Breaking News

મીની બસ અને પીકઅપ વચ્ચે રહસ્યમય રીતે થયો ગમખ્વાર અક્સમાત, 28 લોકોની હાલત ગંભીર…. વાંચો.

ગુજરાતમાં રોજ અકસ્માતના ચારથી પાંચ બનાવો બને છે. દિવસેને દિવસે અકસ્માતોમાં લોકો જીવ ગુમાવી રહ્યા છે. ઝડપની મજા હવે મોતની સજા બનતી જાય છે, ત્યારે આજે સવારે વલસાડ તાલુકાના કાંજણરણછોડ ગામની નજીક એક મીની બસ અને પીકઅપ વાન વચ્ચે એક રહસ્યમય રીતે ગમખ્વાર અકસ્માત નોંધાયો હતો.

આ અકસ્માત એવી રીતે બન્યો હતો કે જે જોતા એવું જ લાગે કે શું આવી રીતે પણ વાહનો ભટકાઈ શકે ખરા? આ અકસ્માતમાં 28 મજૂરોને ગંભીર ઇજા પહોંચી છે. જેમાંથી ૧૫ મજૂરોની હાલત ખૂબ જ ગંભીર છે. આ એક ખૂબ મોટો અકસ્માત છે.

ધરમપુર તાલુકાના જાગીરી ગામના 30 મજૂરો બાંધકામની મજૂરી માટે વલસાડ જતા હતા. વલસાડમાં તેઓએ મકાનના સ્લેપ ભરવાના કામ રાખેલા હતા. સાત મહિલા અને આઠ પુરુષ પીક અપ વાનની પાછળના ભાગમાં બેઠા હતા. પીક અપ વાન પૂર ઝડપે વલસાડ તરફ આગળ વધી રહ્યું હતું.

ત્યારે જ પીક અપ ચાલકે આગળ એક વળાંક આવતા સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવી દીધું હતું. અને પિક અપ વાન એવી રીતે અથડાયું હતું  કે જોતા એવું જ લાગે કે આ પીક અપ નો કુચો અહીં બોલી ગયો હશે. પરંતુ પીક અપ સહી સલામત હતું અને તેની અંદર રહેલા 28 મજૂરોને ઇજા પહોંચી હતી.

જે મજૂરો પીક અપ ની પાછળના ભાગમાં બેઠા હતા તેઓની હાલત થોડીક વધારે ગંભીર છે. પીક અપ રોડ પર ઊભેલી એક મીની બસ સાથે ધડાકાભેર અથડાયું હતું. અવાજ આવતાં આજુબાજુના લોકો તરત દોડી આવ્યા હતા અને ઘાયલ થયેલા લોકોને પીક અપ અને મીની બસમાંથી બહાર કાઢ્યા હતા.

જે લોકોની હાલત ખુબ ગંભીર છે તેઓને વાહનમાંથી બહાર કાઢીને 108 મારફતે ખેરગામ, વલસાડ અને ધરમપુરની હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર માટે તાત્કાલિક ધોરણે ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાની જાણ ભાજપના મહામંત્રી દિનેશ ચૌધરીને થતા તેઓ હોસ્પિટલ ખાતે ખબર પૂછવા પહોંચી ગયા હતા તેમજ પોતાનો મોબાઈલ નંબર આપીને કોઈ પણ પ્રકારની મદદ માટે આશ્વાસન આપ્યું હતું.

પીક અપ નો ડ્રાઇવર જયેશ નારસિંગ સામે વલસાડ રૂરલ પોલીસે ફરિયાદ નોંધી છે. અકસ્માત થતાં જ પીકઅપ ચાલક ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો. પોલીસ તેની તપાસ કરી રહી છે.

ધરમપુરની હોસ્પિટલમાં જે મજૂરો સારવાર લઇ રહ્યા છે. તેઓના નામ અનિલ બાબુભાઈ, કનુ યાદવ, સુરેશ કન્ગડીયા,  વનીતાબેન જાદવ, લક્ષ્મણ પવાર, રાકેશ જાદવ, મોહન પવાર ,વનિતા મહેશ, ઝીણાભાઈ જાદવ ,સંગીતા જાદવ, મીરા જશવંત ,નયના જશુભાઈ, ગોવિંદ જાદવ અને મંજુલા મોતીરામ છે.

આ લોકોએ વિચાર્યું પણ નહીં હોય કે અમે કામ-ધંધે પહોંચે તે પહેલાં જ અમારી સાથે આ પ્રકારનો અકસ્માત ઘટશે. તેઓ પોતાના પરિવારથી દૂર કામ-ધંધે જાય છે તેથી તેઓ ના પરિવારને પણ આ લોકોની ચિંતા સતાવી રહી છે. હાલ તેઓ હોસ્પિટલમાં સારવાર લે છે. આપડે આશા કરીએ કે તેઓ જલ્દી સ્વસ્થ થઈ જાય..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *