ છીએ, પરંતુ અમુક વખત પૂરતા નોલેજના અભાવે અમુક ડોક્ટર દર્દીને ગમે તેમ સારવાર કરી નાખે છે અને જ્યારે આ સારવારની પોલ ખુલ્લી પડે ત્યારે ડોક્ટરનું મોઢું છુપાવવાનો વારો પણ આવી જતો હોય છે. અત્યારે એવી જ એક જ ઘટના રાજસ્થાનના જયપુરમાંથી સામે આવી છે..

અહીં 32 વર્ષની નાનગી દેવી તેના દીકરા અને તેના પતિ સાથે જીવન ગુજારે છે. તેને છેલ્લા કેટલાક સમયથી અતિશય પેટનો દુખાવો થવા લાગ્યો હતો. તેના પેટમાં ઓપરેશન કરવાની ફરજ આવી પડી હતી, એટલા માટે મહિલા પત્રકાર કોલોની પાસે આવેલા રમેશ મેમોરિયલ હોસ્પિટલની અંદર ડોક્ટર જયશ્રી નામની એક મહિલા ડોક્ટર પાસે ઈલાજ કરાવવા માટે આવી પહોંચી હતી..

આ ડોક્ટરે ઓપરેશન કર્યા બાદ તેને દવાઓ પણ આપી હતી, ઓપરેશન થઈ ગયું છતાં પણ મહિલાને પેટના દુખાવામાં કોઈ પણ પ્રકારની રાહત મળી નહીં અને દિન પ્રતિ દિન દુખાવો ખૂબ જ વધવા લાગ્યો હતો. મોઢામાંથી બરાડા ફાટી જાય અને ચીસચીસ થવા લાગે એવો દુખાવો થતાં તેણે જુદી-જુદી વખતે હોસ્પિટલના 50 જેટલા ધક્કા ખાધા હતા..

પરંતુ દર વખતે ડોક્ટર જયશ્રી નામની આ મહિલા તેને પેટના દુખાવાની દવા આપીને રાહત કરાવી દેતી હતી. પરંતુ છેલ્લા સાત મહિનાથી આ દવાખાને મહિલા જીવન લંબાવી રહી હતી. પરંતુ હવે આ દુખાવો અસહ્ય થવા લાગ્યો હતો. એટલા માટે તેણે અન્ય કોઈ દવાખાને જઈને તપાસ કરાવવાનું વિચાર્યું હતું..

નાનગી દેવી નામની મહિલાના પતિ સુવાલાલભાઈએ બગરૂ વિસ્તારમાં આવેલી બાલાજી સોની હોસ્પિટલની અંદર જઈ ત્યાં સારવાર લેવાનું વિચાર્યું હતું. અહીં સારવાર લેતી વખતે ડોક્ટરે મહિનાના પેટની અંદર વિડીયોગ્રાફીના મદદથી જોવાની કોશિશ કરી હતી કે, આ દુખાવો શાના કારણે થઈ રહ્યો છે..

ત્યારે અંદરથી જે ચીજ વસ્તુ મળી છે, તે જોઈને ડોક્ટર સહિત સૌ કોઈ લોકોના હોશ ઉડી ગયા હતા. ડોક્ટર તો પરસેવે રેબજેબ થઈ ગયા કારણ કે, આ મહિલાના પેટની અંદરથી જ્યારે સૌ પ્રથમ વખત સર્જરી કરવામાં આવી હશે. ત્યારે પાટાપીંડી રહી ગઈ હતી. આ પાટો પેટની અંદર જ રહી જવાને કારણે નાનગી દેવી નામની આ મહિલાને ખૂબ જ દુખાવો થતો હતો..

આ પાટાની કુલ લંબાઈ અંદાજે આઠ cm હોવાનુ સામે આવ્યુ છે. આ સાથે-સાથે આ પાટાને બહાર કાઢવામાં આવ્યો અને તેની તપાસ માટે અન્ય હોસ્પિટલમાં પણ મોકલવામાં આવ્યો છે. જ્યારે મહિલાનો દીકરો તેમજ મહિલાનો પતિ બંને ડોક્ટર જયશ્રી પાસે ગયા અને તેને જણાવ્યું કે, તમે ઓપરેશન કરતી વખતે આ પાટાને મહિલાના પેટની અંદર જ છોડી મૂકી હતી..

જેનો દુખાવો થતો હતો, પરંતુ તમને આ દુખાવો દેખાયો નથી. નાનગી દેવીના પતિ અને તેના દીકરાને મોઢેથી આ શબ્દો સાંભળીને જયશ્રીની પોલ ખુલ્લી ગઈ હતી, અને તે સમજી ગઈ કે, હવે આ લોકો તેમના ઉપર ખૂબ જ ગુસ્સો વ્યક્ત કરવા આવી પહોંચ્યા છે. એટલા માટે તેણે સિક્યુરિટી ગાર્ડને બોલાવીને આ તમામ લોકોને તેની કેબીન માંથી બહાર ધક્કો મારીને કાઢી મૂક્યા હતા…

પરંતુ મહિલાના પતિ સુવા લાલભાઈએ એક પણ વખત પાછી પાની કરી નહીં અને તરત જ હોસ્પિટલથી નીકળીને પોલીસ સ્ટેશનને હાજર થયા અને ત્યાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું કે, આ ડોક્ટરે તેમની પત્નીને ગમે-તેમ રીતે સર્જરી કરી નાખી હતી અને પેટની અંદર જ પાટો છોડી દેતા તેમની પત્નીને અતિશય દુખાવો થવા લાગ્યો..

જ્યારે તેઓ અન્ય હોસ્પિટલે જઈને તપાસ કરાવી ત્યારે ખબર પડી કે, મહિલાના પેટની અંદર પાટો હતો તેને ઓપરેશન કરીને બહાર કાઢવામાં આવ્યો હતો. મહિલાના પેટની અંદર રહેલા આ પાટાનો સામાન મળતાની સાથે જ મહિલાનો ઈલાજ કરનાર ડોક્ટર હચમચી ઊઠ્યા હતા..

તેઓ વિચારમાં મુકાઈ ગયા કે, આખરે આ કયા ડોક્ટરે મહિલાની સારવાર કરી હશે કે જેણે ખૂબ જ બેદરકારી દાખવી હતી અને વ્યવસ્થિત સારવાર કરી આપી નથી, કદાચ જોવા માટે થોડા સમય સુધી વધુ મહિલાના પેટની અંદર રહ્યો હોત તો કદાચ તેનો જીવ પણ જતો રહે.. તો હાલ સફળતાપૂર્વક સર્જરી કરીને આ પાટા પીંડીને મહિલાના પેટની અંદરથી બહાર કાઢી લેવામાં આવી છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

Leave a Comment