Breaking News

માથે ભણતરનો બોજ લઈને ફરતા વિદ્યાર્થીએ આપઘાત કરીને જીવન ટુંકાવી દેતા પરિવાર અડધી રાત્રે દોડતો થયો..!

રોજબરોજ ઘણા બધા લોકો સાથે ચોંકાવનારી ઘટનાઓ બનતી હોઈ છે. જેમાંથી ઘણી ઘટનાઓ પરિવારના સભ્યોને પણ મુંજવણમાં મુકી દે છે. તો ઘણી બધી ઘટનાઓમાં તો પરિવારજનોને અંતે પછતવાનો વારો પણ આવતો હોઈ છે. બાળકોને ભણવાની સાથે સાથે ભવિષ્યની પણ ખુબ જ ચિંતાઓ રહે છે..

તેઓને ડગલે ને પગલે હંમેશા ધ્યાન રાખવું પડે છે. ઘણા બધા પરિવારમાં બાળકોને ભણવાની બાબતોને લઈને ખુબ જ દબાણ આપવામાં આવે છે. તો ઘણા પરિવારોમાં બાળકોને હળવા મનથી દરેક પ્રવુતિઓને ખુલ્લા હાથે કરવા દેવામાં આવે છે જેથી બાળકો તેમના રસ પ્રમાણેની પ્રવુતિઓ શીખી શકે..

અત્યારે દરેક પરિવારના લોકોને ચોંકાવી દે તેવો એક કિસ્સો સામે આવ્યો છે. આ ઘટના રાજસ્થાનના કોટાના બુંદી પાસેનો છે. અહી એક વિદ્યાર્થી ધોરણ 12 સાયન્સના બાયોલોજી ડીપાર્ટમેંટમાં અભ્યાસ કરે છે. તે છેલ્લા ઘણા સમયથી ખુબ જ ટેન્શનમાં રેહતો હતો. અવાર નવાર તે તેના મિત્રોને જણાવતો કે તે હવે આ દુનિયાથી કંટાળી ગયો છે.

એક દિવસ તમામ મિત્રો જમવા માટે હોસ્ટેલમાં નીચેના માળે જઈ રહ્યા હતા ત્યારે 18 વર્ષનો રાધેશ્યામ તેમની સાથે આવવાની મનાઈ કરી રહ્યો હતો. તેના દરેક મિત્રો નીચેના માળે જમવા માટે ચાલ્યા ગયા ત્યારબાદ તેણે રૂમનો દરવાજો બંધ કરીને આપઘાત કરી લીધો હતો. જયારે તેના મિત્રો પરત આવ્યા ત્યારે તેઓ આ દ્રશ્ય જોઈને હચમચી ઉઠ્યા હતા..

તેઓએ તરત જ રાધેશ્યામના પિતા તેમજ તેના સગા સબંધીઓને પણ ફોન કરી દીધો અને જણાવ્યું કે રાધેશ્યામએ જીવ ટૂંકાવી દીધો છે. આ ઘટનાના સમાચાર તેના માં-બાપ સુધી પહોચતા જ તેમના તો હોશ ઉડી ગયા હતા. તેમનાથી દુઃખની આ ઘડી સહન થઈ શકી નહી. રાધેશ્યામની માતા તો સતત ને સતત જ રડતી રહી કે તેનો દીકરો ભણી ગણીને આગળ વધે તેવી તેમની ઈચ્છા હતી…

પરંતુ ભણતરના પ્રેસરને તે સહન કરી શક્યો નહીં અને દુનિયાથી કંટાળી જઈ તેણે આપઘાત કરીને જીવન ટૂંકાવી દીધું છે. તેમના ઘરમાં ઘટના બનતાની સાથે જ તેઓએ નક્કી કરી નાખ્યું હતું કે, જે કોઈપણ દીકરા કે દીકરીઓને કોઈપણ પ્રકારનું દુઃખ આવી પડે તો સૌપ્રથમ તેઓ આગળ આવીને ઊભા રહેશે..

અને દરેક વ્યક્તિને મદદરૂપ બનવાનું યોગદાન પ્રાપ્ત કરશે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, તેમને તેમનો દીકરો ખૂબ જ વ્હાલો હતો. હવે તે જે દીકરો દુઃખની ઘડીમાં સપડાઈ ગયો હોય તે દીકરાને તેમનો દીકરો માનીને તેની સારી રીતે મદદ કરશે. હકીકતમાં દુઃખની આ ઘડી કોઈપણ વ્યક્તિ માટે સહન થતી નથી. કારણ કે, જે પરિવારે તેમનો જુવાન જોધ લાડકો દીકરો ખોઈ નાખ્યો હોય એ પરિવાર માટે તો દુનિયા પણ હવે સુનમૂન થઈ જતી હોય છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

દીકરીની પ્રવાસે જવાની જીદ સામે જુકીને માતાએ હા પાડી અને હરણી તળાવમાં બોટ પલટી જતા દીકરી કાળનો કોળીયો બની ગઈ, વાંચો..!

વડોદરાના હરણી તળાવમાં પલટી ખાઈ ગયેલી બોટમાં સવાર થયેલા 13 બાળકો તેમજ બે શિક્ષકોના મૃત્યુ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *