Breaking News

માતાએ 6 લાખમાં વેચી નાખ્યો પોતાનો જ દીકરો, કારણ જાણીને ઉડી જશે હોશ! જાણો!

કહેવાઈ છે કે છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ન થાય.. પરતું આ એવો કેસ છે જેમાં માવતર ક-માવતર બનીને પોતાના જ સંતાનનો સોદો 6 લાખ રૂપિયામાં કરી નાખ્યો. સાંભળતાની સાથે જ રુંવાડા બેઠા થઈ જાય એવી આ ઘટના ગુજરાતના ખેડા જીલ્લાના મુખ્ય ટાઉન નડીયાદ ખાતે બની હતી.

પોલીસે જન્મ આપનારી માતા અને તેના બાળકનો સોદો કરનાર અન્ય 3 મહિલાને પકડી પાડી છે. આ 3 મહિલાઓની એક ટોળી સક્રિય બની છે જે બીજા જીલ્લા કે બીજા રાજ્યમાંથી ગરીબ મહિલાઓ કે જેને ઉદરમાં બાળક ઉછેરાતુ હોઈ તેને અહિયા લાવીને બાળકના જન્મ સુધી સાચવે છે. બાળકના જન્મ થતા જ નજીવી રકમ આપીને બાળકને મેળવી લે છે ત્યાર તેને વધારે ઉચી કિમતમાં બીજા લોકોને વેચી નાખવાની ચોંકાવનારી માહિતી સામે આવી છે.

મહિલાએ બાળકની કિમત 6 લાખ રૂપિયા ફાઈનલ કરી : પોલીસને ખુફિયા સોર્સ પાસેથી બાતમી મળી હતી કે સંતરામ માર્કેટપાસે બિહારની અને અત્યારે નડિયાદ સ્થાયી થયેલી માયાબેન લાલજીભાઈ દાબલા (રહે. 104, કર્મવીર સોસાયટી, પીજ રોડ, નડિયાદ) ત્યાં આવવાનાં છે. આ મહિલા પરપ્રાંતીય ગરીબ ઘરની ગ-ર્ભ:વતી મહિલાઓને નડિયાદ લાવી તેને મોટી રકમની લાલચ આપી ડિલિવરી કરાવે છે. જન્મ થયા બાદ બાળકોને ઉંચી કિમતમાં એજન્ટોની મદદથી વેચાણ કરી દે છે.

આ બાતમી મળતા જ ખેડા SOG મહિલા PSI આર.ડી.ચૌધરી અને અન્ય બે મહિલા કોન્સ્ટેબલે આ રેકેટનો પર્દાફાશ કરવા માટે માસ્ટર પ્લાન શરુ કરી દીધો હતો. મહિલા PSI નકલી માતા બનીને આ રેકેટમાં સામેલ મહિલાનો સંપર્ક કર્યો હતો. આ દરમિયાન અહીં માયાબેનની સાથે અન્ય મોનિકાબેન મહેશ શાહ અને પુષ્પાબેન સંદીપ પટેલિયા પણ હાજર હતી.

મહિલા પોલીસ કે જે નકલી માતા બનીને ગઈ હતી તેને આરોપી મહિલાને કહ્યું કે મારે બાળક જોઈએ છે. તો તરત જ 3 મહિલાએ અંદરો અંદર ઘૂસરપુસર ચાલુ કરી દીધી હતી અને કહ્યું કે થોડી વાર ઉભા રહો અમે બાળક આપીએ છીએ અને તેમની પાસેથી 1 બાળકના 6 લાખ રૂપિયા ભાવ ફિક્સ કરવામાં આવ્યો હતો.

બાળકની માતા સાથે કુલ બીજી 4 મહિલાની અટકાયત કરવામાં આવી : જેવું મહિલા પોલીસે કહ્યું કે મારે બાળક ખરીદવું છે ત્યાં તો એક મહિલા બાળકને લઈને પણ આવી જેથી પોલીસે રંગેહાથે આ બનાવ જોતા જ ત્રણેય મહિલાની અટકાયત કરી લીધી હતી. પૂછપરછમાં આ બાળક નાગપુર ખાતે રહેતી મહિલા જે હાલ નડિયાદ કિડની હોસ્પિટલ સામે આવેલ કંમ્ફ્રટ હોટલમાં રોકાઈ હોવાનું જણાવ્યું હતું, આથી પોલીસે આ ત્રણેય મહિલાને સાથે રાખી ઉપરોક્ત હોટલમાં જઈ રૂમ નં. 203માંથી આ મહિલાની અટકાયત કરી છે, જેમાં તેનું નામ પૂછતાં તેણે પોતાનું નામ રાધિકાબેન રાહુલ ગેડામ (રહે. નાગપુર) હોવાનું કબૂલ્યું છે.

બાળકની માતા ને 1.5 લાખ રૂપિયા આપતી હતી : બાળકની માતાની પૂછપરછ કરતાં તેને નાણાંની જરુરિયાત હોવાથી માયા, મોનિકા અને પુષ્પા સાથે સંપર્ક કર્યા બાદ દોઢ લાખ રૂપિયામાં તેનો સોદો કરાયો હતો. પોલીસે માયા, મોનિકા અને પુષ્પાની સાથે બાળકની માતાની પણ અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસને મોટું રેકેટ ચાલતું હોવાની આશંકા : પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ ટોળકી પરપ્રાંતમાંથી ગરીબ મહિલાઓને અહીં લાવી ડિલિવરી કરાવતી હતી. ત્યાર બાદ તેને અમુક રકમ આપી બાળક મેળવી લેતી અને અહીં તેને મેળવવા ઈચ્છતા લોકો પાસેથી ઊંચી કિંમત લઈ તેનું વેચાણ કરી નાખતી. પોલીસની તપાસમાં આ મામલે વધુ ચોંકાવનારો ઘટસ્ફોટ થઈ શકે છે.

કાવતરા સહિતની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો : પોલીસે ઉપરોક્ત ત્રણેય મહિલા સાથે પરપ્રાંતીય માવતરની અટકાયત કરી આઈપીસી 370, 144, 120B, 511 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી દીધી છે. જોકે પોલીસ આ કેસમાં ઊંડી ઊતરી તપાસ આદરી તો હજુ પણ કેટલાક લોકોનાં નામ ખૂલે એમ છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *