Breaking News

મેઘરાજાના રૌદ્ર સ્વરૂપથી વીજળી પડતા ખેતરે ઝાડ નીચે બાંધેલી 3 ભેંસોના એક જ ઝાટકે મોત, તરફડી તરફડીને થયું મોત થતા પશુમાલિક ઊંડા આઘાતમાં..!

હવામાન વિભાગની આગાહી મુજબ મેઘરાજા સમગ્ર ગુજરાતમાં રમઝટ બોલાવી રહ્યા છે. જુદા જુદા વિસ્તારોમાં મેઘરાજા મનમુકીને વરસાદ વરસાવી રહ્યા છે. ગઈકાલે સાંજે મધ્ય ગુજરાતમાં પણ સારો વરસાદ વરસ્યો છે. જેમાં અમદાવાદના વેજલપુર, બોપલ, નારણપુરા, આશ્રમ, થલતેજ, નેહરુનગર, વસ્ત્રાપુર, એસ.જી.હાઈવે, પ્રહલાદ નગર, સેટેલાઈટ, ઘાટલોડિયા, એલિસબ્રિજ, પાલડી, સરખેજ અને રિવરફ્રન્ટ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસ્યો છે.

લાંબા સમય બાદ વરસાદ વરસતા વાતાવરણમાં એક એક ઠંડક પ્રસરી ગઈ હતી. અને આ વરસાદને પગલે ખેડૂતો પણ ખુશાલ થયા છે. પરંતુ અમુક વિસ્તારોમાં મેઘરાજાના રૌદ્ર સ્વરૂપના કારણે કેટલાય લોકો સહિત ખેતર માલિકોને પણ ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. આ ઉપરાંત કેટલાક તાલુકાઓમાંથી ખૂબ જ માઠા સમાચાર પણ સામે આવ્યા છે..

અમદાવાદ શહેરના નીચેવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા શરૂ થઈ ગઈ હતી. આ ઉપરાંત કેટલાક રોડ ઉપર વૃક્ષો ધારાશાયી થવાને કારણે ટ્રાફિક સર્જાવાના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. આ સાથે સાથે ઘણી જગ્યા પર વીજ પોલ પણ ધારાશાયી થયા છે. ભારે વરસાદને કારણે સૌરાષ્ટ્રના દ્વારકાના વીજલપર ગામમાં પણ માઠા સમાચાર સામે આવ્યા છે..

આ ગામમાં કડાકાભડાકા સાથે વરસાદ ખાબકવાની શરૂઆત થઈ ગઈ હતી. તેવામાં અચાનક જ વીજળી પડતા એક ખેડૂતે પોતાની વાડી વિસ્તારમાં ઝાડની નીચે પોતાની 3 ભેંસ બાંધેલી હતી. આ ત્રણે ભેંસો વીજળી પડવાને કારણે મૃત્યુ પામી છે. એક જ ઝાટકે ત્રણ ભેંસોના મૃત્યુ થતા આ ખેડૂત પરિવાર પર આભ ફાટ્યું છે.

અને પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. કારણકે ખેડૂતના ઘરની મોટા ભાગની આવક આ ત્રણ ભેંસો પર નિર્ધારી હતી. પરંતુ એક જ ઝાટકે ત્રણ ભેંસોના મૃત્યુ થઈ જતા પરિવારજનો ખૂબ જ ઊંડા આઘાતમાં મુકાઈ ગયા છે. આ ગામમાં વીજળી પડવાને કારણે ભેંસોના મોતનો મામલો સામે આવ્યો છે. જેની બાબતને લઇને મોટા મોટા અધિકારીઓને પણ જાણ કરી દેવામાં આવી છે.

સૌરાષ્ટ્રના જૂનાગઢ, માંગરોળ પંથકમાં પણ ખૂબ સારો વરસાદ વરસ્યો છે. ચોરવાડ વિસ્તારની આજુબાજુના ગામોમાં ભારે ગાજવીજ સાથે વરસાદ જોવા મળ્યો હતો. આ સાથે સાથે કુકરવાડા, લાગોદરા સહિતના પંથકોમાં મેઘરાજાએ ભારે ધડબડાટી બોલાવી દીધી છે. દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી અને સુરતમાં છેલ્લા ચાર દિવસથી સતત વરસાદ થઈ રહ્યો છે..

અમુક તાલુકાઓમાં છુટાછવાયા ઝાપટા વરસી રહ્યા છે. તો અમુક તાલુકાઓમાં મેઘરાજાએ રુદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. જેમાં ઉમરપાડામાં વરસાદનું જોર દિનપ્રતિદિન વધી રહ્યું છે અને વીજળીના કડાકા ધડાકા સાથે પવનના સૂસવાટા પણ નીકળી રહ્યા છે. ઉમરપાડા તાલુકામાં આજના સુધીનો સૌથી મહત્તમ વરસાદ નોંધાઈ ચૂક્યો છે..

આ ઉપરાંત વાવણીલાયક વરસાદ વરસતા જ ડાંગ, નવસારી, વલસાડ અને સૂરત જિલ્લાના ખેડૂતો ખુશખુશાલ થયા છે. ડાંગમાં વરસાદી માહોલ સર્જાતા જ હિલ સ્ટેશન જેવો માહોલ સર્જાઈ ગયો છે. એને સુરતના સહેલાણીઓ સાપુતારા જેવા હિલ સ્ટેશનની મજા માણવા માટે પહોંચી ગયા છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *