ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લામાં છેલ્લા 24 કલાકની અંદર અંદર 4 થી 5 માર્ગ અકસ્માતોના બનાવ બની ચૂક્યા છે. જેમાં ચારથી પાંચ લોકોના મૃત્યુ થયા હોવાની જ્યારે 10થી 15 લોકો ઘાયલ થયા હોવાની જાણકારી મળી છે. એક સાથે વધુ અકસ્માત સામે આવતા સૌ કોઈ લોકો વિચારો પર મજબૂર બની ગયા છે કે આખરે એક જ દિવસમાં આટલા બધા અકસ્માતો બનવાનું કારણ શું હોઈ શકે..?
હકીકતમાં અમદાવાદમાં રહેતા ગૌતમ નામના યુવક પોતાના માતા-પિતા સાથે પાટણ જિલ્લામાં આવેલા હડકમાઈ માતાજીના મંદિરે દર્શન કરવા માટે આવ્યા હતા. તેઓ અમદાવાદથી રિક્ષા લઈને સમગ્ર પરિવાર ભજન કીર્તન ગાતા ગાતા માતાજીના દર્શને આવી રહ્યા હતા..
તેઓ પાટણ દર્શન કર્યા બાદ માતા-પિતા ત્યાં રોકાયા હતા. જ્યારે તેનો દીકરો ગૌતમ દર્શન રિક્ષામાં બેસીને અમદાવાદ પોતાના ઘરે જઈ રહ્યો હતો. એ સમય દરમિયાન રિક્ષા જ્યારે મહેસાણાના બાયપાસ રોડ પર પહોંચી ત્યારે એક બેકાબુ ઇકો ડ્રાઇવર પૂરઝડપે આવી રહ્યો હતો. અને અચાનક જ એણે રિક્ષાને ટક્કર મારી દેતાં રિક્ષા પલટી ખાઇને ૩ થી ૪ ગુલાટી મારીને દૂર ઘસડાઇ ગઈ હતી.
આ અકસ્માત જ્યારે બન્યો ત્યારે ઇક્કોનો ડ્રાઇવર ખૂબ જ ગભરાઈ ગયો હતો. એટલા માટે તે ઇક્કોને ઘટનાસ્થળ પર મૂકીને જ ભાગી ગયો હતો. ત્યારે રીક્ષાની અંદર સવાર અને રીક્ષા ડ્રાઇવર તેમજ ગૌતમ બંને ખૂબ જ ગંભીર રીતે ઘાયલ થયા હતા. પરંતુ ગૌતમને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી..
એટલા માટે તેનું ઘટનાસ્થળે મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે રિક્ષાચાલકને મામૂલી ઈજાઓ પહોંચી છે. આકસ્માત થતાની સાથે જ તાલુકા મથકની પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. અને ઇકોનો માલિક કોણ છે..? તેમજ તેનો ડ્રાઈવર કોણ હતો..? તેની પૂછપરછ કરી રહી છે. જ્યારે મૃતક ગૌતમની પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડી છે.
જ્યારે ગૌતમના પરિવારને જાણ કરવામાં આવી કે તેમનો દીકરો અકસ્માતમાં મૃત્યુ પામ્યો છે. ત્યારે તેના માતા-પિતા શોકમગ્ન થઇ ગયા હતા. કારણ કે તેઓ એ માત્ર બે કલાક પહેલા જ તેમના દીકરાને હસતા મુખે વિદાય આપી હતી. ત્યારે બે કલાક બાદ તેના મૃત્યુના સમાચાર આવતા ની સાથે માતા-પિતા સ્તબ્ધ થઇ ગયા છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]