માતા રાંધતી રાંધતી તેના બાળકને રસોડામાં મૂકીને મહેમાન સાથે વાતો કરવા લાગી, પરત આવીને જોયું તો બની ચુક્યું હતું એવું કે પોક મૂકીને રડવાનો વારો આવ્યો..!

નાના બાળકોને ખૂબ જ ધ્યાન રાખવું પડે છે. નાના બાળકો ખૂબ જ માસુમ અને અણસમજુ હોઈ છે. એટલા માટે ડગલેને પગલે તેના માતા પિતાને તેના ઉપર નજર રાખીને બેસવું પડે છે. જો સહેજ અમથી પણ ચૂક થઈ જાય અને એવી ઘટના બની જાય કે, જેના કારણે તેના માતા-પિતાને આખી જિંદગી પર પછતાવાનો વારો આવતો હોઈ છે.

એવી ઘટનાને સહન કરવી ખૂબ જ મુશ્કેલ બની જતી હોય છે. અત્યારે કંઈક એ પ્રકારનો જ એક ચોંકાવનારો બનાવ ભીવાની નજીકના ગોલી પુર સોસાયટીમાંથી સામે આવ્યો છે. આ સોસાયટીની અંદર ગિરીશ ચંદ્ર નામનો એક તેની પત્ની અને તેના અઢી વર્ષના લાડકા દીકરા સાથે જીવન ગુજારતો હતો..

સવારના સમયે નોકરી ધંધે થવા માટે નીકળી પડતો હતો, જ્યારે તેની પત્ની ઘરમાં તમામ કામકાજ સંભાળતી હતી. એક દિવસ બપોરના સમયે જ્યારે તે રસોડામાં રસોઈ બનાવતી હતી. ત્યારે તેનો દીકરો ખૂબ જ વધારે રડતો હોવાને કારણે તેને પોતાની સાથે રસોડામાં લઈ આવી અને ત્યાં તેનો દીકરો રમવા લાગ્યો અને તે રસોઈ બનાવતી હતી..

તેમના ઘરે મહેમાન આવી ચૂક્યા હતા. એટલા માટે ગિરીશચંદ્રની પત્ની મનીષા રસોઈ બનાવતી બનાવતી તેના દીકરાને રસોડામાં જ મૂકીને મહેમાન સાથે વાતચીત કરવા માટે મકાનના આગળના ભાગે આવી ગઈ હતી. જ્યારે તેનો દીકરો રસોડાની અંદર એકલો હતો અંદાજે અડધી કલાકના સમયમાં જ્યારે મનીષા તેના રસોડામાં પરત આવી ત્યારે તેમણે જે દ્રશ્ય જોયું તે દ્રશ્ય જોઈને તેના હોશ ઉડી ગયા હતા..

કારણ કે તેનો અઢી વર્ષનો દીકરો તરફડિયા મારીને ત્યાં ઢળી પડ્યો હતો. તે વિચારવા લાગી કે, તેના દીકરાને એવું તો શું થયું કે તે એણે આંખો મીંચી દીધી છે. ત્યારે તેને રસોડાની સહેજ બહારની બાજુએ પડેલી ફિનાઈલ ઢાંકણું ખોલીને બોટલ જોઈ લીધી હતી. આ જોતાની સાથે જ તે સમજી ગઈ કે, તેનો દીકરો રમતો રમતો અહીં આગળ આવી પહોંચ્યો હશે..

અને ભૂલમાં અજાણતા રીતે આ ફિનાઈલ પીઈ લીધી હશે, કારણ કે તેના મોઢામાં પણ ફીણ દેખાઈ આવ્યા હતા. માતા મહેમાન સાથે વાત કરવામાં વ્યસ્ત હતી એવામાં ચાર પગે ચાલતા નાનકડા દીકરાએ ભૂલથી ન કરવાનું કરી નાખ્યું હતું કે, જેના કારણે તેનો જીવ જતો રહ્યો હતો. તેને હોસ્પિટલ પણ લઈ જવામાં આવ્યો, પરંતુ અંદરના અવયવોને ઈજા પહોંચવાને કારણે આ બાળકનું મૃત્યુ થઈ ગયું હતું..

મનીષા માટે તો દુઃખની આ ઘડી સહન થઈ શકે નહીં. તેણે તરત જ તેના પતિ ગિરિશચંદ્રને ફોન કરીને જાણકારી આપી હતી કે, તેમનો લાડકો દીકરો મૃત્યુ પામ્યો છે. ઘટનાના સમાચાર જ્યારે તેમના કુટુંબના અન્ય સભ્યો સુધી પહોંચ્યા ત્યારે તેઓ પણ મોતના ઊંડા આઘાતમાં ચાલ્યા ગયા હતા. કોઈપણ મા બાપ માટે પોતાના દીકરા કે દીકરીને નજર સામે મૃત્યુ પામતા જ જુવા એ સહેલી બાબત નથી..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

Leave a Comment