મહિલાઓને નાના બાળકોને તો પાણીપુરીનું નામ સાંભળતાની સાથે જ મોઢામાં પાણી પણ આવવા લાગે છે. પાણીપુરી આટલી બધી લોકપ્રિય ચીજ વસ્તુ છે કે, તેનું નામ પડતા જ તરત જ ખાવાની ઈચ્છા થઈ જતી હોય છે. અને તીખું તમતું પાણી જ્યાં સુધી જીભને અડે નહીં ત્યાં સુધી તો ગુજરાતીઓને સ્વાદનો ચટકો લાગતો નથી..
પરંતુ ગમે ત્યાંની પાણીપુરી મોઢામાં લબોલબ મુક્તા પહેલા હજાર વખત વિચાર કરવો પડે તેવી એક ઘટના અત્યારે બની જવા પામી છે. અને જો કોઈ વ્યક્તિ તેમના સ્વાસ્થ્યનું ધ્યાન રાખશે નહીં તો આવનારા સમયની અંદર લાંબુ આયુષ્ય મેળવવું પણ ખૂબ જ મુશ્કેલ ભર્યું છે. આ ઘટના ઈશ્વર પાર્ક સોસાયટીની નજીક આવેલી હનુમાનજીની ડેરીની સામેની બાજુએ ભોલુ નામના પાણીપુરી વાળાની છે..
ભોલુ છેલ્લા ઘણા વર્ષોથી અહીં પાણીપુરીની લારી લગાવતો હતો અને આસપાસના વિસ્તારના સૌ કોઈ લોકોને ભોલુની પાણીપુરી ખૂબ જ વધારે ભાવતી હતી. એટલા માટે તેઓ ત્યાં પાણીપુરી ખાવા માટે આવી પહોંચતા હતા. મોટાભાગે જાહેરમાં વેચવામાં આવતો ખોરાક સ્વાસ્થ્ય લક્ષી હોતો નથી..
આ પાણીપુરીની લારી એવી જગ્યાએ ઉભી રહેતી હતી કે, ત્યાં આસપાસ ચારે બાજુ ગંદકીના જ દ્રશ્યો જોવા મળતા હતા. છતાં પણ ઘણા બધા લોકો સ્વાસ્થ્યનું ધ્યાન રાખ્યા વગર પોતાના મોઢામાં લબોલબ લારીની પાણીપુરી મૂકવા લાગતા હતા અને સ્વાદનો ચસ્કો મારતા હતા. જ્યારે એક વખત તંત્રના અધિકારીઓએ અહીં તપાસ ચલાવી હતી..
ત્યારે આ લારીની અંદરથી એવી ચીજ વસ્તુ મળી આવી છે કે, જેને જાણ્યા બાદ તમે પણ ગમે તે જગ્યાની પાણીપુરી ખાતા પહેલા 100 વખત વિચાર કરશો કારણ કે, આવી રીતે મન ફાવે તેવી ચીજ વસ્તુ ખાવાને કારણે કેન્સર જેવી મોટી બીમારીઓ પણ થઈ જતી હોય છે. તો ઘણી બધી વાર ફૂડ પોઈઝનિંગના કારણે કોઈ વ્યક્તિનું મૃત્યુ પણ થયા હોય તેવા પણ સામે આવી ચૂક્યા છે..
ફૂડ અને આરોગ્ય વિભાગના અધિકારીઓએ જુદી-જુદી ખાણીપીણીની જગ્યા ઉપર તપાસ ચલાવી હતી. જ્યારે ભોલુ નામના પાણીપુરીની લારી ચલાવનારા યુવક પાસે તપાસ કરવા માટે આવી પહોંચ્યા ત્યારે લારીની અંદર વેચવામાં આવતી પાણીપુરી બિલકુલ ખરાબ હોવાનું સામે આવ્યું હતું…
બટાકાના મસાલાની અંદર જીવાંતના પણ સેમ્પલ મળી આવ્યા હતા. આ ઉપરાંત હાથ મોજા પેહર્યા વગર જ લોકોને પાણીપુરી પીરસવામાં આવતી હતી. જ્યારે ભોલુના હાથની તપાસ કરવામાં આવી ત્યારે તેના હાથ પણ ખૂબ જ ગંદા અને મેલ ભર્યા હોય તેવું લાગતું હતું. આ સાથે-સાથે પાણીપુરીનું પાણી પણ ભેળસેળ વાળું હતું..
આ પાણી બનાવવા માટે તે ફિલ્ટર વાળું પાણી નહીં પરંતુ પાણીની પાઇપલાઇનમાં આવતું અશુદ્ધ પાણી વાપરતો હતો, આ ઉપરાંત ચણા બટાકાનો મસાલો પણ વાસી હોવાનું સામે આવ્યું છે. બધી જ ચીજ વસ્તુઓમાં ભેળસેળ જોવા મળતા ભોલુને પ્રેમથી સમજાવવામાં આવ્યો હતો અને તેને નોટીશ પણ ફટકારવામાં આવી છે..
ગમે તેવી ભેળસેળવાળી ચીજ વસ્તુઓ વેચીને ગ્રાહકના સ્વાસ્થયને ખરાબ કરવાનો કોઈ પણ વ્યક્તિને અધિકાર નથી, આવા લોકો સામે તાત્કાલિક ધોરણે કડકમાં કડક પગલાં પણ લેવાઈ જતા હોય છે. કારણ કે જુઓ શહેરના નાગરિકોનું સ્વાસ્થ્ય બરાબર ન હોય તો ખૂબ જ મોટી મુશ્કેલી પણ ઊભી થઈ જતી હોય છે…
આ અગાઉ પણ ખાણીપીણીની ઘણી બધી જગ્યાએ તપાસ ચલાવીને સેમ્પલ મેળવ્યા બાદ ભેળસેળ વાળી ચીજ વસ્તુઓ વેચનાર કરવામાં આવી હતી તેમજ દંડ પણ આપવામાં આવ્યો છે. તો કેટલી દુકાનોને અમુક સમયે પૂરતી સીલ પણ કરી દેવામાં આવી હતી..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]