Breaking News

મિત્રની ગાડીમાં પંચર પડતા બે યુવકો મદદ માટે બુલેટ લઈને ગયા, અડધે રસ્તે જ જીપે ટક્કર મારી દેતા મરણચીખોથી ગુંજી ઉઠ્યો આખો રોડ..!

દિવસેને દિવસે વાહનો વધતા લોકોની અવરજવર ખૂબ જ વધી છે અને લોકો સરકારના ટ્રાફિકના નિયમોનું પાલન ન કરીને બીજા લોકોના જીવને જોખમમાં મૂકી રહ્યા છે. આવી જ ઘટના હાલમાં સામે આવી હતી. આ ઘટના વડોદરા શહેરમાં બની હતી. અવારનવાર વડોદરા શહેરમાં અકસ્માતોના કિસ્સાઓ ખૂબ જ બની રહ્યા છે.

વડોદરાના સાવલી રોડ પર આસોજ ગામ પાસે મોડી સાંજે આ ઘટના બની હતી. ભયાનક અકસ્માતમાં ત્રણ મિત્રોએ જીવની જોખમમાં મૂક્યા હતા. વડોદરાના પાણીગેટ બાવચાવાડમાં રહેતા દેવ રજનીશભાઈ કહાર તેમની ઉંમર 17 વર્ષની હતી. તેની સાથે તેનો બીજો મિત્ર ગૌતમ નંદલાલ કહાર, તેમની ઉંમર પણ 17 વર્ષની હતી.

અને ત્રીજો મિત્ર જે દતેશ્વર સાઈનાથ નગરમાં રહેતા કિશન કાળુભાઈ વણઝારા તેમની ઉંમર 18 વર્ષની હતી. આ ત્રણે મિત્રો મંજુસરના જીઆઇડીસી રોડ ઉપરથી પોતાની બુલેટ લઈને આસોજ ગામના પાટીયા પાસે પોતાની બાઈક ચલાવી રહ્યા હતા. જેમાં દેવ ધોરણ 10 માં અભ્યાસ કરતો હતો અને કિશન મંજુસર પાસેની કંપનીમાં નોકરી કરતો હતો.

તેની બાઈકને પંચર પડતાં તેણે ગૌતમને મદદ માટે બોલાવ્યો જેના કારણે ગૌતમે તેમના મિત્ર દેવને સાથે લઈ ગયો હતો અને બંને મિત્રો કિશન પાસે પહોંચ્યા હતા. પહોંચી તેવો કિશનને લઈને પોતાના ગામ પરત આવી રહ્યા હતા અને ત્રણે મિત્રો બુલેટ પર ત્રણ સવારી જઈ રહ્યા હતા. તે સમયે અચાનક સામેની બાજુથી એક બોલેરો જીપ ચાલક ઝડપી સ્પીડમાં આવી રહ્યો હતો.

તે રોંગ સાઈડ પર પોતાની જીપ ચલાવી રહ્યો હતો અને તેમણે આ ત્રણેય મિત્રોને બુલેટને અડફેટે લીધી હતી. ત્રણેય મિત્રો રોડ પર ફંગોળાયા હતા. ફંગોળાતાની સાથે જ કિશન અને ગૌતમ ઉછળીને પડ્યા બંને ઉછળતા જ તેઓના માથા જમીન સાથે અથડાયા હતા અને દેવ ના પગ ઉપર બુલેટ આવી જતા તેમને પગ અને માથાના ભાગે ઈજા થઈ હતી.

તરત આ અકસ્માત સર્જાતા તરત જ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને એમ્બ્યુલન્સને ફોન કરવામાં આવ્યો હતો. જેના કારણે ત્રણેય મિત્રોને એમ્બ્યુલન્સમાં લઈ જવામાં આવ્યા હતા પરંતુ સારવાર દરમિયાન ગૌતમ અને કિશનનું મૃત્યુ થઈ ગયું હતું. દેવને બંને પગમાં ફેકચર થઈ ગયા હતા અને માથાના ભાગમાં ઈજા થઈ હતી.

ત્રણેય મિત્રોના પરિવારજનોને આ ઘટનાની જાણ કરવામાં આવી હતી. પરિવારજનોને જાણ થતા તરત જ પરિવારજનો હોસ્પિટલ પહોંચ્યા હતા અને પોલીસને પણ આ ઘટનાની જાણ કરવામાં આવી હતી. પરિવારજનોને ગૌતમ અને કિશનના મૃત્યુની જાણ થતાં તેઓ આઘાતમાં આવી ગયા હતા. તેઓના એકના એક દીકરાનું આવું કરુણ મૃત્યુ થઈ જતા તેઓ પોતાનું ભાન ભુલાવી બેઠા હતા. આજકાલ નાની વયના કિશોર સાથે આવી ઘટનાઓ બની જતા તેઓ પોતાની જિંદગી ગુમાવી રહ્યા છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *