Breaking News

MBBS ની વિદ્યાર્થીનીએ હોસ્ટેલમાં પોતાની રૂમમાં અંતિમ નોટ લખીને દવાના ઓવર ડોઝ લઇ કર્યો આપઘાત, અંતિમ નોટ વાંચતા જ..!!

આજની યુવાન પેઢીના યુવક-યુવતીઓ નાની નાની વાતમાં કંટાળીને પોતાના જીવનને જોખમમાં મૂકી રહ્યા છે અને તેમના પરિવારના લોકોને મુશ્કેલીમાં મૂકી રહ્યા છે. અવારનવાર આવા કિસ્સાઓ સામે આવતા આજના યુવક-યુવતીઓ પણ આવી ઘટનાઓ કરવા માટે દોરાઈ રહ્યા છે. આવી જ એક કરુણ ઘટના ભોપાલમાં આવેલી હોસ્ટેલમાં રહેતી યુવતી સાથે બની હતી.

યુવતીનું નામ ડોક્ટર આકાંક્ષા મહેશ્વરી હતું. તેમની ઉંમર 24 વર્ષની હતી. આકાંક્ષા દિનદયાનગર વિસ્તારમાં આવેલા આદિત્ય પુરમમાં પોતાના પરિવાર સાથે રહેતી હતી. આકાંક્ષાએ પરિવાર સાથે રહીને MBBS પૂરું કર્યું હતું. ત્યારબાદ આકાંક્ષા જીએમસીનો અભ્યાસ કરવા માટે ભોપાલમાં આવેલી ગાંધી મેડિકલ કોલેજમાં એડમિશન લીધું હતું.

અને તે કોલેજમાંથી બાળરોગ વિભાગમાં પીજી કરી રહી હતી. આકાંક્ષા ભણવામાં ખૂબ જ હોશિયાર હોવાને કારણે તેમને માતા પિતા તેને અભ્યાસમાં આગળ વધારવા માંગતા હતા. બાળ રોગ વિભાગમાં પીજી કરી રહી હતી. તેમાં આકાંક્ષા પહેલા વર્ષમાં હતી. આકાંક્ષા હોસ્ટેલમાં રહીને તેમનો અભ્યાસ કરી રહી હતી.

તે પોતાના મિત્રો સાથે પણ ખૂબ જ હળી મળીને રહેતી હતી. આકાંક્ષાને મિત્રો સાથે પણ ખૂબ જ સારું એવું બનતું હતું. પરંતુ તે ઘણા સમયથી બીજી કોઈ વાતને લઈને ખૂબ જ કંટાળી ગઈ હોય તેવું મિત્રોને લાગી રહ્યું હતું. મિત્રો વારંવાર આકાંક્ષાને તેને કોઈ મુશ્કેલી છે તેમ પૂછતા હતા પરંતુ આકાંક્ષા વાતને કાઢી નાખતી હતી.

એક દિવસ આકાંક્ષા પોતાની હોસ્ટેલમાં રૂમમાં દરવાજો બંધ કરીને રાત્રે સુવા જતી રહી હતી. સવાર થતા હોસ્ટેલમાં તેમની સાથે રહેતી બીજી તેમની બહેનપણીઓએ આકાંક્ષાને સવારથી બહાર આવતા કે તેમનો દરવાજો પણ ખુલ્લો જોયો ન હતો. જેના કારણે તેમની બહેનપણીએ દરવાજો ખખડાવ્યો ત્યારે આકાંક્ષાએ દરવાજો ખોલ્યો નહીં.

જેના કારણે હોસ્ટેલમાં તેમની સાથે રહેતી બીજી વિદ્યાર્થીનીઓ ભેગી થઈ હતી અને હોસ્ટેલના ગાર્ડને આ વાતની જાણ કરી હતી. ગાડીએ જીએમસી મેનેજમેન્ટને આ વાતની જાણ કરી હતી. તરત જ પોલીસને પણ બોલાવવામાં આવી હતી. પોલીસઘટના સ્થળે પહોંચી અને દરવાજાને તોડી નાખવામાં આવ્યો હતો. તે સમયે આકાંક્ષા પોતાના બેડ પર બેભાન હાલતમાં મળી આવી હતી.

આકાંક્ષાને જોઈને હોસ્ટેલની તેની બીજી બહેનપણીઓ ગભરાઈ ગઈ હતી. હોસ્ટેલને આકાંક્ષાની તરત જ હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. તે સમયે ડોક્ટરે આકાંક્ષાની તપાસ કરીને જણાવ્યું હતું કે આકાંક્ષાએ એનેસ્થેસિયા ઇન્જેક્શનના 2.5 એમએલના ચાર ડોસ લીધા હતા અને આ સિવાય પેનકિલરનો ડોઝ લેવામાં આવ્યો હતો.

એનેસ્થેસિયાના ઇન્જેક્શન ખૂબ જ વધુ માત્રામાં લેવામાં આવ્યા હતા. જેના કારણે તેમણે ઓવરડોઝ લીધાની જાણ થઈ હતી. તે જ્યારે પોતાની પથારીમાં સુતી હતી. તે જ અવસ્થામાં તેમનું મૃત્યુ થઈ ગયું હતું. પોલીસને આકાંક્ષાની રૂમની તપાસ કરતા દવાની ખાલી બોટલો પણ મળી આવી હતી અને સાથે આકાંક્ષાએ લખેલી અંતિમ નોટ પણ મળી આવી હતી.

આ અંતિમ નોટને વાંચીને પોલીસ પણ ચોકી ગઈ હતી. આકાંક્ષાએ લખ્યું હતું કે, ‘હું એટલી બધી મજબૂત નથી, મારામાં સહનશક્તિ ઓછી છે, હું એટલો બધો તણાવ સહન કરી શકતી નથી, મને માફ કરી દેજો, મમ્મી-પપ્પા મારા મિત્રો પાસે પણ હું માફી માંગુ છું, મને પ્રેમ આપવા બદલ સૌ કોઈનો આભાર, હું સહન કરી શકતી નથી, જેથી આપ પગલું ભરી રહી છું’.

હું બીજા કોઈ કારણોસર મારો જીવ ગુમાવી રહી છું. આવી અંતિમ નોટ લખીને તેમણે દવાના ઓવરડોઝના ઇન્જેક્શન લઈને પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ ઘટનાની જાણ તેમના પરિવારના લોકોને કરવામાં આવી હતી. જેના કારણે પરિવારના લોકો ભોપાલ આવવા માટે નીકળી ગયા હતા. પોલીસ આગળની તપાસ કરી રહી હતી..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *