Breaking News

માથાફરેલા વિદ્યાર્થીએ કોલેજની પ્રિન્સીપાલ ઉપર પેટ્રોલ છાંટીને આગ ચાંપી દીધી, કારણ જાણીને તમે પણ ચક્કર ખાઈ જશો..!

અત્યારના સમયમાં વિદ્યાર્થીઓ પોતાની મહેનત કરીને આગળ વધવાને બદલે ખોટા કામો કરવા માટે અવળા રસ્તે ચડી ગયા છે. અવારનવાર એકબીજાનું જોઈને આજની યુવાન પેઢીના વિદ્યાર્થીઓ એવી ઘટનાઓ કરી રહ્યા છે કે, જે જોતા જ લોકો વિચારમાં મુકાઈ જાય છે. એક કોલેજના પ્રિન્સિપાલ સાથે વિદ્યાર્થીએ એવી ચોંકાવનારી ઘટના કરી નાખી હતી.

કે પ્રિન્સિપાલે પોતાના જીવને જોખમમાં મુકવાનો વારો આવ્યો હતો. આ ઘટના ઈન્દોરમાં આવેલી બી એમ કોલેજ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ફાર્મસીમાં બની હતી. આ કોલેજના પ્રિન્સિપાલ વિમુક્ત શર્મા છે. વિમુક્ત શર્માની ઉંમર 55 વર્ષની છે. તેઓ કોલેજના ખૂબ જ સારા એવા પ્રિન્સિપાલ છે ઘણા સમયથી કોલેજની દરેક દેખરેખ તેઓ રાખી રહ્યા હતા.

આ કોલેજમાં અભ્યાસ કરતા દરેક વિદ્યાર્થીઓ શાંતિપૂર્વક અભ્યાસ કરી રહ્યા હતા પરંતુ સેમેસ્ટર 8 માં અભ્યાસ કરતો એક વિદ્યાર્થી તેમનું નામ આશુતોષ છે. તેમની ઉંમર 21 વર્ષની છે. આશુતોષ વિજય શ્રીનગરનો રહેવાસી છે. તેમના પિતાનું નામ સંતોષ નિવાસી છે. આશુતોષ ઘણા લાંબા સમયથી કોલેજમાં ગુંડાગીરી કરતો હતો.

આશુતોષને ઘણા બધા પ્રોફેસરો દ્વારા ઠપકો આપવામાં આવ્યો છે અને તે તેમની સાથે અભ્યાસ કરતા દરેક લોકોને હેરાન પરેશાન કરતો હતો. કોલેજમાં તે પોતાનો હક જમાવવા માંગતો હોવાને કારણે દરેક લોકો સાથે ખૂબ જ દૂર વ્યવહાર કરતો હતો. આશુતોષને સાતમા સેમેસ્ટરમાં બે વિષયમાં એટીકેટી આવી હતી.

જેના કારણે RGPV એ તેની અંતિમ માર્કશીટને રોકી રાખી હતી. સેમ 8 ની પરીક્ષા આપવાની હતી. સાતમા સેમેસ્ટરમાં બે વિષયમાં એટીકેટી આવી હોવાની કારણે તેને ઘરેથી પણ પિતા દ્વારા ખૂબ જ ઠપકો આપવામાં આવ્યો હતો. છતાં પણ આશુતોષ સુધરયો ન હતો અને તેણે પ્રિન્સિપાલ સાથે પોતાની એટીકેટીને માર્કશીટમાંથી હટાવવા માટે કહ્યું હતું.

પરંતુ પ્રિન્સિપાલ કોઈ પણ વિદ્યાર્થીઓ સાથે અન્યાય થવા દે નહીં તે જવાબદારી નિભાવી રહ્યા હોય છે. આશુતોષ પોતાની મહેનત કરવાને બદલે ખોટા કામ કરીને તેમના કામો કરાવી રહ્યો હતો. તેમણે પ્રિન્સિપાલને પહેલા પણ ઘણીવાર ધમકીઓ આપી હતી અને ચાર મહિના પહેલા તેને કોલેજમાં કામ કરતા કર્મચારી વિજય પટેલ સાથે પણ ઝઘડો કર્યો હતો.

વિજય પટેલ સાથે તેને મારામારી થઈ ગઈ હતી. ત્યારે આશુતોશે વિજય પટેલ પર છરી વડે હુમલો પણ કર્યો હતો. જેના કારણે પોલીસે તેની ધરપકડ કરી હતી પરંતુ આશુતોષ પોલીસ સ્ટેશનમાંથી જામીન પર છૂટી ગયો હતો. એક દિવસ આશુતોષ કોલેજ પહોંચી ગયો હતો અને તે કોલેજનો સિનિયર હોવાને કારણે દરેક લોકોને પોતાની આંગળીએ નચાવી રહ્યો હતો.

કોલેજમાં ચાર વાગ્યાની આસપાસ પ્રિન્સિપાલ મેડમ પોતાના ઘરે જવા માટે બહાર નીકળ્યા હતા. તે સમયે આશુતોષ પ્રિન્સિપાલની કોલેજની બહાર રાહ જોઈ રહ્યો હતો. પ્રિન્સિપાલ વિમુક્ત શર્મા પોતાની કારમાં બેસવા માટે કોલેજની બહાર નીકળ્યા હતા અને તે બહાર નીકળીને પોતાની કારમાં બેઠી હતી. તે સમયે આશુતોષ પ્લાસ્ટિકની ડોલ લઈને પ્રિન્સિપાલ પાસે પહોંચી ગયો હતો.

અને તેણે કારની બારી પર ઠપકાર્યુ હતું. જેના કારણે પ્રિન્સિપાલે બારીનો કાચ ખોલ્યો હતો અને આશુતોષ તરત જ બારીના કાચમાંથી પ્લાસ્ટિકની ડોલમાં રહેલું પ્રવાહી મેડમ પર ફેંકી દીધું હતું. ડોલમાં રહેલું પ્રવાહી બીજું કઈ નહિ પરંતુ પેટ્રોલ હતું. મેડમનું આખું શરીર પેટ્રોલથી ભીનું થઈ ગયું હતું. જેના કારણે તેઓ ગુસ્સામાં કારમાંથી બહાર નીકળ્યા હતા.

આશુતોષને કંઈ પણ કહે તે પહેલા જ આશુતોષે લાઇટર કાઢીને મેડમ પર આગ લગાવી દીધી હતી. બચવા માટે મેડમ ખૂબ જ બુમાબુમ કરી રહ્યા હતા અને તેમનું આખું શરીર બળી રહ્યું હતું. જેના કારણે તેઓ ભાગવા લાગ્યા હતા. કોલેજમાં આસપાસ રહેલા દરેક લોકો આ જોઈ રહ્યા હતા અને તેઓ પોતાના પ્રિન્સિપાલને બચાવવા માટે દોડી રહ્યા હતા.

આગ ઓલવા માટે પ્રિન્સિપાલે પોતાના કપડાં પણ દૂર કર્યા હતા પરંતુ મેડમ અને ખૂબ જ દાઝી રહ્યા હોવાને કારણે તેઓ આઘાત સહન કરી શક્યા નહીં અને મેડમનું 80% શરીરમાં દાઝી ગયું હતું. ગળાથી પગ સુધીનું શરીર દાઝી ગયું હતું. સાથે જ આશુતોષ પણ દાઝી ગયો હતો. ત્યારબાદ કેમ્પસમાં દરેક લોકોને મેડમ પાસે આવતા જોઈને આશુતોષ ત્યાંથી ભાગી ગયો હતો.

અને તે આ ઘટના કરીને ટીચા ફોલ તરફ ભાગવા લાગ્યો હતો અને પોતે આપઘાત કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. તે સમયે પોલીસના કોન્સ્ટેબલ આશુતોષને બચાવવા માટે દોડ્યા હતા અને કોન્સ્ટેબલે આશુતોષને બચાવી લીધો હતો. ત્યારબાદ પ્રિન્સિપાલની ગંભીર હાલતમાં ચેથરામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

મેડમ સાથે આવી ઘટના કરી હોવાને કારણે પોલીસે આશુતોષને પકડી પાડ્યો હતો અને આશુતોષનું પણ 30% શરીર દાઝી ગયું હતું. જેના કારણે તેને પણ MY હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આશુતોષની સારવાર ચાલી રહી હતી. આ આગ લગાવવા માટે ખૂબ જ પ્લાનિંગ કરી હતી. પોલીસે ધરપકડ કરીને તેમની આગળની પૂછપરછ કરી રહી હતી. વિદ્યાર્થીઓ આજકાલ પોતાના શિક્ષકો સાથે બદલાની ભાવના રાખીને આવી ઘટનાઓ ખૂબ જ કરી રહ્યા છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *