કેટલાક લોકો પોતાની રોજિંદી જિંદગી તે ખુશ રહેતા નથી. અને કોઈને કોઈ કારણોને લઈને હંમેશા ચિંતિત રહેતા હોય છે. અવારનવાર તેઓને કોઈ બાબતનું ટેન્શન સતાવતું હોય છે. જેને કારણે તેઓ ખૂબ જ દુઃખની લાગણીમાં જીવન જીવતા હોય છે. આવા લોકોને કોઈ સારી સમજણ ધરાવતા વ્યક્તિઓનો સહારો ન મળે તો અંતે તેઓ આપઘાત તરફના પગલાઓ પણ કરવા લાગે છે.
આ પ્રકારના મામલાઓમાં ઘણા વ્યક્તિઓ હોય આપઘાત પણ કરી લેવાના મામલા સામે આવી ચૂક્યા છે. અને જેમાં વધુ એક બનાવ વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાંથી સામે આવ્યો છે. જ્યાં વીઆઈપી રોડ ઉપર બ્રાઈટ સ્કુલની પાસે અનિલ પાર્ક સોસાયટી આવેલી છે. તેમાં વિશાલભાઈ પ્રવીણભાઈ પટેલ રહેતા હતા..
તેમના માતા-પિતા ની સાથે તેઓ જીવન ખૂબ જ સારું ચાલતું હતું. છેલ્લા સાત મહિનાથી તેઓ પોતાના ઘરે જ બેસીને એક આઇટી કંપનીમાં કામ કરતા હતા. આ ઉપરાંત તેઓ છૂટક પણ સોફ્ટવેર અને વેબસાઈટનું કામ કરી રહ્યા હતા. તેઓને અભ્યાસ આઇટી એન્જિનિયરિંગ નો હતો. તેમની બહેન ઓસ્ટ્રેલિયામાં અભ્યાસ માટે ગઈ હતી..
તેનો અભ્યાસ પૂર્ણ થતા તેની કોન્વોકેશન સેરેમની શરૂ થવાની હતી. એટલા માટે વિશાલભાઈના માતા પિતા ઓસ્ટ્રેલિયા પ્રવાસે ગયા હતા. પરંતુ તેઓ જ્યારે ઓસ્ટ્રેલિયાથી પોતાના ઘરે વડોદરા પરત ફર્યા ત્યારે તેઓએ જોયું કે તેમના ઘરે વારંવાર દરવાજો ખખડાવવા છતાં પણ તેમનો દીકરો દરવાજો ખોલી રહ્યો હતો નહીં. તેમજ તેમના મોબાઈલ ફોન પણ સ્વીચ ઓફ આવતો હતો.
વારંવાર ખખડાવવા છતાં પણ ઘરનો દરવાજો ન ખુલતા અંતે તેઓએ પાડોશીની મદદથી પોતાના ઘરનો દરવાજો તોડાવી નાખ્યો હતો. દરવાજો ખોલતાની સાથે જ તેઓએ જોયું કે તેમનો લાડકવાયો દીકરો વિશાલ ઘરના ઉપરના માળે ગળાફાંસો ખાધેલી હાલતમાં મળ્યો મળ્યો હતો. આ દ્રશ્ય જોતાની સાથે જ માતા-પિતા બંને ત્યાં જ ઢળી પડ્યા હતા..
પડોશીઓની મદદથી તેઓને પણ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. કારણ કે તેઓ પોતાના એકના એક દિકરાના મૃત્યુના દ્રશ્યો સહન કરી શક્યા હતા નહીં. અનિલ પાર્ક સોસાયટીમાં આપઘાતના બનાવ બનતાં સમગ્ર વિસ્તારમાં હડકંપ મચી ગયો હતો. તેઓ આ પગલું શાના કારણે ભર્યું છે. આ તમામ બાબતો જાણવા નજીકના સંબંધીઓ મથામણ કરતા હતા..
એવામાં તેઓને તેની રૂમમાંથી અંતિમ ચિઠ્ઠી મળી આવી હતી. જેમાં વિશાલે શબ્દો લખ્યા હતા તે વાંચીને દરેક સંબંધોને અચાનક જ ધ્રાસકો પડ્યો હતો. કારણ કે તેણે અંતિમ ચિઠ્ઠીમાં લખ્યું હતું કે, તે પોતાની જિંદગીથી ખૂબ જ કંટાળી ગયો છે. અને હવે તેની પાસે કોઈ પણ પ્રકારનો રસ્તો બચ્યો નથી. એટલા માટે તે અકસ્માતનું પગલું ભરી રહ્યો છે..
આ બનાવ બન્યા બાદ તાત્કાલિક પોલીસને પણ જાણ કરી દેતા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અને વિશાલ ના મૃતદેહને ફંદા પરથી નીચે ઉતારીને પોસ્ટ મોર્ટમ માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ બનાવને લઈને તેના માતા-પિતાને ગહેરો આઘાત લાગ્યો છે. જ્યારે વિશાલની બહેન આ તમામ સમાચારોથી અજાણ છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]