Breaking News

માત્ર 12 વર્ષના વિધાર્થી શાળાએથી આવીને બાથરૂમમાં ફાંસો ખાઈ લીધો.. કારણ છે ખુબ જ ચોંકાવનારૂ.. વાંચો.!

છેલ્લા બે મહિનાથી બાળકો પણ ફાંસો ખાઇને જીવ ગુમાવી દે છે તેવી ઘટનાઓ માં વધારો નોંધાયો છે. અને અન્ય એક ઘટના ગઈકાલે સુરત ખાતે નોંધાઈ છે. સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા રણછોડ નગર નામની સોસાયટીમાં બાર વર્ષના વિદ્યાર્થીએ બાથરૂમમાં ફાંસો ખાઈ લીધો છે.

માત્ર બાર જ વર્ષની વયમાં આ પ્રકારનું પગલું બાળકે શા માટે ભર્યું જેનું કારણ જાણવા સૌ કોઈ આતુર છે. પરિવારે બાળકનો મૃતદેહ બાથરૂમમાં લટકતા જોઈને હોશ ગુમાવી દીધા હતા. મૃતક બાળક નું નામ પાર્થ છે. જેની ઉંમર 12 વર્ષની છે.

તેના પિતા રામભાન શાહુ એ જણાવ્યું કે હું અને પાર્થ બંને બપોરેના સમયે સુતા હતા. હું સુઈ ગયો ત્યાર બાદ પાર્થ ઉભો થઇ ને બાથરૂમ માં ચાલ્યો ગયો હતો. ત્યારબાદ તેણે ત્યાં ફાંસો ખાઈ લીધો છે. આમ કરવાનું કારણ તેના પિતા રામભાન શાહુને પણ સ્પષ્ટ થતું નથી. કે પોતાના જ દીકરા એ અચાનક આવું શા માટે કર્યુ.

પાર્થની મમ્મી એ જ્યારે બાથરૂમનો દરવાજો ખોલ્યો તો પાર્થ મૃતદેહ લટકતો હતો. પાર્થે જીવ ગુમાવી દીધો હતો. આ જોતાં જ માતા ત્યાં ઢળી પડી હતી. તરત જ પાર્થના પપ્પા ત્યાં દોડી ગયા અને જોયું તો પોતાનો બાર વર્ષનો ફૂલ જેવો દીકરો લટકી રહ્યો હતો.

રોક્કળ મચી જતા પાડોશીઓ તરત જ ત્યાં દોડી આવ્યા હતા પાડોશીઓ પણ આવું જોઈને ડઘાઈ ગયા હતા. કારણ કે બાળકની ઉંમર માત્ર બાર વર્ષની જ છે. પાડોશીએ તરત જ પોલીસને બોલાવી ને આ ઘટના અંગે જાણ કરી દીધી હતી.

પાર્થના પિતા રામભાન શાહુ સુરતમાં કરિયાણાની દુકાન ચલાવે છે. તેઓ મૂળ યુપીના પત્ની છે. તેઓને ચાર સંતાન છે, જેમાં બે દીકરા અને બે દીકરીઓ નો સમાવેશ થાય છે. જેમાં પાંચ બીજા નંબર નો દીકરો હતો. જે હવે ભગવાનની પાસે ચાલ્યો ગયો છે.

પોલીસે ફાંસો ખાવાના કારણ અંગે જણાવતાં કહ્યું હતું કે, અમને તપાસ કરતા જણાવ્યું છે કે પાર્થ ને મોબાઇલમાં ઓનલાઇન ગેમ્સ રમવા નો ખૂબજ શોખ હતો. જેમાં કેટલાય પ્રકારની વસ્તુઓ ની ખરીદી પડે છે. જેના માટે પૈસાની જરૂર પડે છે. તો એવું પણ બની શકે કે ભારતને ગેમ્સ રમવા માટે પૈસાની જરૂર હોય.

તેથી તેણે કોઈની પાસેથી ઉધાર લીધા હોય. જે ઉઘરાણી કરતું હોય અને તેના માનસિક તણાવથી કંટાળીને પાર્થે આ પગલું ભરી લીધું હોય. જોકે પા પોલીસ આ ઘટના અંગે વધુ તપાસ કરીને યોગ્ય કારણ જરૂર શોધી લાવશે. પરંતુ બાળકોનો મોબાઈલ પ્રત્યેનો પ્રેમ દિવસેને દિવસે એટલો વધતો જાય છે, કે બાળકો જીવને જોખમમાં મુકીને કોઈ પણ પગલું ભરી લે છે.

આ અગાઉ સુરતમાં જ હજીરા વિસ્તારમાં એક પુત્રએ પોતાના પિતાને પતાવી દીધા હતા કારણ કે તેના પિતાએ તેને ગેમ રમવાની ના પાડી હતી. તેમજ સુરતના જ એક વિસ્તારમાં બે વર્ષનું બાળક મોબાઇલમાં વિડિયો જો તું જો તુ ચોથા માળેથી નીચે પટકાયું હતું અને તે બાળકનું મોત નીપજ્યું હતું.

આ ઘટનાઓ જોતા વાલીઓએ બાળકોને મોબાઈલ થી બને તેટલા વધારે દૂર રાખવા જોઈએ તેવું શીખવા મળે છે. વાલીઓએ બાળકને મોબાઈલથી દુર રાખવા માટે બને તેટલા કડક નુસખાઓ અપનાવવા જોઈએ કેમ કે આ મોબાઈલ ક્યારેક આપડા બાળકોને જીવ ખાલી કરાવી દે છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *