Breaking News

માથાભારે ભાડુતે મકાન માલિક પતિ-પત્નીને છરીના ઉપરાપર ઘા મારીને કરી હત્યા, જોઇને સૌ છે હેરાન..!!

લોકો નાની નાની વાતોમાં બીજા લોકો સાથે ખૂબ જ મારામારી અને ઝઘડા કરી રહ્યા છે. આ ઝઘડાઓ ઉગ્ર બનતા લોકો હ.ત્યા જેવી ઘટનાઓ પણ કરી રહ્યા છે. હાલમાં આવી ઘટનાઓ ખૂબ જ બની રહી છે. સમાજમાં દિવસેને દિવસે આવી ઘટનાઓ ઘટવાને બદલે ખૂબ જ વધી રહી છે. લોકો પારિવારિક જીવનને લઈને અથવા કોઈપણ દુશ્મના વટને કારણે ઝઘડાઓ કરીને બીજા લોકોની જિંદગી સાથે ખેલ રમી રહ્યા છે.

આવી ખૂબ જ ઘટનાઓ સામે આવી રહી છે. જેમાં હાલમાં એક વધુ હ.ત્યાની ઘટના બની હતી. આ ઘટના સુરેન્દ્રનગર જિલ્લામાં બની હતી. સુરેન્દ્રનગર જિલ્લામાં રહેતા પરિવારના પતિ-પત્ની સાથે આ ઘટના બની હતી. જોરાવરનગરના મેઇન ચોકની બાજુમાં આ પરિવાર રહેતું હતું. મેઇન ચોકની બાજુમાં આવેલી અંદરની ગલીમાં રહેતા હતા. તેઓ પાંચ વર્ષથી વધુ સમયથી આ મકાનમાં રહેતા હતા.

પોતાના જૂના મકાનમાં રહેતા હતા. આ પરિવાર ખૂબ જ ખુશીથી રહેતું હતું. પરિવારમાં પતિ-પત્ની અને તેમના સાસુ-સસરા તેમજ તેમની એક નાની દીકરી રહેતા હતા. પરિવારના પિતાનું નામ કિર્તીભાઈ પરમાર હતું. તેઓએ મકાન માલિક પાસેથી મકાન ખરીદ્યું હતું. તેઓના મકાનમાં 5 જેટલા ભાડુંતો ઘણા સમયથી રહેતા હતા.

પરંતુ ભાડુંને કારણે ઝઘડાઓ થયા હતા. તેને કારણે પતિ-પત્ની સાથે આ ઘટના બની હતી. કીર્તિનભાઈના દીકરાનું નામ હર્ષિલભાઈ કિર્તીભાઈ પરમાર હતું. તેઓ ખાનગી ઓફિસમાં નોકરી કરતા હતા. તેમની પત્નીનું નામ જ્યોતિબેન હર્ષિલભાઈ પરમાર હતું. જ્યોતિબેન લોકોના કપડા ઈસ્ત્રી કરવાનો વ્યવસાય કરતા હતા.

તેમના પરિવારના ગુજરાનમાં આર્થિક મદદ કરતા હતા. પરિવારના સભ્યો ખૂબ જ ખુશીથી રહેતા હતા. તેમની સાથે રહેતા પાંચ જેટલા ભાડુંતો પણ ખૂબ જ ખુશીથી રહેતા હતા પરંતુ એક દિવસ કોઈ ભાડુત સાથે તેઓને ઝઘડો થયો હતો. ભાડુંને લઈને સામાન્ય બોલાચાલી થઈ હતી. એક દિવસ જ્યોતિ બહેનના નણંદ તેમના ઘરે સાતમ આઠમનો તહેવાર હોવાને કારણે રહેવા આવ્યા હતા.

તેમના નણંદનું નામ વૈશાલી બહેન હતું. વૈશાલી બહેન ઘરે હતા. ત્યારે જ્યોતિ બહેને તેમની નણંદને કહ્યું, ‘અમે હમણાં થોડા ઇસ્ત્રીના કપડા છે તે કરીને આવીએ છીએ’ તેમ કહીને પતિ-પત્ની થોડે દૂર આવેલી તેમની ઈસ્ત્રીની દુકાનમાં ગયા હતા. તે સમયે તેમની સાથે રહેતો એક યુવક છરી લઈને તેમના દુકાને પહોંચી ગયો હતો. આ યુવકનું નામ અનિલ કુબેરભાઈ ચૌહાણ હતું.

તે મકાનની ખંચાળી પાસેના બારણાથી કૂદીને દુકાનમાં ઘુસ્યો હતો. ઈસ્ત્રી કરતાં પતિ-પત્નીની સાથે ઝઘડો કરવા લાગ્યો હતો. ઝઘડો વધી જતા તે પોતાની સાથે છરી લઈને આવ્યો હતો. જેને કારણે તેણે જ્યોતિબેનને છાતીના ભાગે બે છરીના ઊંડા ઘા મારી દીધા હતા. હર્ષિલભાઈને પણ છરીના ઘા મારી દીધા હતા. તેને કારણે થોડા સમય બાદ પતિ-પત્ની ઘરે ન આવતા તેમની નણંદ દુકાને પહોંચી હતી.

તેમણે જોયું તો તેમના ભાઈ-ભાભી લોહી લુહાણ હાલતમાં જમીન પર પડ્યા હતા. તરત જ તે બુમાબૂમ કરવા લાગી હતી. આસપાસના દુકાનના લોકો ભેગા થઈ ગયા હતા. તરત જ એમ્બ્યુલન્સને ફોન કરીને પતિ પત્નીને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા. હોસ્પિટલ પહોંચાડતા સમયે ડોક્ટરે જ્યોતિબેનને મૃત જાહેર કર્યા હતા. હર્ષિલભાઈની હાલત ખૂબ જ નાજુક હતી.

ત્યારબાદ પરિવારજનોને આ ઘટનાની જાણ થતા પરિવાર તરત જ હોસ્પિટલ પહોંચી ગયું હતું. જોરાવરનગર પોલીસ સ્ટેશનમાં પરિવારજનોએ આ આરોપીની સામે ફરિયાદ નોંધાવી હતી. જ્યાં સુધી આરોપી ન પકડાય ત્યાં સુધી પરિવારે જ્યોતિબહેનના મૃતદેહને નહીં સ્વીકારે તેમ જણાવી દીધું હતું. પોલીસ આરોપીની તપાસ કરી રહી હતી.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

પહેરો જમાવીને રંગીન કપડામાં પોલીસે કારને પકડી પાડી, ડીકી ખોલતા જ મળ્યું એવું કે લોકોના ટોળા એકઠા થઈ ગયા..!

આજના સમયમાં સરળતાથી જીવન જીવવાને બદલે ખોટું અને દેખાદેખી વાળું જીવન ખૂબ જ વધારે પ્રચલિત …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *