Breaking News

મોઢામાં સંચો મૂકીને પેન્સિલની અણી છોલતી દીકરીનું થયું એવી રીતે મોત કે જાણીને દરેક વાલીએ ચેતી જવું જોઈએ.. જાણો..!

અત્યારે નાના બાળકો સાથે એવા દર્દનાક કિસ્સાઓ બની રહ્યા છે. જેના લીધે તેમના માતા-પિતા મુશ્કેલીમાં મુકાઈ જાય છે. માતા-પિતાનું ધ્યાન તેમના બાળકો પર ન રહેતા બાળકો પોતાના જીવનને જોખમમાં મૂકી રહ્યા છે. આવી જ એક દર્દનાક ઘટના હમીરપુર જિલ્લાના રથ વિસ્તારમાં આવેલા વીર ગામમાં રહેતા પરિવાર સાથે બની હતી.

પહાડી વિસ્તારમાં આ ગામ આવેલું છે. ગામમાં નંદકિશોરભાઈ તેમના પરિવાર સાથે રહે છે. પરિવારમાં પતિ-પત્ની અને તેમના ત્રણ બાળકો રહે છે. નંદકિશોરભાઈ તેમની જમીન વાવીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. નંદ કિશોરભાઈને તેમના જ ગામની પાસે 3 વીઘા જમીન છે. આ જમીનમાં તેઓ ખેતી કરીને પોતાના પરિવારનું ખૂબ જ ધ્યાન રાખે છે.

નંદ કિશોરભાઈની પત્ની અનિતા અને તેમના ત્રણે બાળકો ખૂબ જ રાજી ખુશીથી રહેતા હતા. ત્રણેય બાળકોમાં બે દીકરીઓ અને એક દીકરો છે. જેમાં મોટી દીકરીનું નામ અંશિકા છે. અંશિકાની ઉંમર 8 વર્ષની છે અને નાની દીકરી પ્રિયાની ઉંમર 6 વર્ષની હતી. એક મોટો દીકરો છે. દીકરાનું નામ અભિષેક છે અને તેમની ઉંમર 12 વર્ષની છે.

ત્રણેય બાળકો હળીમળીને પરિવારમાં રહેતા અને ત્રણેય બાળકો તેમના ઘરની પાસે જ આવેલી પ્રાથમિક શાળામાં અભ્યાસ માટે જતા હતા. જેમાં પ્રિયા પણ તેમના ભાઈ-બહેન સાથે સ્કૂલે અભ્યાસ માટે જતી હતી. પ્રિયા ધોરણ 1 માં અભ્યાસ કરતી હતી. ત્રણે બાળકો શાળાએ સાથે જતા અને સાથે આવતા હતા.

ત્યારબાદ પ્રિયા પણ તેમના ભાઈ-બહેન સાથે શાળાએ જઈને આવીને રમતી હતી. ત્યારબાદ બધા બાળકો એકસાથે પોતાનું હોમવર્ક કરવા માટે બેસતા હતા. ત્રણેય ભાઈ-બહેન સાથે અભ્યાસ કરતા જેના કારણે પ્રિયા પણ તેમના મોટાભાઈ બહેનને જોઈને અભ્યાસ કરતી હતી. ત્રણે બાળકો દરરોજ સાંજના સમયે ટેરેસ પર જઈને અભ્યાસ કરતા હતા.

પ્રિયા પણ તેમનું હોમવર્ક જાતે કરતી હતી અને તે હોમવર્ક પૂરું કરવા માટે ટેરેસ પર ગઈ હતી. ત્યાં તે હોમવર્ક પૂરું કરી રહી હતી. ત્યારે પેન્સિલની અણી ન હોવાને કારણે તે મોંમાં સંચો રાખીને તેમાં પેન્સિલની અણી કાઢી રહી હતી. અને તેણે મોઢામાં સંચો રાખ્યો હતો. જેના કારણે બધો જ છોલ મોમાં ફસાતો હતો.

ત્યારબાદ તે મોંમાંથી પોતાની પેન્સિલની અણી નીકળી ગયા બાદ પેન્સિલનો છોલ કાઢી રહી હતી. એ સમયે તેણે પેન્સિલના છોલને કાઢવાનો પ્રયાસ કર્યો પરંતુ મોમાં રહેલા બધા છોલમાંથી અમુક છોલ તેણે શ્વાસ લીધો હોવાને કારણે ગળામાં જતો રહ્યો અને અમુક છોલ થુંકતા બહાર આવી ગયો હતો. ગળામાં પેન્સિલનો છોલ ફસાઈ જતા તેને ગળામાં છોલ વાગી રહ્યો હતો.

જેના કારણે તે ચીસ પાડવાનો પ્રયાસ કરી રહી હતી પરંતુ આ છોલ સીધો શ્વાસનળીમાં ફસાયો હોવાને કારણે તેનો અવાજ ગળામાંથી નીકળી શક્યો નહીં. અને તેનો શ્વાસ રૂંધાતો હતો. જેના કારણે આસપાસ બેઠેલા તેમના ભાઈ-બહેનને જોયું તો પ્રિયા રડી રહી હતી. ભાઈ બહેન તરત તેમની માતાને આ ઘટનાની જાણ કરી હતી.

માતા દોડતી દોડતી ટેરેસ પર આવી હતી અને તેણે પ્રિયાને પીઠના ભાગમાં મારીને છોલ બહાર કાઢવાનો પ્રયાસ કર્યો પરંતુ છોલ બહાર આવ્યો નહીં. પ્રિયા ખૂબ જ રડી રહી હતી. 15 મિનિટ સુધી તે રડી હતી. ત્યારબાદ તે અચાનક ઢળી પડી હતી અને બેભાન થઈ જતા તેમની માતાએ નંદકિશોર ભાઈને આ ઘટનાની જાણ કરી હતી.

પાડોશીના લોકોએ અને નંદ કિશોરભાઈ મળીને રથના સીએસસી હોસ્પિટલમાં પ્રિયાને તપાસ માટે લઈ ગયા હતા પરંતુ ત્યાં લઈ જતા ડોક્ટરે તપાસ કરીને પ્રિયાનું મૃત્યુ થઈ ગયું હોવાનું જણાવ્યું હતું. પ્રિયા ભણવામાં ખૂબ જ હોશિયાર હતી. તે દરરોજ સાંજે પોતાનું હોમવર્ક જાતે કરી લીધી હતી. કોઈપણની અડચણ વિના પોતાનો અભ્યાસ કરવા બેસી જતી હતી.

અને તે ભણવામાં પણ ખૂબ જ હોશિયાર હોવાને કારણે શાળાના શિક્ષકો પણ તેમનાથી ખુશ હતા. તેને ક્યારેય ભણવા બાબતે કહેવું પડ્યું નહોતું અને દરરોજ તે શાળાએ જવા તૈયાર થઈ જતી હતી. પ્રિયા સાથે આવી ઘટના બની જતા માતા-પિતા ખૂબ જ રડી રહ્યા હતા અને તેમના ભાઈ બહેનોએ પણ તેમની નાની લાડકી બહેનને ગુમાવી હતી.

જેના કારણે ભાઈ બહેન પણ રડી રહ્યા હતા. એક દીકરી સાથે આવી અચાનક કરણ ઘટના બની જતા દરેક માતા-પિતાએ પોતાના બાળકોને એકલા મુકવા જોઈએ નહીં અને તેમના દરેક કામો પર ધ્યાન રાખવું જોઈએ. બાળકોને કોઈ પણ વસ્તુ મોમાં લેતા પહેલા અટકાવવા જોઈએ. આવી ઘટનાઓ આજકાલ ખૂબ જ બની રહી છે. જેના કારણે ઘણા બધા બાળકો પોતાના જીવ ગુમાવી રહ્યા છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *