Breaking News

માતાએ તેની 10 વર્ષની દીકરીને હવસખોર પ્રેમીને સોંપી દીધી, માતાનો પ્રેમી અડપલા કરીને આપતો દીવાસળીના ડામ.. આંખો ફાડતો કિસ્સો આવ્યો સામે..!

દરેક માતાને પોતાના બાળકો ખૂબ જ વહાલા હોય છે. બાળક મુશ્કેલીમાં હોય તો માતા બાળકને મુશ્કેલીમાંથી બહાર કાઢવા માટે જીવ પણ આપવા માટે તૈયાર થઈ જતી હોય છે. પરંતુ હાલ તે એક એવો કિસ્સો સામે આવ્યો છે કે જેમાં માતા જ તેની બાળકીની દુશ્મન બની છે. આ બનાવ અમદાવાદ શહેરના જુહાપુરા વિસ્તારમાંથી સામે આવ્યો છે.

જુહાપુરા વિસ્તારના એક યુવકે પ્રેમ લગ્ન કર્યા હતા. યુવક પોતે ટેક્સી ચલાવવાનું કામ કરતો હતો. લગ્નજીવન દરમિયાન તેને એક બાળકીનો જન્મ થયો હતો. બાળકીના જન્મ બાદ તરત જ યુવક અને તેની પત્ની બંને વચ્ચે અવારનવાર ઘણી ખરી બાબતોને લઇને ઝઘડાં થતાં હતા..

થોડા વર્ષો પછી આ બંનેના છૂટાછેડા પણ થઇ ગયા હતા. છૂટાછેડા પછી મહિલાએ જમાલપુર વિસ્તારમાં રહેતા તેના પ્રેમી અબ્દુલ મોબિન શેખ નામના વ્યક્તિ સાથે રહેવા લાગી હતી. છૂટાછેડા પછી દીકરી તેના પિતા સાથે રહેતી હતી. પરંતુ તેની માતા તેના પ્રેમી સાથે રહેતી હતી.

દીકરીને તેની માતા અવારનવાર તેના પિતાના ઘરેથી પોતાના પ્રેમીના ઘરે લઈ જતી હતી. દસ વરસની દીકરીને તેના પિતા સાથે જ રહેવું ગમતું હતું. પરંતુ માતા તેને ખૂબ જ પ્રેમ કરે છે એમ કહીને તે અવારનવાર તેના પ્રેમીના ઘરે લઈ જતી હતી. દીકરીની માતાનો પ્રેમી ખૂબ જ હરામ ખોર હતો..

તે વારંવાર દસ વરસની દીકરીને શારીરિક અડપલા કરતો હતો. એટલા માટે દીકરીને તેની માતા સાથે રેહવું ક્યારેય પણ ગમતું નહીં. તેની માતાની નજર સામે તેનો પ્રેમી આ દીકરીને અડપલા કરતો હોય એ છતાં પણ માતા તેની દીકરીને બચાવતી હતી નહીં અને તેના પ્રેમીને અડપલા કરવા માટે સામેથી દીકરીને તેના સોંપી દીધી હતી..

આ બાબત વાંચ્યા બાદ તમારા પણ હોશ ઉડી જશે કે કોઇ પણ માતા પોતાની દીકરી સાથે આવું વર્તન શા માટે કરી શકે..? પોતાની દીકરીને બચાવવાને બદલે તે મુશ્કેલીમાં મૂકી રહી હતી. જો બાળકી કોઈ પણ પ્રકારની વાતચીત કરીને માતાના પ્રેમીની અડપલા કરવાની ના પાડે તો તેની માતા અને તેનો પ્રેમી બંને ભેગા મળીને આ બાળકીને શરીર પર ડામ આપી દેતા હતા..

ઘણીવાર આ દીકરીને દીવાસળીની મદદથી પગ ઉપર ડામ આપેલાના બનાવો પણ બની ચૂક્યા હતા. એક વખત આ દીકરી આ બધી બાબતોને લઈને ખૂબ જ કંટાળી ગઈ હતી અને તેણે હિંમત કરીને તેના પિતા અને તેના દાદીને આ વાતની જાણ કરી દીધી હતી. આ સાંભળીને તેના પિતા અને દાદી બંને ખૂબ જ રડ્યા હતા..

અને તાત્કાલિક ધોરણે બાળકીના પિતાએ પોલીસ ફરિયાદ માટે વેજલપુર પોલીસ સ્ટેશનમાં હાજર થયા હતા. પોલીસે તપાસ ચલાવીને આ ઘટનાના આરોપી અબ્દુલ મોબિન શેખ કે જે દસ વર્ષની દીકરીને શારીરિક અડપલા તેમજ શરીરે ડામ આપતો હતો. તેને પકડીને જેલ ભેગો કરી દીધો છે. જ્યારે તેની માતા સામે કાયદેસરની કાર્યવાહી ચાલી રહી છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *