Breaking News

માતા-પિતાએ ફ્રી ફાયર ગેમ રમવાની ના પડતા એકનો એક દીકરો ઘર મૂકીને 700 કિમી દુર ચાલ્યો ગયો, અંતિમ પત્ર વાંચીને રુંવાડા બેઠા થઈ જશે..

અત્યારના ડિજિટલ જમાનામાં મોબાઈલનો ઉપયોગ ડગલેને પગલે પડતો હોય છે. મોબાઈલ વગર સવાર નથી થતી અને મોબાઈલ વગર સાંજ પણ નથી પડતી. થોડો ટાઈમ પણ મોબાઈલ આપણાથી દૂર હોય તો મગજને ચેન નથી આવતું. મોબાઇલ દુનિયા બની ગઈ હોય એવી સ્થિતિ ઊભી થઈ છે..

પરંતુ મોબાઈલ ના જેટલા ફાયદા છે તેટલા જ તેના ગેરફાયદા પણ છે. એમાં પણ હલકી કંપનીના મોબાઈલ વારંવાર ફાટી જતા હોય છે તેમજ વિસ્ફોટ થઇને આગ પકડી લેતા હોય છે. અત્યારે ગુજરાતના વાપીમાં એક એવી ઘટના બની છે કે વાંચીને સૌ કોઈ ઊંડા વિચારમાં મુકાઈ ગયા છે.

વાપીની કેર વેલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ભણતો 14 વર્ષનો અભિષેક યાદવ નામનો છોકરો આશરે 6 દિવસ પહેલાથી ડુગરાની નજીકના ગેટ ફળિયામાંથી ગુમ થઈ ગયો હતો, તેના પિતા ભગવાન યાદવ અને શાળાના સંચાલકો તેને શોધવામાં કોઈ કસર બાકી મૂકી નોહતી. તેઓ આશરે 6 દિવસથી આ બાળકને શોધી રહ્યા હતા.

અભિષેકના દફતરમાંથી એક પત્ર મળ્યો જેમાં લખ્યું હતું કે. ‘મમ્મી-પપ્પા, અને દીદી તમે મને ફ્રી ફાયર નથી રમવા દેતા. તમે મારી કોઈ પણ વાત માનતા નથી . એટલા માટે હું ઘરેથી 500 રૂપિયા લઇ ઘરેથી જઈ રહ્યો છું’. આ પત્રના શબ્દો સાંભળતા જ અભિષેકની માતા ઢળી પડી હતી.

કારણકે તેઓનો એક નો એક દીકરો અણસમજુ ઉંમરમાં માત્ર એક ગેમ રમવાની લતના કારણે તેઓને મૂકીને ઘર છોડીને ચાલ્યો ગયો હતો. આ સાંભળતા જ ત્યાં ઉભેલા લોકોના હોશ ઉડી ગયા હતા કે 14 વર્ષની નાની વયમાં બાળકને આવો ખ્યાલ શા મે આવ્યો હશે. તેઓ અભિષેકને શોધવામાં વ્યસ્ત હતા.

અચાનક જ પાલી વિસ્તારના રાની રેલવે સ્ટેશન પરથી શાળા સંચાલકને કોલ આવ્યો કે અહી અભિષેક નામનો બાળક મળી આવ્યો છે જે ઘણા દિવસથી ભૂખ્યો છે. અને અત્યારે ખુબ રડી રહ્યો છે. અમે તેને પૂછપરછ કરતા તેને જણાવ્યું છે કે હું કેર વેલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ભણું છું. એટલા માટે મેં ગુગલ પરથી તમારો નંબર શોધીને તમને જાણ કરી છે.

આ કોલ મુક્યા બાદ તરત જ અભિષેકના માતા પિતા સાથે શાળાના સંચાલક પણ ત્યાં પહોચ્યા હતા અને બાળકને હેમ ખેમ ઘરે લાવ્યા હતા. હકીકતમાં આ બાળક ઘરથી આશરે 700 કીલોમીટર દુર પાલી જીલ્લામાં પહોચી ગયો હતો. આ ગેમ રમવાની બાબતોમાં આજકાલના બાળકો એટલા મશગુલ બની જાય છે કે જેની ન પૂછો વાત.

બાળક અભિષેકના પિતા ભગવાન યાદવે જણાવ્યું કે લોકડાઉન બાદથી ઓનલાઈન અભ્યાસ કરતી વખતે તેણે ફ્રી ફાયર ગેમ રમવાનું શીખ્યું. રમત ઘણી વખત કાઢી નાખી. મોબાઈલ છુપાવો તેમ છતાં ગેમ રમવાની લત બંધ ન થઈ શકી અને ગેમ રમતા રમતા છોકરો સાયકો બની ગયો.

કોરોનાકાળ બાદ બાળકો ઘરમાં રહેતા હોવાના કારણે મોબાઇલની લતે ચડી ગયા છે. આખો દિવસ ગેમ રમતા હોવાના કારણે નાની નાની વાતમાં ચિડાઇ જતા હોવાની ફરિયાદો પણ વાલીઓની વધી છે.

બાળકોને ફોન સિવાય અન્ય પ્રવૃત્તિઓમાં પણ વ્યસ્ત રાખવા જોઇએ. બાળકોમાં વધી રહેલાં મોબાઇલ ફોનના એડિક્શન ને રોકવા માટે ઈશારો કર્યો છે. જો વસ્તુ કન્ટ્રોલમાં નહી રહે તો આવનારી પેઢીમાં હજુ પણ વધારે આવા કિસ્સાઓ જોવા મળી શકે છે.

વાલીઓએ પણ પોતાના બાળકો પર ધ્યાન આપવું જોઈએ કે પોતાનું સંતાન શુ કરે છે. મોબાઈલનો ઉપયોગ ક્યાં અને કેમ કરે છે. આજે આ ઘટનાએ તમામ વાલીઓને ચોંકાવી દીધા છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *