Breaking News

કમોસમી માવઠાથી ક્યારે મળશે છૂટકારો? તોફાની વરસાદને લીધે ખેડૂતો માથે આફતના વાદળો ઘેરાયા.. વાંચો..!

ચોમાસાની સિઝનમાં ભારે વરસાદ વરસ્યા બાદ શિયાળાની સીઝનમાં પણ વરસાદ ઉભો રેવાનુ નામ નથી લેતો. એક પછી એક વાવાઝોડાઓ દસ્તક દેતા જાય છે. તેવી જ રીતે એક પછી એક માવઠાઓ પણ કહેર મચાવવા માટે પહોંચી જાય છે. અત્યારે ગુજરાત પર ભયંકર માવઠાઓ પ્રહાર કરી રહ્યા છે.

જેના કારણે ખેડૂતો ભારે ચિંતામાં મુકાઈ ગયા છે. આ વર્ષે વરસાદે ખેડૂતોને હેરાન કર્યા છે કે, અત્યારે સૌ કોઈ લોકો એક જ પ્રાર્થના કરી રહ્યા છે કે હવે આ માવઠાઓ ક્યારે જશે? આ માવઠાઓ થી ક્યારે છૂટકારો મળશે. હવે સૌ કોઈ લોકો વરસાદની આ સ્થિતિથી કંટાળી ગયા છે.

આ સાથે સાથે હવામાન વિભાગે સમગ્ર ગુજરાતમાં તેમજ પશ્ચિમ મહારાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરી છે. તેમજ શનિવારે તો તોફાની ચક્રવાત પણ ફાટી નીકળશે. કારણકે આંધ્રપ્રદેશ અને ઓરિસ્સાની દરિયાઈ કિનારા પર જવાદ વાવાઝોડું ટકરાવા જઈ રહ્યું છે. વાવાઝોડું થાઈલેન્ડ પરના હળવા દબાણના કારણે ઉત્પન્ન થયું છે…

જે આજે અંદમાન નિકોબાર સુધી પહોંચી ગયું છે. અને ચાર તારીખ આસપાસ ભારતમાં પ્રવેશી જશે. હજુ પણ ગુજરાતમાં ત્રણ દિવસ સુધી વરસાદની સ્થિતિ જોવા મળશે. આ વરસાદ અરબી સમુદ્રમાં ઉત્પન્ન થયેલા વેસ્ટર્ન ડીસ્ટર્બન્સના કારણે વરસી રહ્યો છે. આ વરસાદ જેવો પૂર્ણ થશે કે તરત જ જવાદ વાવાઝોડું ત્રાટકશે…

જેના પગલે ફરી પાછો એકવાર ગુજરાતમાં વરસાદ વરસશે. એટલે કે છ થી સાત દિવસ સુધી વરસાદની પરિસ્થિતિ જળવાઇ રહેશે. આ સમય દરમિયાન માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપી દેવામાં આવી છે. તેમજ કુદરતી હોનારતોને ટાળવા માટે NDRFની  અને SDRFની ટીમોને પણ તહેનાત કરી દેવામાં આવી છે.

વાવાઝોડું ખૂબ જ વિશાળ અને ભયાનક છે. હવામાન ખાતા તરફથી મળતી માહિતી મુજબ વાવાઝોડાની રફતાર ખૂબ જ વધારે છે. તેથી તે કેટલાય રાજ્યો ને ચીરીને ભારત દેશમાંથી પસાર થશે. જેના પગલે દરેક રાજ્યોને ભારે નુકસાન વેઠવાનો વારો આવશે.

આ વાવાઝોડા અને માવઠાની અસર ગામડાઓમાં વધારે પ્રમાણમાં જોવા મળે છે. કારણ કે ગામડાઓમાં કાચા મકાનો તેમજ હોનારત સામે રક્ષણ મેળવી શકાય તેવી કોઈ ખાસ સુવિધાઓ ન હોવાના કારણે ગામડાના લોકો આફતનો ભોગ બની જાય છે. તેમજ ખેડૂતો પણ કમોસમી માવઠા અને વાવાઝોડાના કારણે બેહાલ થઈ જાય છે.

અત્યારે ખેતરમાં પાક સારી રીતે ઉભો થયો હશે કે એક માવઠું અને તોફાની પવન સમગ્ર ખેતરને ખેદાન મેદાન કરી મુકશે. જેના લીધે ભારે નુકસાની સહન કરવાનો વારો આવશે. આજે ગુજરાતમાં 95 તાલુકાના જુદા જુદા ગામોમાં હળવોથી ભારે વરસાદ વરસ્યો છે. આ માવઠા વરસવાથી ખેડૂતો ખૂબ ચિંતાતુર બની ગયા છે.

તેમજ ખાસ કરીને તુવેર, મગફળી અને કપાસના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થવાનો ભય સતાવી રહ્યો છે. આપડે આશા રાખીએ અને ભગવાનને પ્રાર્થના કરીએ કે હવે મેઘરાજા વિદાય લઈ લે અને આપડા ખેડૂત ભાઈઓને કોઇપણ પ્રકારનું નુકસાન ન થાય. કારણકે ખેડૂતો ભાઈના લીધે જ આજે આપણને સૌને અન્ન મળે છે. જય કિસાન..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *