Breaking News

માતાજીનો માંડવો બનાવવા સોસાયટીમાં ગયેલા માં-બાપનો રેઢો 5 વર્ષનો દીકરો બાલકનીમાંથી લપસી જતા મોત થયું, ખુશી માતમમાં ફેરવાઈ ગઈ..!

જ્યારે પણ બાળકની બુદ્ધિ અણસમજુ હોય ત્યારે મા-બાપ બંનેમાંથી કોઈ એક વ્યક્તિને સતત તેની સાથે રહેવું પડે છે. કારણ કે બાળક રમત રમતમાં શું કરી બેસે તેનું નક્કી હોતું નથી. એવા ઘણા બધા બનાવો સામે આવી ચૂક્યા છે કે, જેમાં માતા-પિતાની સહેજ અમથી ચૂક થાય એને પોતાના બાળક પરથી ધ્યાન હટે કે બાળકો રમત રમતમાં એવી પરિસ્થિતિમાં મુકાઈ જતો હોય છે કે, અંતે તેનો જીવ પણ જતો રહેતો હોય..

છેલ્લા છ મહિનાની અંદર અંદર નાના બાળકો સાથે પણ બનાવ બનવાના ઘટનાઓ ખૂબ જ વધી ગઈ હતી. જેમાંથી વધુ એક ઘટના લલિત પ્રતાપ વિહાર નામની સોસાયટીમાંથી સામે આવી છે. જ્યાં એક પરિવાર રાજી ખુશીથી જીવન જીવે છે. પરિવારનો પાંચ વર્ષનો દીકરો લખશો ઘરનો લાડકો દીકરો હતો..

લક્ષ્યના માતા પિતા દરેક કામગીરીઓમાં ખૂબ જ તૈયાર હતા. તેમજ તેઓ વધારે ભણેલ ગણેલ હોવાથી સૌ કોઈ લોકો તેમની સલાહ સૂચન લેવા માટે આવી પહોંચતા હતા. હાલ નવરાત્રીનો તહેવાર ચાલી રહ્યો છે. એવામાં માતાજીનો માંડવો બનાવવાનો હતો. તેઓ સોસાયટીના દરેક કાર્યક્રમમાં ખૂબ જ વધારે પડતા સક્રિય રહેતા હતા..

જેને લઇ સોસાયટીના આયોજકોએ તેમને માતાજીનો મંડપ બનાવવા માટે બોલાવ્યા હતા. પતિ અને પત્ની બંને રાજી ખુશીથી માતાજીની સેવા અર્ચનાના ભાગરૂપે માતાજીનો મંડપ બનાવવા માટે ત્યાં પહોંચી ગયા હતા. તેમના ઘરે પાંચ વર્ષનો દીકરો સૂતો હતો અને ત્યારે તેના માતા પિતા મંડપ બનાવવા માટે ચાલ્યા ગયા..

તેઓએ વિચાર્યું કે, તેમનો દીકરો જાગે ત્યાં સુધીમાં તો તેઓ ઘરે પરત ફરી જશે. પરંતુ તેમના દીકરો અડધી ઊંઘમાંથી જાગીને બાલ્કાની પાસે આવી પહોંચ્યો હતો અને પોતાના માતા-પિતાને શોધવા લાગ્યો. પરંતુ ઘરમાં માતા-પિતાનો હતો પતો ન મળતા તે બાળકોની પાસે આવીને મોઢું બહાર કાઢી જોવાનો પ્રયત્ન કરતો હતો કે, આખરે તેના માતા-પિતા ક્યાં ગુમ થઈ ગયા છે..

એવામા તેનો પગ લપસ્યો અને બાલ્કનીની ગ્રીલ નાની હોવાને કારણે ત્યાંથી તે નીચે પડી ગયો હતો. પાંચ વર્ષનો આ દીકરો નીચે પડતાની સાથે જ મૃત્યુ પામ્યો જ્યારે તેના માતા પિતાને જાણ થઈ કે, તેઓ માતાજીનો મંડપ બનાવવામાં વ્યસ્ત હતા અને એક બાજુ તેમના લાડકા દીકરાનું મૃત્યુ થયું છે, ત્યારે તેમના માટે આફતોના ફાટી નીકળ્યા હતા.

માતા તો ઝડપથી દોટ મૂકીને પોતાને ઘરે ગઈ અને જોયું તો તેનો દીકરો મૃત્યુ પામ્યો હતો. લક્ષ્યની માતા આ દુઃખને સહન કરી શકતી નથી તે વારંવાર બેહોશ ની હાલતમાં ચાલી જતી હતી. જ્યારે તેને હોશ આવે ત્યારે રડી રડીને ફરી પાછી તે બેહોશ થઈ જતી હતી. જ્યારે લક્ષ્યના પિતાની હાલત પણ ખૂબ જ ખરાબ છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *