Breaking News

મતદાન કરીને વતનથી પરત ફરતા પરિવારને નડ્યો કાળમુખો અકસ્માત, એક ઝાટકે પત્ની અને બે પુત્રોના મોત..

રવિવારે રાજ્યમાં ગ્રામ પંચાયતની ચૂંટણીનું મતદાન હતું. ગામડાઓમાં ચુંટણીનો માહોલ કૈક જુદા અંદાજમાં જ ચાલતો હોઈ છે. ગામજનોમાં ભારે ઉત્સાહ જોવા મળે છે. તેમજ ગામના મૂળ રેહવાસી કે જેઓ બીજે કોઈ જગ્યાએ સ્થાયી થઈને વ્યવસાય કરતા હોઈ તેવા લોકો બસ અને આઈસર ભાડે બાંધીને મતદાન કરવા માટે આવતા હોઈ છે.

ચુંટણીના આગળની રાત્રે અસંખ્ય માત્રામાં બસો અને ટ્રકો મતદાન માટે ગામડે રવાના થયા હતા. સાથે સાથે કેટલાય પરિવાર પણ પોતાનું વાહન લઈને મતદાન કરવા માટે વતન ગયા હશે. મતદાન કરીને પરત પણ ફર્યા હતા. પરત આવતી વખતે અમરેલી જિલ્લામાં એક કરુણ ઘટા બની હતી.

અહીં એક પરિવાર મતદાન કરીને પરત ફરી રહ્યો હતો ત્યારે તેની કારને મોટો અકસ્માત નડ્યો હતો. અને ગમખ્વાર અકસ્માતમાં પતિની નજર સામે જ પત્ની અને બે પુત્રોના મોત નીપજ્યા હતા. જ્યારે ઈજાગ્રસ્ત પતિને સારવાર માટે હોસ્પિટલ મોકલી આપ્યો હતો. ઘટના બાદ લોકોના ટોળા એકઠાં થયા હતા.

આ ઘટનાની અંગે વાત કરીએ તો રવિવારે ઉનાના ધોકડવા ગામે મતદાન કરવા ગયેલા પરિવાર જ્યારે પરત ફરતી વખતે સાવરકુંડલા-અમરેલી સ્ટેટ હાઇવે ઉપર સીમરણ ગામ નજીક પહોચ્યો હતો ત્યારે તેઓને ગમખ્વાર અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં એક જ પરિવારનાં ત્રણ લોકોનું મોત થયું છે.

જેમના નામ અને ઉંમર આ મુજબ છે ઉમેશભાઈ મનુભાઈ ગુર્જર (39 વર્ષના), કૌશિકભાઈ મનુભાઈ ગુર્જર (33 વર્ષના ) તેમજ  ભાગુબહેન મનુભાઈ ગુર્જર (55 વર્ષીય) નું ઘટનાસ્થળે કમકમાટી ભર્યુ મોત થયું હતું.

આ ઉપરાંત મનુભાઈ બાલુભાઈ ગુર્જરને નાનામોટી ઇજાઓ થતા અમરેલી સિવિલ હોસ્પિટલમાં 108 એમ્બ્યુલન્સ મારફતે ખસેડાયા હતા. સમગ્ર ઘટનામાં પતિની નજર સમક્ષ પત્ની અને 2 પુત્રનાં કરુણ મોત થયા છે, જેને પગલે પંથકમાં ગમગીની ભર્યો માહોલ સર્જાયો છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસની ટીમ દોડી આવી હતી. અને પ્રાથમિક તપાસ હાથધરી હતી.

આજ સમયે બનાસકાંઠા જીલ્લામાં પણ આજે બે જુદા માર્ગ અકસ્માતમાં 2 લોકોના મોત થયા હોવાની ઘટના સામે આવી છે. ડીસાના બુરાલ પાસે હિટ એન્ડ રનની ઘટનામાં યુવક જ્યારે ગોઢા પાસે ટ્રેકટર નીચે કચડાતાં બાઈક ચાલક સહિત બે યુવકોના મોત થયા હતા. ડીસા તાલુકાના બુરાલ ગામ પાસે પીરસિંગ સોલંકી અને તેમના મિત્ર દીપસિંગ સોલંકી ખેતરની વાડ પાસે બેઠા હતા.

તે સમયે ભચારવા ગામ તરફથી પુરપાટ ઝડપે આવી રહેલી કારને જોઈ બંને ભાગવા જતા પીરસિંગને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં પીરસિંગને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા તેમનું ઘટના સ્થળે જ મોત થયું હતું. અકસ્માત બાદ કારચાલક ત્યાંથી નાસી ગયો હતો.

ડીસા થરાદ રોડ પર પ્લાસ્ટિકની પાઈપો ભરીને ટ્રેકટર ગોઢા ગામ પાસેથી પસાર થઈ રહ્યું હતું. તે સમયે અચાનક પાઇપો ભરેલી હોવાથી ટ્રોલી ઉથલી જતા ટ્રેકટર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને બાજુમાંથી પસાર થઈ રહેલા બાઈક ચાલકને અડફેટે લીધો હતો.

અડફેટે આવી જતા બાઇક ચાલક ટ્રેકટર નીચે 50 ફૂટ સુધી ઘસડાયો હતો. આ અકસ્માતમાં બાઇકચાલક લાખાભાઈ રબારીને ગંભીર ઈજા પહોંચી હતી. બનાવને પગલે આજુબાજુના લોકોએ ઇજાગ્રસ્ત બાઇકચાલકને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડયો હતો. પરંતુ ગંભીર રીતે ઇજાગ્રસ્ત લાખાભાઈ રબારીનું સારવાર દરમિયાન મોત થયું હતું. આમ ડીસા તાલુકામાં બે અલગ અલગ જગ્યાએ સર્જાયેલા અકસ્માતમાં બે યુવકોના મોત થતા ડીસા તાલુકા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *