Breaking News

મેલડી માતાજીના મંદિરના ભોંયરામાંથી મળ્યું એવું કે જોતા જ પોલીસ સહીતના લોકોને આવી ગયા ધોળા દિવસે અંધારા.. જાણો..!

ભારતએ માનવતા અને ધર્મનો દેશ છે. દરરોજ લોકો મંદિરે ભગવાનને પ્રાર્થના કરવા માટે જતા હોય છે. તેમજ મનની શાંતિ મેળવતા હોય છે. મંદિરે શાંતિનું પ્રતીક ગણાય છે. પરંતુ અમુક લોકો પોતાના કાળા કારનામા કરવા માટે મંદિર જેવી પવિત્ર જગ્યાઓને પણ બાકી મૂકતા નથી.

મંદિર પણ કાયદાકીય સમજ ધરાવતા લોકોનો શક ઓછો જાય એટલા માટે અમુક લોકોએ મંદિરને જ ગોરખધંધા નું સ્થળ બનાવી દીધું છે. ભગવાનની પૂજા-અર્ચનાને બાજુ પર મૂકીને મંદિરની અંદર ન કરવાના કામો થવા લાગ્યા છે. હાલ એવો જ એક ચોંકાવનારો બનાવ ગાંધીનગરના ડભોડા વિસ્તારમાં બન્યો છે.

ડભોડા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ વિપુલભાઈ નાથુભાઈને એક ખૂબ મોટી બાતમી મળી હતી. આ બાતમી મુજબ ડભોડા પોલીસ રામનગર વિસ્તારમાં પહોંચી ગયા હતા. અને નવઘણજી પ્રતાપજી વાઘેલા નામના યુવક પર નજર રાખીને બેઠા હતા. પોલીસને નવઘણજી પ્રતાપજી વાઘેલાના ઘરનો અતોપતો મળી જતાં પોલીસે તેના ઘરે રેડ પાડી હતી..

પરંતુ ઘરે તેની માતા હતી. નવઘણજી ઘરે ન હોવાથી પોલીસે ઘરની તપાસ શરૂ કરી હતી. પરંતુ ઘરમાં ચીજવસ્તુ મળી આવી હતી નહીં અંદાજે બે કલાક સુધી તપાસ ચલાવ્યા બાદ પણ કશું જ મળ્યું હતું નહીં ઘરની બહાર નીકળતાએ સમય દરમિયાન ઘરની પાછળની બાજુ મેલડી માતાનું મંદિર આવેલું હતું..

પોલીસનો કાફલો મંદિરમાં આવી પહોંચ્યો હતો. મંદિરના પરિસરની પાછળના ભાગે જોયું તો એક ખુબ મોટું ભોયરું મળી આવ્યું હતું. આ ભોયરાના મળતાની સાથે જ પોલીસના અધિકારીઓની સાથે સાથે આસપાસના લોકોના હોંશ ઉડી ગયા હતા. જ્યારે ભોયરાનો દરવાજો ખોલીને જોવામાં આવ્યું તો તેની અંદરથી વિદેશી દારૂની ખૂબ મોટા જથ્થામાં બોટલો મળી આવી હતી..

આ જોતાની સાથે જ કોઈ લોકો ચોંકી ઉઠ્યા હતા કે આખરે નવઘણજી પ્રતાપજી વાઘેલા નામના યુવકે મંદિરને શા માટે ટાર્ગેટ બનાવી હશે. દારૂ ને સંતાડનાર વ્યક્તિએ ધર્મ આસ્થાના પ્રતીક ને પોતાના ગોરખધંધાનું સ્થળ બનાવી દીધું હતું. જે બિલકુલ ખોટી બાબત છે. આ બાબત સામે આવતાની સાથે જ ગામના સૌ લોકોએ આ વ્યક્તિ ઉપર રોષ ઠાલવ્યો હતો.

મંદિરના ભોયરાની અંદરથી અંદાજિત 1,65,000 રૂપિયાની કિંમતનો દારૂ મળી આવ્યો હતો. જ્યારે 1,72,000 રૂપિયાની કિંમતના બીયરના ટીન પણ મળી આવ્યા હતા. હેડ કોન્સ્ટેબલને મળેલી બાતમી મુજબ નવઘણજી પ્રતાપજી વાઘેલાના દારૂનો મોટો જથ્થો પોલીસે જપ્ત કર્યો હતો. અને નવઘણજીને પકડી પાડ્યા બાદ તેની સામે ગુનો નોંધ્યો હતો.

આ ઉપરાંત તેની કડક પૂછતાછ પણ કરવામાં આવી હતી. જેમાં જાણવા મળ્યું છે કે, આરોપી બીજા રાજ્યોમાંથી દારૂની હેરાફેરી કરીને ચોરીછૂપીથી વેચાણ કરતો હતો. અગાઉ પણ રાજસ્થાની એક ગૌશાળાના ભોંયરામાંથી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે જ્યારે બાતમીના આધારે આરોપીના ઘરે દરોડા પાડયા હતા..

એ વખતે ઘરેથી કોઈપણ ચીજવસ્તુઓ મળી હતી નહીં. પરંતુ ઘરની બાજુમાં રહેલી ગૌશાળામાં તપાસ કર્યા બાદ જણાવ્યું કે ગૌશાળા ની વચોવચ એક મોટું ભોયરું આવેલું છે. ગૌશાળા ખાલી કરાવીને આ ભોયરાની તલાશ કરતા તેની અંદરથી ખૂબ મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો રહેલો હતો.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *