Breaking News

માથાભારે પુત્રવધૂએ તેના ઘરડા સસરાને કડકડતી ઠંડીમાં ઘરની બાર કાઢી મુકી ઘરને તાળું મારીને ભાગી ગઈ, જોતા જ લોકોના હોંશ ઉડી ગયા..!!

રોજબરોજ સમાજમાં એવા ચોંકાવનારા કિસ્સાઓ બની રહ્યા છે. લોકો આજકાલ પોતાની માનવતાને ભૂલી ગયા છે. દીકરીઓ પોતાના સાસરે જઈને તેમના સસરાને પોતાના પિતા સમાન ન સમજીને તેમની સાથે દૂર વ્યવહાર કરી રહી છે. આવી એક ઘટના હાલમાં દાગ જિલ્લામાંથી સામે આવી છે.

દાગમાં પાથરી મોહલ્લામાં વોર્ડ નંબર 19 માં જૂની પાણીની ટાંકી પાછળ રહેતા પરિવારના ઘરડા દાદા સાથે બની હતી. દાદાનું નામ પુરાલાલ મેઘવાલ છે. તેમની ઉંમર 85 વર્ષની છે. પુરાલાલને 2 સંતાનો છે. જેમાં એક મોટો દીકરો કાળુલાલ પોતાના પરિવાર સાથે અલગ રહેતો હતો અને પૂરાલાલ તેમના નાના દીકરા નારાયણ લાલ મેઘવાલ સાથે રહેતા હતા.

નાનો દીકરો તેમના પિતાને પોતાની સાથે રાખતો હતો પરંતુ તેમના દીકરાની વહુને પુરાલાલ નજરે પણ ગમતા ન હતા. દીકરાની વહુને સસરાને રાખવા ગમતા ન હતા. તે અવારનવાર પુરાલાલ સાથે ઝઘડાઓ કરતી હતી અને ઘરની બહાર જવાનું કહેતી હતી પરંતુ પુરાલાલની ખૂબ જ વધુ ઉંમર થઈ ગઈ હોવાને કારણે તેઓ કશું બોલી શકતા ન હતા.

અને તેઓ આ ઉંમરમાં ક્યાં જશે તેમ વિચારતા હતા પરંતુ એક દિવસ સાંજના સમયે પુત્રવધુ તેમના સસરાને તમે થોડી વાર ઘરની બહાર બેસો, હું બહાર જાઉં છું અને હમણાં આવું છું, તેમ કહીને ઘરની બહાર સસરાને લઈ ગઈ હતી. ત્યારબાદ ઘરને તાળું મારીને પોતે બહાર જતી રહી હતી. તેમના સસરા આવી કડકડથી ઠંડીમાં ઘરની બહાર એટલે બેઠા હતા.

અને તેઓ ધ્રુજી રહ્યા હતા પરંતુ તેમનો દીકરો કે દીકરાની વહુ બહાર જતા રહ્યા હતા. અને ઘરને તાળું મારી દીધું હોવાને કારણે પુરાલાલ તેમના ઘરમાં પણ જઈ શકતા ન હતા. સસરાને કડકડતી ઠંડીમાં બેસાડીને દીકરાની વહુ જતી રહી હતી. ત્યારબાદ આસપાસના રહેવાસી લોકોએ પુરાલાલને આ હાલતમાં જોયા હતા.

અને તેઓ ખૂબ જ ગળગળા બની ગયા હતા. દરેક લોકોને જોઈને પૂરાલાલ પર દયા આવી રહી હતી. જેના કારણે સ્થાનિક લોકોએ પોલીસને આ ઘટનાની જાણ કરી હતી. પોલીસને આ ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને આસપાસના વિસ્તારમાં રહેતા રહેવાસીઓએ પોલીસને આ સમગ્ર વાત જણાવી હતી.

જેના કારણે પોલીસે પૂરાલાલની પૂછપરછ કરી હતી અને તેમનો મોટો દીકરો ક્યાં રહે છે? તેમ પૂછ્યું હતું. ત્યારબાદ તેમના મોટા દીકરા કાલુલાલને ત્યાં પોલીસ પુરાલાલને મૂકી આવી હતી અને નાનો દીકરો અને તેમના દીકરાની વહુ સામે પોલીસ તપાસ કરી રહી હતી. ભુરાલાલ ખૂબ જ રડી રહ્યા હતા.

આવી કડકડતી ઠંડીમાં તેઓ ઓટલાની બહાર બેસી રહ્યા હતા. પોતે આખી જિંદગી જે દીકરાઓ માટે ખૂબ જ મહેનત કરીને પોતાની સંપત્તિ બનાવી હતી પરંતુ આ જ દીકરા અને દીકરાની વહુઓ તેમને ઘરની બહાર મરવાની હાલતમાં મૂકીને ભાગી ગયા હતા. પુરા લાલ ખૂબ જ રડી રહ્યા હતા. જેના કારણે સ્થાનિક લોકોએ તેને શાંત કર્યા હતા…

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *