Breaking News

માતાનો હાથ પકડીને ખેતરે જતા દીકરાનો હાથ છૂટી જતા નાળામાં ખાબક્યો, ‘મમ્મી… મને બચાવી લેજે’ ની બુમો પાડવા લાગ્યો પણ માતાની નજર સામે જ…

ચોમાસાની સિઝન પૂરી થઈ ગઈ છે. છતાં પણ હજુ ઘણા બધા નદી નાળાઓમાં આટલું બધું પાણી વહી રહ્યું છે કે, જેના કારણે આસપાસના ગામડા વિસ્તારના લોકોને ખૂબ જ નુકસાન ભોગવવું પડી રહ્યું છે. કેટલાક રસ્તાઓ પણ બંધ છે. જ્યારે કેટલાક નદીના નિચાણા વાળા હોવાને કારણે તેની ઉપરથી પાણી વહી રહ્યું છે..

આ વહેતા પાણીમાં આજે માત્ર આઠ વર્ષનો એક માસુમ બાળક તણાઈ ગયો છે. અને તેની સામે ઊભેલી તેની માતા કશું કરી શકી નથી, આ ઘટના ઉત્તર પ્રદેશના સીતાપુરની છે. અહીં છેલ્લા એક અઠવાડિયામાં એટલો બધો વરસાદ પડ્યો કે સમગ્ર નદી નાણાઓમાં પાણી વહેવા લાગ્યા હતા..

આ વિસ્તારના નાગરોલી ગામમાં મોહમ્મદ હુસૈન મનસુરી તેની પત્ની સફીકુન અને આઠ વર્ષના બાળક હસીબ સાથે રહેતા હતા. રોજની જેમ સફીકુન તેના આઠ વરસના બાળકને સાથે લઈને ખેતરે મજૂરી કામ કરવા માટે જતી હતી. તેમના ખેતરે જવાના રસ્તામાં વચ્ચે ખૂબ જ મોટી વહેણ આવતી હતી..

અને વહેણ ઉપર મોટું નાળુ બાંધવામાં આવ્યું હતું. પરંતુ પાણીના વધારે પડતા પ્રવાહને કારણે આ નાળા ઉપરથી પાણી વહેતું હતું. છેલ્લા ચાર દિવસથી તેઓ અહિયાં ચાલતા હતા. પાણીમાંથી જ લોકો પસાર થવા માટે મજબૂર બન્યા હતા. કારણકે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે આ નાળાને પાર કરવો ખૂબ જ જરૂરી હતું..

મહિલા પોતાના બાળકને લઈને રોજની જેમ આ નાળુ પસાર કરી લેતી હતી. પરંતુ આજે આ નાળા ઉપરથી પસાર થતી વખતે ખૂબ જ મોટી ઘટના બની ગઈ હતી. સવારના સમયે તે જ્યારે ખેતરે જતી હતી. ત્યારે તેણે તેના દીકરાનો હાથ પકડી લીધો હતો. પરંતુ નાળામાં મહિલાનો પગ ફસાઈ જતા તેનું હાથ અચાનક જ છૂટી ગયો..

અને હાથમાં રહેલું બાળક તણાવવા લાગ્યું હતું. તણાતુ તણાતું તે ઊંડા પાણીમાં ચાલ્યો ગયો, જ્યારે મહિલા બૂમોબૂમ કરીને આસપાસના વ્યક્તિઓને ત્યાં મદદ માટે બોલાવી રહી હતી. પરંતુ આ તમામ ઘટના એ ઘટતી કરવામાં તેને ખૂબ જ વાર લાગી ગઈ અને પરિણામે આઠ વર્ષના મૃત્યુ થઈ ગયું હતું.

જ્યારે આ બાળક તણાઈ રહ્યો હતો. ત્યારે તે તેની મમ્મીને જોર જોરથી બૂમો પાડીને કહેતો હતો કે, મમ્મી તું મને બચાવી લેજે.. પરંતુ તેની માતા અન્ય વ્યક્તિ પાસે મદદ માંગીને તેને બચાવવા માટે પહોંચે એ પહેલા તો પાણી પીઈ જવાને કારણે તેનું મૃત્યુ થઈ ગયું હતું. જ્યારે આ ઘટના સામે આવી ત્યારે સ્થાનિક લોકો દોડાદોડી કરીને ત્યાં પહોંચી ગયા હતા..

અને હસીબને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. આ ઘટનાની જાણકારી પોલીસને પણ મળતા પોલીસની ટીમો ઘટના સ્થળે પહોંચી હસીબના મૃત્યુની કાર્યવાહીમાં લાગી ગઈ હતી. આ ઉપરાંત જ્યારે મોહમ્મદ હુસેન મનસુરીને જાણ થઈ કે તેમના લાડકા દીકરા નસીબનું મૃત્યુ થયું છે..

ત્યારે તેમના માથે તો આફતોના આભ ફાટી નીકળ્યા હતા. નસીબને સગા ત્રણ ભાઈઓ-બહેનો હતા. જેમાંથી હસીબ સૌથી નાનો હતો. આ ઘટનાને લઈને સમગ્ર ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. તો પરિવારજનો માટે તો આ દુઃખ કોઈ કારણે સહન થઈ શકતું નથી, આજે પણ હસીબની માતાને ઊંઘમાં તેના બાળકના અંતિમ શબ્દો આવી રહ્યા છે કે, મમ્મી તું મને બચાવી લેજે.. મમ્મી તું મને બચાવી લેજે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *