છેલ્લા ઘણા દિવસોથી ગુજરાત રાજ્યમાં જુદી-જુદી બાબતોને લઈને હિંસાનું પ્રમાણ ખૂબ જ વધી ગયું છે. જેના પગલે સરકારી ચોપડે ગુનાઓ વધારે માત્રામાં નોંધાવા લાગ્યા છે. પરંતુ હાલ મહેસાણા તાલુકાના રામવિજયનગર ગામમાં એક ખેડૂત પરિવાર વસવાટ કરે છે. તેઓની સાથે ખુબ જ અનોખો બનાવ બન્યો છે.
નટુભાઈ ઈશ્વરભાઈ પટેલ પોતાના પરિવારજનો સાથે રામવિજયનગર ગામમાં રહીને પોતાના ખેતરમાં કપાસ અને વરિયાળીનો પાક લે છે. નટુ ઈશ્વરભાઈ પટેલ તેમજ તેમની પત્ની અને તેમની બાજુમાં રહેતા માણેકબેન બાબુભાઈ પટેલ આ ત્રણ વ્યક્તિઓ 7 વાગ્યા આસપાસ પોતાના ઘરે તાળું મારીને બનાસકાંઠાના ઊંઝાના કરલી ગામે આવેલા માતાજીના મંદિરે દર્શન કરવા માટે ગયા હતા.
નટુભાઈનો પરિવાર તેમજ માણેકબેનનો પરિવાર બંને કરલી ગામે આવેલા પલ્લી માતાજીના શ્રદ્ધાળુઓ હોવાથી તેઓ વારંવાર ત્યાં દર્શન કરવા માટે જતા હતા. પરંતુ 11:00 આસપાસ નટુભાઈ ને જાણ મળી હતી કે તેમના બનેવીનુ અવસાન થયું છે. એટલા માટે તેઓ તેમની પત્નીને લઈને પિલુદ્રા ગામે ચાલ્યા ગયા હતા..
જ્યારે માણેક બહેન સાંજે માતાજીના દર્શન કરીને સવારે પોતાના ઘરે પરત રામવિજયનગર આવ્યા હતા. માણેકબેન જ્યારે ઘરે આવ્યા ત્યારે જોયું કે નટુભાઈ ના ઘરનું તાળું તૂટેલું છે. એટલા માટે તેઓએ નટુભાઈને ફોન કરીને આ બાબતની જાણ આપી હતી. નટુભાઈ તાત્કાલિક તેમના બનેવીની અંતિમ વિધિ પૂર્ણ કરીને ઘરે પરત ફર્યા હતા…
ઘરમાં પ્રવેશ કરતાની સાથે જ નટુભાઈ તેમજ તેમની પત્નીના મોટા ફાટેલા રહી ગયા હતા. પાડોશમાં રહેતા માણેક બહેન પણ ત્યાં દોડી આવ્યા હતા. તેઓએ પણ જે જોયું તે જોઈને હોશ ઉડી ગયા હતા. કારણ કે ઘરની અંદર રહેલી તિજોરી અને કબાટમાં તાળા તૂટેલા હતા. અને ઘરનો તમામ સામાન અસ્તવ્યસ્ત હતો..
આ દ્રશ્ય જોતાની સાથે જ તેઓ સમજી ગયા હતા કે ઘરમાં ખૂબ મોટી ચોરી થઈ છે . તેવો થોડા દિવસ પહેલા જ ખેતરમાં વાવેલા કપાસ અને વરિયાળીના પાકની વહેચણી દરમિયાન મળેલા બે લાખ રૂપિયા ઘરની તિજોરીમાં મુક્યા હતા. આ સાથે સાથે તેમની પુત્રવધૂ ના 11 લાખ રૂપિયાના દાગીના તેમજ લાખ રૂપિયા રોકડા ચોરી થઇ ગયા હતા.
આ દ્રશ્ય જોતાની સાથે જ નટુભાઈ અને તેમની પત્ની હોશ ગુમાવી બેઠા હતા. અને જમીન પર ઢળી ગયા કારણ કે તેઓ જીવન દરમિયાન ભેગું કરેલું તમામ માત્ર એક છોરી ની અંદર જતું રહ્યુ હતું. તો બીજી બાજુ જ્યારે માણસ બહેન પોતાના ઘરે પહોંચ્યા ત્યારે તેઓએ જોયું કે તેમના ઘરે પણ ચોરી થઈ ગઈ છે..
તેમના ઘરની તિજોરીમાં એના સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ રૂપિયા પણ તસ્કરો ચોરી કરી લીધી હતી. એટલા માટે માણેક બહેનને નટુભાઈ બને તાલુકાની પોલીસ માં ફરિયાદ નોંધાવી હતી. નટુભાઈના ઘરેથી ૩૦ ગ્રામ સોનાના મંગળસુત્ર, 40 ગ્રામ સોનાની બુટ્ટી તેમજ હાર, 30 ગ્રામ સોનાની પાચ વીટીઓ, 50 ગ્રામ સોનાની બંગડીઓ, બે પાટલી તેમજ અન્ય ઘણા બધા કીમતી ઘરેણાની સાથે સાથે રોકડ રૂપિયા પણ ચોરી થઈ છે..
નટુભાઈના ઘરેથી કુલ 12 લાખ રૂપિયાની ચોરી થઇ હોવાનો મામલો સામે આવ્યો છે. જ્યારે તેમના પાડોશમાં રહેતા માણેક બહેનના ઘરે થી કુલ 3 થી 5 લાખ રૂપિયાની ચોરી થઇ હોવાનો મામલો સામે આવતા જ તાલુકા પોલીસ તાત્કાલિક ધોરણે દોડતી થઇ ગઇ છે. ખેતીકામ કરતા નટુભાઈ ક્યારેય વિચાર પણ નહીં કર્યો હોય કે…
તેઓ થોડા સમય માટે દર્શન કરવા પોતાના ઘરથી દૂર થશે કે તેમના ઘર પર ચોર લૂટારૂઓ ત્રાટકીને પડશે.. અને તેઓના જીવન દરમિયાન કમાયેલી તમામ જમા પૂંજી ને ચોરી કરીને જતા રહેશે. આ બનાવ બન્યા બાદ નટુભાઈ ખૂબ જ આઘાતમાં ચાલ્યા ગયા છે. તો તેમના પાડોશી માણેક બહેન અને તેમના પરિવારજનો પણ આ ચોરીની ઘટનાને લઇને ખુબ જ દુખી છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]