Breaking News

મોબાઈલમાં મશગુલ થઈને ગેમ રમતી બાળકી ચાલતા ચાલતા 20 ફૂટ પાણી ભરેલા કુવામાં ખાબકી, લોકોએ નજર સામે જોયું પરતું કોઈએ પણ જીવ ન બચાવતા….

અત્યારના સમયમાં મોબાઈલ ફોનની ટેવ દરેક લોકોને થઈ ગઈ છે, જેમાં નાના બાળકો આજકાલ મોબાઈલ ફોનનો ખૂબ જ ઉપયોગ કરી રહ્યા છે, તેઓ મોબાઇલ ફોનમાં અવનવા વિડીયો જોઈ રહ્યા છે અને મોબાઈલ ફોનમાં ગેમમાં ગેમ રમવામાં તેઓ ખૂબ જ ઉત્સુક થઈ રહ્યા છે. જો નાના બાળકોને ફોન આપવામાં ન આવે તો તેઓને ખૂબ જ ખોટું લાગી જાય છે.

જેના કારણે દરેક માતા-પિતા પોતાના બાળકોને ગેમ રમવા માટે ફોન આપી રહ્યા છે, જેણે કારણે બનતી ઘટનાઓ સામે આવી રહી છે. આવી જ ઘટના એક માસુમ બાળકી સાથે બની હોવાનું સામે આવ્યું હતું. આ ઘટના શિવપુરી જિલ્લાના સુર્વાયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી. ગેડીબ્રોડ ગામમાં પરિવાર રહેતું હતું.

પરિવારમાં પતિ-પત્ની અને તેમના બે બાળકો રહેતા અને પરિવારમાં રહેતા પિતાનું નામ ભોલા સરદાર અને માતાનું નામ ગીતા છે અને દીકરીનું નામ ગુડ્ડી હતું. ગુડીથી નાનો એક ભાઈ છે. ભાઈની ઉંમર 1 વર્ષની છે અને ગુડ્ડીની ઉંમર 8 વર્ષની હતી. ગુડ્ડી તેમના માતા-પિતાની લાડકી દીકરી હતી. તે જ ગામની શાળામાં અભ્યાસ કરવા માટે જતી હતી.

ધોરણ 5 માં ગુડ્ડી અભ્યાસ કરતી હતી. દીકરી ગામની બીજી તેમની બહેનપણીઓ સાથે શાળાએ જતી હતી અને શાળાએથી આવીને રમવા જતી હતી. એક દિવસ તે પોતાની માતાને ખબર ન હોય તેમ ઘરેથી મોબાઈલ ફોન લઈને ગામમાં જતી રહી હતી અને તેમની બહેનપણીઓ સાથે તે રમી રહી હતી.

મોબાઇલમાં ફોન પર ગેમ રમતી હતી અને રમતી-રમતી તે એક કૂવા પાસે પહોંચી ગઈ અને તેમનું ધ્યાન મોબાઈલ ફોનમાં ગેમ રમવામાં હતું તે મોબાઈલમાં જોઇને ચાલી રહી હતી. તે સમયે અચાનક જ રસ્તામાં કુવો હતો તેનું ધ્યાન ગુડ્ડીને ન રહેતા તે કૂવામાં પડી ગઈ હતી. ગામમાં આસપાસ રહેલા લોકોએ દીકરીને કૂવામાં પડતી જોઈ હતી.

તરત જ તેઓ દીકરીને બચાવવા માટે કુવા તરફ દોડયા હતા. કુવામાં 20 ફૂટ જેટલું પાણી ભર્યું હતું. જેના કારણે ગામના કોઈપણ વ્યક્તિઓ દીકરીને બચાવવા માટે કુવામાં પડ્યા નહીં દરેક લોકોમાં જોઈ રહ્યા હતા પરંતુ તેમને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો ન હતો ત્યારબાદ ગામના બીજા વ્યક્તિ હોય તરત જ તેમની પરિવારજનોની આ ઘટનાની જાણ કરી હતી.

જાણ કરતા તેમની માતા દોડતી દોડતી ગામના પાદરે પહોંચી હતી અને દીકરી ને બચાવવા માટે આજીજી કરી રહી હતી. ત્યારબાદ બાળકી કુવામાં પડી ગઈ તેની 15-20 મિનિટ પછી જોયું તો કુવામાં મોબાઈલ ફોન દેખાઈ રહ્યો હતો ત્યારબાદ ગામના બે લોકો કુવાની અંદર ગયા અને દીકરીને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો.

પરંતુ દીકરીનું આટલી વારમાં મૃત્યુ થઈ ગયું હતું ત્યારબાદ પોલીસને આ ઘટનાની જાણ કરવામાં આવી હતી. જેના કારણે પોલીસ ગામમાં કુવા પાસે પહોંચી હતી અને પોલીસે પોતાની તપાસ ચાલુ કરી હતી. પરિવારની દીકરીએ નિર્દોષ રીતે જીવ ગુમાવ્યો હતો. મોબાઇલ ફોનમાં ગેમ રમતા રમતા તેણે પોતાના માસુમ જીવને ગુમાવી દીધો હતો.

અને તેમના પરિવારજનો દીકરીના મૃત્યુને કારણે આઘાતમાં આવી ગયા હતા. આજકાલના ખૂબ જ બની રહી છે બાળકોને મોબાઇલ ફોનની આદત થઈ જતા તેઓ પોતાના નિર્દોષ જીવ ગુમાવી રહ્યા છે. માતા-પિતાએ પોતાના બાળકોનું ખુબ ધ્યાન રાખવું જોઈએ.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *