Breaking News

માવા – ગુટખા ખાતા લોકો ખાસ વાંચે..! આ વિસ્તારમાંથી નકલી માવો બનાવનારી ફેક્ટરી પકડાઈ…

આજકાલ દિવસેને દિવસે પાન મસાલા ની માંગમાં વધારો થઈ રહ્યો છે. આ સમયમાં કેટલાક લોકોને પાન મસાલા વિના ચાલે તેમ જ નથી તેથી ઘણા લોકો તેનો ગેરફાયદો ઉપાડીને નકલી પાન મસાલા ના કારખાના નો ઊભા કરીને નકલી પાન મસાલા નું ઉત્પાદન કરે છે. થોડાક દિવસો પહેલા આણંદ જિલ્લાના ઓડ ગામની નજીક દેવપુરા સીમા નકલી પાન મસાલા બનાવતા એ કારખાનું પકડાયું છે.

Copyright કંપનીને આ બાબતની જાણકારી મળતા તેણે આણંદ જિલ્લાની એલસીબી પોલીસ ની મદદ દ્વારા આ નકલી પાન મસાલા બનાવતા કારખાના અને ઝડપી પાડયુ. નકલી પાન મસાલા બનાવતી આ કંપની પાસેથી ઘણો માલ સામાન જપ્ત કરવામાં આવ્યો છે. જેમાં પડીકી બનાવવાનુ મશીન, નકલી પાન મસાલા નો જથ્થો અને તેના પેકિંગ માટેની પ્લાસ્ટિકના રોલ મળીને કુલ ૧.૪ લાખ જેટલો માલસામાન પોલીસ દ્વારા જપ્ત થયો છે.

આણંદ એલસીબી પોલીસ દ્વારા કારખાના માલિક તેમજ નકલી વિમલ બનાવનારી કંપનીના મુખ્ય માણસોની ધરપકડ કરવામાં આવી છે. નકલી પાન મસાલા બનાવવાના કારખાના બાબતે પોલીસ દ્વારા આરોપીઓને પૂછતાજ માટે લઈ જવામાં આવ્યા છે.

આણંદ જિલ્લાના ઓડ ગામમાં દેવરામપુરા તેમના નજીકના વિસ્તારમાં એક કાચું મકાન આવેલું છે. આ કાચા મકાનના માલિક સાથે કંપનીના મુખ્ય માણસોએ વાતચીત કરીને ત્યાં નકલી વિમલ બનાવવાનું કારખાનું શરૂ કર્યું હતું. જ્યાં તે લોકો નકલી વિમલની પડી ગયો બનાવીને નજીકના બજારોમાં વેચાણ કરતા હતા.

પરંતુ copyright કંપનીને આ બાબતની જાણકારી મળતા તેમણે આણંદની સ્થાનિક પોલીસ સાથે છાપો મારતાં ત્યાંના રહેણાંક વિસ્તારમાં કાચા મકાનમાં ચાલતા આ કૌભાંડને પકડી પાડ્યું પોલીસે રહેણાંક વિસ્તારમાં ચાલતા આ નકલી વિમલ પાન મસાલા તેમજ ગુટખા બનાવતી ફેકટરીમાંથી નકલી વિમલ કંપનીની પડીકી ઓ નો જથ્થો..

વિમલ બ્રાન્ડના છાપેલા પ્લાસ્ટિક નારોલ તેમજ પડી ગયો બનાવવાનું મશીન અને અન્ય નીચી ગુણવત્તાના પાન મસાલા બનાવવાની વસ્તુઓ સહિત લગભગ 1.4 લાખ નો માલસામાન કબજે કર્યો છે.

આણંદ જિલ્લાની પોલીસ દ્વારા આ કાચા મકાનના મકાન માલિક અને નકલી પાન મસાલા બનાવતી કંપની ના મુખ્ય માણસો સાથે પુછપરછ દરમિયાન જાણવા મળ્યું કે આ નકલી પાન મસાલા બનાવવા માટેનું કાચો માલ અમદાવાદના એક વેપારી દ્વારા પૂરો પાડવામાં આવતો હતો.

જેનું નામ મતીન ઉર્ફે ભયલું વહોરા છે પોલીસ દ્વારા આ મતીન ઉર્ફે ભયલુ વહોરા સાથે અન્ય ત્રણ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે તેમજ અન્ય કાયદેસરની કાર્યવાહી શરૂ કરાઇ છે. આ ઉપરાંત વધુ પૂછપરછ કરતા જાણવા મળ્યું છે કે નકલી પાન મસાલા માટે કાચો માલ પૂરો પાડતો આ મતીન ઉર્ફે ભયલુ વ્હોરા એ અમદાવાદના શાહઆલમ વિસ્તારમાં રહે છે.

તે અગાઉ પણ નકલી પાન મસાલા બનાવવાના કૌભાંડમાં પકડાયો હતો. અગાઉ તે એક શકીલ નામના વેપારીએ નકલી વિમલ પાન મસાલા તેમજ તમાકુ બનાવવાનું કાચો માલસામાન મતીન ને પૂરો પાડતો હતો. જેથી મતિન એ અન્ય નાના વેપારીઓને આ કાચો માલ પૂરો પાડી શકે..

પરંતુ પોલીસને આ બાબત અંગે જાણ થતાં તેણે મશીન સહિત તેની સાથે જોડાયેલા તમામ વેપારીઓને ઝડપી પાડયા છે. પૂછપરછ દરમિયાન પોલીસને વધુ જાણવા મળ્યું છે કે હજુ પણ વધુ પ્રમાણમાં પાન મસાલા નકલી જતો બજારમાં ફરી રહ્યો છે. જેની જાણ માટે એલસીબીએ વધુ તપાસ હાથ ધરી છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *