માતાજીના દર્શન કરી ઘરે પાછા ફરતા નડ્યો અકસ્માત, 11 લોકોના મૃત્યુ.. ઓમ શાંતિ!

એક બાજુ સાતમ આઠમના ઢોલ નગારે સૌ કોઈ ઝૂમી રહ્યા હતા ત્યારે એક બાજુ એક ભયંકર અકસ્માતમાં 11 લોકોએ જીવ ગુમાવ્યા છે. મહત્વની વાત એ છે કે પરિવારના 11 લોકોએ જીવ ગુમાવી દીધો છે અને બાકીના 6 લોકો ગંભીર રીતે ઘાયલ થયેલા છે. મિત્રો આ ઘટના રાજસ્થાનના નાગોર જીલ્લાની છે.

નાગોર જીલ્લાના બાલાજીનગર નામના વિસ્તાર પાસે ટ્રક અને જીપ કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત એટલો ગંભીર હતો કે તેમાં કારના તો કુચે કુચા બોલી ગયા હતા. જે દ્રશ્યો તમે નીચે નિહાળી શકો છો.

અકસ્માત સર્જાતાની સાથે જ ઘટનાસ્થળે ગમગીન માહોલ છવાઈ ગયો હતો કારણકે તેમાં 11 લોકોના નજરો સામે મોત નીપજ્યા હતા. અકસ્માતની માહિતી ત્યાની સ્થાનિક પોલીસને મળતા પોલીસ મૃતકો અને ઘાયલ લોકોની વારે આવ્યા હતા. મહત્વની વાત એ છે કે, અકસ્માત કેવી રીતે થયો તેનું કઈપણ કારણ હજુ પણ જાણવા મળ્યું નથી.

અકસ્માત સર્જાતા જ ત્યાંના સ્થાનિક લોકોની મદદથી ઘાયલ લોકોને સારવાર અર્થે નોખા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોલીસ ખાતાના મોટા મોટા અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોચી ગયા હતા. એક અકસ્માત આખા પરિવારને ભરખી ગયો. બાલાજીનગર વિસ્તારની પાસે સવાર સવારમાં એક જીપ કાર ગાડીમાં 17 લોકો સવાર હતા અને તે રોડ પરથી ગુજરી રહયો હતો.

ત્યારે જ જીપ કાર ટ્રક સાથે આવાજ સાથે અથડાયું હતું. આવાજ આવતાની સાથે જ ત્યાંના આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને જોયુ તો ભયંકર આકસ્માત સર્જાય ગયેલો હતો. ટ્રક અને કાર વચ્ચે એટલી જોરથી ટક્કર થઈ હતી કે તેમા 11 લોકો તો ત્યાં જ જીવ ગમાવી બેઠા. અને બાકીના લોકો બહુ ખરાબ રીતે ઘાયલ થયા હતા.

સારવાર અર્થે ઘાયલોને હોસ્પિટલ ખસેડ્યા બાદ ત્યાં વધુ 3 લોકો મોતને ભેટી ગયા હતા. તેથી બાકીના લોકો બિકાનેર ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. અકસ્માતનકારને સમગ્ર રસ્તો લોહી થી લાલ લાલ રોળાઈ ગયો હતો. એ દ્રશ્યો તો નજરની સામે આવતા જ જીવ અધ્ધર થઈ જાય છે.

11 લોકોના ઘટના સ્થળે મોત અને બાકીના 3 લોકોના હોસ્પિટલમાં મોત થયા બાદ પણ હજુ મૃતકોની અસલી ઓળખાણ કોઈ કરી શક્યું નથી. પરિવાર કોણ અને અને ક્યાંથી આવ્યો હો તેની કોઈપણ માહિતી હાલ મળી નથી. પોલીસ પણ તપાસમાં વાયુ વેગે કામગીરી ચાલુ કર દીધી છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

Leave a Comment