Breaking News

વિડીયો કોલમાં કહ્યું, ‘દીકરા મેં બધાના પૈસા ચૂકવી દીધા છે, તું કોઈને મુકતો નહિ’ કહીને પિતાએ ઝેરના ઘુંટડા પીઈને આત્મહત્યા કરી..!

છેલ્લા ઘણા દિવસોથી ગુજરાતમાં આત્મહત્યાનું પ્રમાણ દિવસે દિવસે વધી રહ્યું છે. ઘરેલુ કંકાસમાં અથવા તો વ્યવહારુ જીવનમાં થયેલી બોલાચાલીના લીધે તેમજ વ્યાજખોરોના ત્રાસની લીધે થી અનેક વ્યક્તિઓ આત્મહત્યા કરી લેતા હોય છે. જો પોતાની મૂંઝવણને અન્ય કોઈ વ્યક્તિ સામે રજૂ કરવામાં આવે તો તેનો યોગ્ય હલ નીકળી શકે છે…

પરંતુ આજકાલ લોકો પોતાની મૂંઝવણ એકબીજા સાથે શેર કરવાને બદલે અંદરો અંદર મૂંઝાઈને આત્મહત્યા કરી લે છે.. અત્યારે રાજકોટમાં એક એવો જ કિસ્સો સામે આવ્યો છે. રાજકોટ જીલ્લાના ધોરાજી-જેતપુર વચ્ચે આવેલા ગુંદાળા ગામે વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને એક વ્યક્તિએ જીવન ટૂંકાવી દીધું છે…

આ ઘટના બનતા જ આસપાસના લોકોમાં સન્નાટો મચી ગયો છે. મૃતક વ્યક્તિ કેટલો બધો કંટાળી ગયો હશે કે છેલ્લે તેણે આ પગલું ભરવાનો વારો આવ્યો છે. વ્યક્તિએ આપઘાત કર્યો એ પહેલા તેણે તેના દીકરા રોનકને વીડિયો કોલ કર્યો હતો. જેમાં તેણે કેટલાક ખુલાસા કર્યા છે.

વિડીયો કોલમાં વ્યક્તિ ખુબ જ ડરેલા હોઈ તેવા લાગે છે અને કરુણ અવાજમાં દીકરાને કહે છે કે મેં બધાને ઉધાર લીધેલા પૈસા ચૂકવી દીધા છે.. હવે તું આ લોકોને છોડતો નહી.. આ લોકોના ત્રાસથી હું કંટાળી ગયો છું અને આ પગલું ભરું છું.. પરતું તું આ લોકોને કડકમાં કડક સજા અપાવજે.. આ પ્રકારના શબ્દો પિતાના મોઢેથી સાંભળીને દીકરો પણ અત્યારે ભાંગી પડ્યો છે.

આ બનાવ ધોરાજી-જેતપુર વચ્ચે આવેલા ગુંદાળા ગામનો છે. વ્યક્તિએ વિડીયો કોલમાં જણાવ્યું કે મને વ્યાજખોરો ખુબ જ ત્રાસ આપતા હતા. મેં તેઓને પૈસા ચૂકવી દીધા હતા છતાં પણ તેઓ રોજ રોજ મારી પાસેથી પૈસા માંગીને મને સતામણી કરતા હતા. હવે આ બધી પળોજણથી કંટાળી ગયો છું…

તેઓએ એક સ્યુસાઇડ નોટ પણ લખી છે. જેમાં તેઓએ ટોટલ 11 વ્યક્તિના નામ લખ્યા છે. નામ અને સરનામાં સાથેની માહિતી આપીને કહ્યું છે કે આ લોકો રોજ રોજ મને હેરાન કરતા હતા. આ નામની યાદી નો ખુલાસો થતા જ વ્યાજખોરો ભૂગર્ભમાં ચાલ્યા ગયા છે. નામ ની યાદીમાં કેટલાક ચોંકાવનારા નામનો પણ ખુલાસો થયો છે.

આ યાદીમાં કોંગ્રેસ કોર્પોરટર શારદાબેન વેગડા પણ સામેલ છે. જેતપુર પોલીસે કોર્પોરટર શારદાબેન વેગડા તેમજ અન્ય 11 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધી છે અને આગળની કાર્યવાહી હાથધરી છે. આ યાદીમાં શારદાબેન વંગડા-  ખીરસરા ગામ, જશરાજભાઈ વાંક – ખીરસરા ગામ, રાજુભાઈ બોદર- ખીરસરા ગામ, મુન્નાભાઈ બોદર -ખીરસરા ગામ નો સમાવેશ કરવામાં આવ્યો હતો.

તેમજ દેવાભાઈ – ખીરસરા ગામ, રામકુભાઈ – ગામ વાડાસળા, નાથાભાઈ – ભાડ ગામ ખજુરી ગુંદાળ, મનુભાઈ- ખજુરી ગુંદાળ, કિશોરભાઈ – ખજુરી ગુંદાળ, હિરાભાઈ પરબત ભાઈ- ખજુરી ગુંદાળ, પ્રવિણભાઈ –  ખજુરી ગુંદાળ, નારણભાઈનો ઉલ્લેખ કર્યો છે. પોલીસ હાલ આ તમામ લોકોની તપાસ કરી રહી છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *