Breaking News

માત્ર 1 વર્ષમાં જ સિંગ, કપાસિયા અને પામોલીન તેલમાં ખુબમોટો ભાવ વધારો ઝીંકાયો, જાણો આજના તાજા ભાવ..!

પેટ્રોલ તેમજ દૂધના ભાવ વધારાતો સમજમાં આવે પરતું હવે તો તેલના ભાવ પણ ભડકે બળ્યા છે. ખાદ્ય તેલના ભાવમાં છેલ્લા 1 વર્ષમાં એટલો મોટો ઉછાળો જોવા મળ્યો છે કે જેની ન પૂછો વાત.. ક્યારેક 20 રૂપિયા તો ક્યારેક 45 રૂપિયા..! રોજ રોજ થોડાક થોડાક ભાવ વધારીને ખાદ્યતેલના મૂળ ભાવ મોંઘવારીની અંતિમ સીમા સુધી પહોચાડી દીધા છે.

ગુજરાતમાં છેલ્લા એક વર્ષથી ખાદ્યતેલોના ભાવો ભડકે બળી રહ્યા છે, પણ સરકારના પેટનું પાણી હલતું નથી. વિધાનસભામાં સોમવારે રાજ્ય સરકારે પ્રશ્નોત્તરી દરમિયાન લેખિત જવાબમાં કબૂલ્યું હતું કે, છેલ્લા એક વર્ષમાં સિંગતેલના ભાવમાં કિલોએ રૃ. ૨૨નો ૧૫ કિલોના ડબ્બે રૃ. ૨૫૧ નો વધારો થયો છે અને ટકાવારીમાં ૧૨ ટકાનો વધારો ઝીંકાયો છે.

એવી જ રીતે કપાસિયા તેલમાં કિલોએ રૃ. ૩૨નો અને ૧૫ કિલોના ડબ્બે રૃ. ૪૬૨નો ભાવ વધારો ઝીંકાયો છે અને ટકાવારીમાં ભાવવધારો ૩૨.૩૫ ટકા થયો છે. જ્યારે પામોલીન તેલમાં કિલોએ રૃ. ૧૯નો અને ૧૫ કિલોના ડબ્બે રૃ. ૨૮૬નો ભાવવધારો થયો છે, જ્યારે ટકાવારીમાં ભાવ ૨૩ ટકા વધ્યા છે.

સિંગતેલનો ભાવ સપ્ટેમ્બર-૨૦૨૦માં કિલોએ  રૃ. ૧૪૨ હતો, તે ઓગસ્ટ ૨૦૨૧માં રૃ. ૧૬૦ ઉપર પહોંચ્યો છે, જ્યારે ૧૫ કિલોનો સિંગતેલનો ડબ્બો સપ્ટેમ્બર-૨૦૨૦માં રૃ. ૨,૦૮૧માં મળતો હતો, તે ઓગસ્ટ-૨૦૨૧માં રૃ. ૨,૩૩૨ના ભાવે પડે છે. કપાસિયા તેલનો ભાવ સપ્ટેમ્બર-૨૦૨૦માં કિલોએ રૃ. ૯૮ અને ૧૫ કિલોના ડબ્બાનો રૃ. ૧,૪૨૮ હતો.

સિંગતેલના આ અસહ્ય વધારાના કારણે ગૃહિણીનું બજેટ ખોરવાઈ જાય છે. કારણકે કોરોનાના અઘરા સમયમાં જયારે કોઈના પણ કામધંધા ચાલુ નોહતા ત્યારે ઘર ચલાવવા માટે બને તેટલો ઓછો ખર્ચ કરીને ગુજરાન ચલાવવા સૌ કોઈ મથામણ કરી રહ્યા હોઈ તેવામાં તેલના ભાવમાં આટલો મોટો વધારો જીકી દેવામાં આવે તો સામાન્ય માણસ મૂંજવણમાં મુકાઈ જાય છે.

તે ઓગસ્ટ ૨૦૨૧માં અનુક્રમે રૃ. ૧૩૦ અને રૃ. ૧,૮૯૦ થયો હતો. જ્યારે પામોલીન એક કિલોનું પાઉચ જે સપ્ટેમ્બર-૨૦માં રૃ. ૮૫ના ભાવે મળતું હતું તે ઓગસ્ટ-૨૧માં રૃ. ૧૦૪ના ભાવે પડતું હતું અને ૧૫ કિલોનો પામોલીનનો ડબ્બે સપ્ટેમ્બર-૨૦માં રૃ. ૧,૨૪૨માં મળતો હતો, તે ઓગસ્ટ-૨૧માં રૃ. ૧,૫૨૮ના ભાવે પડતો હતો.

મંત્રીએ એવો જવાબ આપ્યો છે કે, આંતરરાષ્ટ્રીય ભાવમાં વધારો થતાં સ્થાનિક બજારમાં ખાદ્યતેલોના ભાવ વધ્યાં છે. પ્રશ્નોત્તરી દરમિયાન મગફળીના ટેકાના ભાવનો પ્રશ્ન ચર્ચામાં આવ્યો હતો, વિરોધ પક્ષના સભ્યોએ ભૂતકાળમાં ખરીદી દરમિયાન થયેલો રૃ. ૪ હજાર કરોડનો ભ્રષ્ટાચાર, બારદાનની ખરીદીમાં ગેરરીતિ..

ખરીદીમાં ખેડૂતો સાથે અપનાવાયેલી વહાલા-દવલાંની નીતિ, મંડળીઓ પાસેથી થયેલી ખરીદીમાં બારદાનમાંથી મળેલા ધૂળ અને ઢેફાં જેવા અનેક મુદ્દાઓ ઉઠાવ્યા હતા, ત્યારે કૃષિમંત્રી રાઘવભાઈ પટેલે જણાવ્યું હતું કે, ભૂતકાળમાં જે થયું હોય તે હું જાણતો નથી, પણ છેલ્લા બે વર્ષમાં ભ્રષ્ટાચારની વાત ખોટી છે.

કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ એમને યાદ અપાવ્યું હતું કે, મગફળીમાં ખરીદીમાં થયેલા ભ્રષ્ટાચાર બાબતે તમે આંદોલન ઉપર ઊતર્યા હતા, તે વાત કેમ હવે ભૂલી જાવ છો. મંત્રી રાઘવજીએ કહ્યું, પ્રશ્ન બે વર્ષના સમયગાળા પૂરતો મર્યાદિત છે અને એમાં કશું ખોટું થયું નથી.

ચર્ચા દરમિયાન એક તબક્કે એમણે એવી પણ જાહેરાત કરી હતી કે, સરકારે ૧૦ લાખ ટન મગફળી ટેકાના ભાવથી ખરીદવા ભારત સરકારને દરખાસ્ત કરી છે અને એ માટે પહેલી ઓક્ટોબરથી ખેડૂતોનું રજિસ્ટ્રેશન શરૃ થશે, અને એ પછી લાભ પાંચમથી ખરીદી શરૃ કરાશે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *