Breaking News

માથાભારે ગુંડા સજ્જુને પકડવામાં પોલીસને પણ ફીણ આવી ગયા, 3 કલાક સુધી એક જ બિલ્ડીંગમાં ગોત્યો અને છેલ્લે…!

માથાભારે ગુંડા તત્વોને પકડવા માટે પોલીસને ઘણી બધી મહેનત કરવી પડતી હોય છે. કારણકે માથાભારે ગુંડાઓ ખૂબ જ ચાલાક હોઇ છે. તેમજ તેના સાગરીતો પણ એટલા બધા ચાલાક હોય છે કે તેઓ પોલીસને માથાભારે તત્વો થી દુર ગોળ ગોળ ફેરવતા હોય છે. અસલી આરોપી સુધી તેઓ પોલીસને પહોંચવા દેતા નથી..

પરંતુ ગુજરાત પોલીસ પણ એના કરતાં વધારે ચાલક બનીને આવા ગુંડા તત્વોને જમીન ફાડીને કે આસમાન ચીરીને ગોતી નાખતા હોય છે. અને જેલના સળિયા પાછળ ધકેલી દેતા હોય છે. હાલ સુરતના એક માથાભારે ગુંડા તત્વ કે જેનું નામ સજજુ કોઠારી છે. તેને પકડી પાડયો છે.

સજ્જુ કોઠારી નામના માથાભારે યુવક ઉપર કુલ ૩૫ થી ૪૦ જેટલા ગુનાઓ સરકારી ચોપડે નોંધાઈ ચુક્યા છે. આ સિવાય તે ઘણા બધા ગુનાઓ વોન્ટેડ તરીકે જાહેર થયો હતો. પરંતુ તે હંમેશા પોલીસની પકડથી દૂર રહ્યો છે. આજથી બે મહિના પહેલા સજજુ કોઠારી સુરતમાં આવેલી લાજપોર જેલની બહાર રાંદેર પોલીસના અધિકારીઓ સાથે ઝપાઝપી કરીને નાસી ગયો હતો…

આ ઘટના બાદ તેને વોન્ટેડ ઘોષિત કરવામાં આવી દીધો હતો. સજુ કોઠારી પોતે નાનપુરાના જમરુખગલી વિસ્તારમાં આવેલા આલીશાન બંગલામાં રહે છે. તેણે પોતાના ઘરની વ્યવસ્થા એવી બનાવી હતી કે પોલીસને પણ પકડવા માટે સો વાર વિચાર કરવો પડે. હકીકતમાં પોલીસ અને પકડવા માટે ગઈ હતી પરંતુ પોલીસ ત્રણ કલાક સુધી બંગલા ને દસ વખત જોવા છતાં પણ હજુ કોઠારીની કોઈ પણ ભાળ મળી ન હતી નહીં.

સજજુ કોઠારી એટલો બધો ચાલાક હતો કે, તેને પકડવા માટે પોલીસને પણ ફીણ આવી ગયા હતા. જાણે કોઈ ફિલ્મી દૃશ્ય ચાલી રહી હોય તેવું લાગી રહ્યું હતું. કારણકે તેની બિલ્ડીંગનો મેન દરવાજો બંધ હતો. તેમજ તેની આગળના ભાગમાં આરસીસી નું બાંધકામ કરીને એક લોખંડનો મોટો ગેટ બનાવી દીધો હતો..

જેના કારણે કોઇપણ વ્યક્તિની અંદર આવી શકે નહીં. આ સાથે સાથે લોખંડના દરવાજા પર તાળા મારીને તેની ઉપર શિક્ષણ પદાર્થો લગાવી દેવામાં આવ્યા હતા. જેથી કરીને કોઈ વ્યક્તિ દિવાલ પણ કૂદી શકે નહીં પરંતુ પોલીસ સીડી ઉપર ચડીને તેના ઘરના પહેલા માળે પહોંચી ગઈ હતી..

આ સાથે સાથે સજજુ કોઠારીને સાગરીતો તેની આસપાસના વિસ્તારોમાં આવેલી બિલ્ડિંગમાંથી પકડાયા છે. સજુ કોઠારી નાનપુરા વિસ્તારમાં આવેલા મોહલ્લા બાજુનો ગેટ હંમેશા માટે બંધ કરતો હતો. ત્યારે જ જમરુખગલીના ગેટ પર તે સિક્યુરિટી ગાર્ડને તેહનાત કરી દીધા હતા..

જેથી કરીને પોલીસે ને પકડવા માટે આવે તો તેને દરેક બાબતની જાણ થઈ જાય. તે પોતાના ઘરની અંદર આવેલા એક રૂમ ની અંદર શોપીસની પાછળ એક ગુપ્ત રૂમ બનાવી હતી. પોલીસ જ્યારે સજજુ કોઠારીને સમગ્ર બિલ્ડિંગમાં ગોતી ને થાકી ત્યારે પોલીસે દરેક દીવાલો ચેક કરવાનું નક્કી કર્યું હતું..

એ સમય દરમિયાન ઘરમાં અંદરની રૂમ પાસે આવેલા શોપીસમાં બાજુની દીવાલ ખોખલી જણાઈ હતી. એટલા માટે પોલીસે કડિયાને બોલાવીને દરવાજા અને બારી તોડાવી નાખી હતી અને અંદર જોયું તો સજુ કોઠારી હાજર હતો. તેણે અંદર એક એવી ગુપ્તરોગ બનાવી હતી કે જેના વિશે કોઈ પણ વ્યક્તિને અંદાજો પણ ન આવે કે અન્ય કોઈ વ્યક્તિ રહેતો હશે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *