છેલ્લા ઘણા સમયથી નાની દીકરીઓને તેના માતા-પિતા તરછોડી દેવાના બનાવો ખૂબ જ વધવા લાગ્યા છે. આ બનાવો જ્યારે લોકોના કાન સુધી પહોંચે છે. ત્યારે સૌ કોઈ લોકો વિચારમાં મૂકાઇ છે કે જો માતાપિતા તેમની દીકરીઓને સાચવવા માટે તૈયાર જ નથી. તો તેઓને પેદા શું કામ કરતા હશે..?
અથવા ઘણી બધી વાર પ્રેમ સંબંધમાં બંધાયેલા સંબંધોને કારણે જન્મતા બાળકોને તરછોડી દેવામાં આવતા હોય છે. આખરે તેઓ પોતાની મોજને કારણે એક બાળકને સજા આપી બેસે છે. આ બાબત બિલકુલ ખોટી છે. જ્યારે પણ દીકરીનો જન્મ થાય છે ત્યારે પરિવારમાં લક્ષ્મીજીના વધામણા થતા હોય છે..
સમગ્ર પરિવાર ખૂબ જ ખુશખુશાલ હોય છે. પરંતુ અમુક લોકો ફૂલ જેવી કોમળ બાળકીઓને રઝળતી મૂકીને ચાલ્યા જાય છે. હકીકતમાં સુલતાનપુરના સંક્રાંતિ બહેન નામની મહિલાને એક દીકરીનો જન્મ થયો હતો. જ્યારે જન્મ થયો એ વખતે દિકરીની હાલત ખુબ જ નાજુક હતી..
એટલા માટે તેની સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. જ્યારે માતા અને પિતા બન્નેને જાણ થઈ કે તેની દિકરીની હાલત ખુબ જ નાજુક છે. એવા સમયે તેમની દીકરીનો સાથ સહકાર આપવાને બદલે તેઓ તેને હોસ્પિટલમાં રઝળતી મૂકીને ચાલ્યા ગયા હતા. પરંતુ માનવતાના ભાગરૂપે ડોકટરે આ દીકરીને ખૂબ જ સાર સંભાળ રાખી હતી..
અને તેની સમયે સમયે સારવાર પણ કરી હતી. પરંતુ ડોક્ટરોની ખૂબ મહેનત બાદ પણ આ દીકરી બચી શકી નથી. કદાચ દીકરી એવું પણ વિચાર્યું હશે કે, જો મારા માતા-પિતાને જ મારી જરૂર નથી. તો આ જિંદગીમાં હું રહીને શું કરીશ..? એમ વિચારીને પણ આ દીકરીઓ જીવ ગુમાવી દીધો હશે..
પોતાના જ બાળકોને આવી રીતે તરછોડીને ચાલ્યા જવું એ ખૂબ મોટો ગુનો છે. આ બાબતને પગલે રાજકોટના પ્રદ્યુમન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે અને બાળકીને તરછોડી દેનાર તેના માતા-પિતાની શોધખોળ કરવામાં આવી રહી છે. હકીકતમાં આ બનાવ પહેલા પણ એવા ઘણા બધા બનાવ બની ચૂક્યા છે..
જેમાં કોઇને કોઇ કારણસર માતા-પિતા તેમના નવજાત જન્મેલા બાળકને સાવ એકલા મૂકીને ચાલ્યા જતા હોય છે. થોડા દિવસ પહેલા ઉત્તર ગુજરાતના એક ખેતરમાં તાજા જન્મેલા બાળકને એક માતાએ પણ છોડી દીધું હતું. ખેતરમાં વચોવચ તડકામાં બાળક રડી રહ્યું હતું. પરંતુ તેની આસપાસના વિસ્તારમાં કોઇ પણ વ્યક્તિ ન હોવાને કારણે અંતે બાળકની હાલત ખુબ જ ગંભીર બની ગઇ હતી.
આ સાથે સાથે એક ચોંકાવનારો બનાવ મધ્યપ્રદેશમાંથી પણ સામે આવ્યો હતો કે જ્યાં એ માતા પિતાએ તેની બાળકીને જમીનમાં જીવતી દાટી દીધી હતી. જો તેઓ ઘરમાં કોઈપણ સભ્યોના જન્મથી ખુશ ન હોય તો તેઓને જન્મ શા માટે આપતા હશે. આ બનાવ બન્યા બાદ સૌ કોઈ લોકોમાં ચકચાર મચી ગયો હતો.. અને સોશિયલ મીડિયામાં પણ લોકોનો આક્રોશ ફાટી નીકળ્યો હતો. લોકો તાત્કાલિક ધોરણે માતા પિતાને પકડીને કડકમાં કડક સજા આપવાની માંગ કરી રહ્યા હતા.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]