માતાજીના મઢે ચાલીને જતા માં-દીકરાને ટ્રકે અડફેટે લીધા, જરૂર વાંચો આ હોશ ઉડાવે તેવી ઘટના ..!

ગુજરાતમાં અકસ્માતો ની સંખ્યા દિવસે ને દવસે વધતી જાય છે. અકસ્માતમાં પરિવારના કોઈ એક સભ્યનો જીવ જાય તો પણ પરિવાર ખાલી ખાલી લાગે છે. તેમજ અકસ્માત ના દ્રશ્યો નજર સામેથી ક્યારેય નથી જતા. હાઈવે પર ચાલીને માતાજીના દર્શને જનારા યાત્રાળુઓને હડફેટે લેતા ઘટના સ્થળે મોત નીપજવાનો આ બીજો બનાવ સામે આવ્યો છે.

આ પહેલા માં અંબેના દર્શને જતા યાત્રાળુઓને ટ્રક ચાલકે અડફેટે લેતા તેઓના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. તેવી જ રીતે માળિયાના ધરમનગર નવાગામ થી કચ્છમાં માતાજીના મઢ ચાલીને જી રહેલા આખા પરિવાર સાથે એક અણબનાવ બની ચુક્યો છે. સમગ્ર પરિવાર ભજન કીર્તન ગાતા ગાતા સંઘ કાઢીને માતાજીના મઢે દર્શન માટે જતો હતો.

તેઓ ચાલતા ચાલતા મોરબી-માળીયા હાઇવે ઉપર પહોચ્યા કે તેઓનું મોત પુકારવા લાગ્યું હોઈ તેમ પાછળ પુર ઝડપે ટ્રક આવ્યો એ પરિવારના 2 સભ્યોને સાવ કુચડી નાખ્યા અને બાકીના સભ્યો ગભીર રીતે ઘાયલ થયા હતા. જેમાં પતિની નજર સામે જ તેની પત્ની અને પુત્રનું મૃત્યુ નીપજ્યું હતું.

આ અકસ્માત થતા જ હાઈવે પર લોકો તરત જ થોભી ગયા હતા અને તેઓને બચાવવા માટે દોડી આવ્યા હતા. ચારે કોર લોકોમાં ભાગમ ભાગ મચી ગઈ કારણકે તેઓએ પોતાની નજર સામે આ દ્રશ્ય જોયુ હતું. અકસ્માત સર્જાયા બાદ ટ્રક ચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો. હાલ પોલીસ તેને પકડવા માટે તમામ સુત્રોને કામે લગાડી દીધા છે.

અકસ્માતમાં પતિ તેમજ અન્ય એક યુવતીને ઈજાઓ પહોંચતા સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા છે. હરપાલભાઈ ધામેચાને ગંભીર ઈજાઓ પહોંચી હતી, જ્યારે પત્ની કૈલાશબેનનું ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું અને પુત્ર ધાર્મિક ને સારવાર માટે રાજકોટ ખસેડાતા રાજકોટ પહોંચતા જ મૃત્યુ નીપજ્યું હતું.

અકસ્માતમાં ઘાયલ થયેલા સંગીતાબેન અને હરપાલભાઈને ઈજાઓ પહોંચતા બન્નેને હાલ સારવારમાં ખસેડાયા છે. અકસ્માત બાદ ટ્રક ચાલક નાસી છૂટયો હતો. ઘટનાઅંગે હરપાલભાઈના પિતા મેરૃભાઇ નરશીભાઈ ધામેચાએ માળીયા પોલીસ મથકમાં ફ્રિયાદ નોંધાવતા પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ફ્રિયાદ નોંધી ટ્રક ચાલકને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

Leave a Comment