Breaking News

માથાફરેલા જમાઈએ પેટ્રોલ છાંટીને ઘરને સળગાવી દીધું, નિરાંતે સુતેલા સસરા અને સાળાનું જીવતા સળગી જતા થયું મોત, સાસુએ કે કહ્યું કે…..

પરિવારમાં નાના-મોટા ઝઘડા તો ચાલતા હોય છે. પરંતુ જે પરિવારમાં નાના-મોટા ઝગડાને ભુલાવી દઈને મોટું મન રાખી એકબીજા વ્યક્તિ માફી માંગી લે અને પરિવાર ખુશખુશાલ જીવન જીવવા લાગે તેને જ સાચો પરિવાર કહેવાય છે. પરંતુ અમુક વખત માથાભરેલ અને તદ્દન ગુસ્સાથી ભરાયેલા લોકોના કારણે સમગ્ર પરિવારજનોને ખૂબ જ માઠું સહન કરવાનો વારો આવતો હોય છે.

અત્યારે બિહારના હરરીયામાંથી એક એવી ઘટના સામે આવી છે કે, જેને જાણીને સમાજ ના સૌ કોઈ લોકો ફફડી ઊઠ્યા છે. અને વિચારવા પર મજબૂર બન્યા કે, આખરે દિન પ્રતિ દિન બનતા આવા બનાવો ત્યાં જઈને ઊભા રહેશે. ઈર્શાદભાઈની દીકરી નેનાના લગ્ન ડાંગી ગામના મોહીન સાથે કરવામાં આવ્યા હતા..

શરૂઆતમાં તો લગ્નજીવન ખૂબ જ સારું ચાલ્યું પરંતુ દિન પ્રતિદિન મોહીન તેની પત્ની નેનાને ખૂબ જ ત્રાસ પહોંચાડવા લાગ્યો હતો. નાની નાની બાબતમાં રોકટોક કરતો. તો કેટલીક વખત તો મા અને બાપ સમાણી ગાળો પણ આપવા લાગ્યો હતો. જ્યારે નેનાએ તેના માતા-પિતાને જણાવ્યું કે, મોહીન તેને ખૂબ જ હેરાનગતિ પહોંચાડે છે..

ત્યારે તેના માતા પિતાએ તેને શીખ આપી હતી કે, બેટા સાસરે તો થોડું ઘણું સહન કરવું પડતું હોય છે. થોડા દિવસની વાત છે થોડા દિવસમાં બધું જ સરખું થઈ જશે તેવું કહીને તેઓએ નેનાને સમજાવી લીધી હતી. પરંતુ આ મામલો સરખો તમને બદલે દિન પ્રતિદિન તો ગયો અને મોહીને નેના ને છૂટાછેડા આપી દીધા હતા..

આ ઉપરાંત તે નેનાના માતા પિતાને પણ જુદી જુદી ધમકીઓ આપવા લાગ્યો હતો કે, તમને હું તને જાનથી મારી નાખીશ, જો મારા તરફ એક પણ શબ્દ બોલ્યા છો તો અહીંયા થી જીવતા ઘરે નહીં જઈ શકો. ઈર્શાદભાઈએ પોતાના જમાઈ મોહીન સામે પોલીસમાં ફરિયાદ નોંધાવવા માટે પહોંચ્યા હતા પરંતુ પોલીસે કોઈપણ કાર્યવાહી શરૂ કરી નહીં..

પરિણામે માત્ર બે થી ત્રણ દિવસની અંદર અંદર એક દિવસ સવારે મોહીન નેનાના પિયરે આવી પહોંચ્યો તે પોતાની સાથે એક ગેલનમાં પેટ્રોલ ભરાવીને લાવ્યો હતો. તેને આખા ઘરની ફરતે પેટ્રોલ છાંટી દીધું હતું. અને ત્યારબાદ દીવાસળી મૂકીને ત્યાંથી ભાગવા લાગ્યો હતો. આ આગની ચપેટમાં આખું ઘર આવી ગયું હતું..

અને ઘરની અંદર વહેલી સવારે સૂતેલા તેના સાસુ તેના સસરા તેમજ તેના સાળા અને નેનાની મોટી બહેન આ ચારે ચાર વ્યક્તિ સળગવા લાગ્યા હતા. નેનાની મોટી બહેન અને નેનાની માતા હેમખેમ કરીને ઘરની બહાર નીકળી ગયા હતા. જ્યારે નેનાના પિતા અને નેનાનો ભાઈ ઘરની બહાર નીકળી શક્યા નહીં.

પરિણામે તેઓ જીવતા જ ભડથું થઈ ગયા હતા. આખરે બિચારા પિયરજનોનો શું વાંક કે, તેઓના પરિવારજનોમાંથી બે સભ્યોને જીવવું દેવો પડ્યો હતો. જ્યારે આ ઘટના સામે આવે ત્યારે નેના એકાએક ઊંડા આઘાતમાં ચાલી ગઈ છે. વારંવાર તે પિતા અને ભાઈના નામનું રતન રટી રહી છે. તે ખૂબ જ મૂંઝવેલી છે.

કારણ કે એક બાજુ તેના પૂર્વ પતિએ આ ઘટનાને ગતિવિધિ આપી હતી. તો એક બાજુ તેના પિતા અને તેના ભાઈનું મૃત્યુ થયું છે. આસપાસના સૌ કોઈ લોકો આગ લાગતાની સાથે ત્યાં દોડી આવ્યા હતા. અને હેમખેમ આ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. પરંતુ કાબુ મેળવવામાં ખૂબ જ મોડું થઈ ગયું..

એવામાં બે વ્યક્તિના જીવતો ચાલ્યા ગયા હતા. માત્ર નાની નાની બાબતોને લઈને અમુક લોકો ગુસ્સે ભરાઈ જતા હોય છે. અને ખૂબ જ મોટા પગલાં ભરી લે છે. જેમાં કેટલીક વખત લોકોના જીવ પણ ચાલ્યા જતા હોય છે. હાલ આ બાબતને લઈને ફરી એક વખત પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે..

અને આ વખતે પોલીસે ફરિયાદ નોંધણીને કાર્યવાહી પણ કરી છે. જેમાં મોહિનને પકડી પાડ્યો છે. તેની કડક પૂછતાછ શરૂ કરવામાં આવી છે. ત્યારબાદ તેના જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવશે કારણ કે તેના આકારનામાને કારણે આજે બે વ્યક્તિના જીવ ગયા છે. પરિવારનો ઘરેલુ ઝઘડો આજે બે વ્યક્તિના જીવ લઈ બેઠો છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

દીકરીની પ્રવાસે જવાની જીદ સામે જુકીને માતાએ હા પાડી અને હરણી તળાવમાં બોટ પલટી જતા દીકરી કાળનો કોળીયો બની ગઈ, વાંચો..!

વડોદરાના હરણી તળાવમાં પલટી ખાઈ ગયેલી બોટમાં સવાર થયેલા 13 બાળકો તેમજ બે શિક્ષકોના મૃત્યુ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *