Breaking News

ચામુંડા માતાના આશ્રમના સાધવીને 20 કરતા વધારે ચપ્પુના ઘા જીંકીને કરાઈ હત્યા, વાંચો..!

આશ્રમમાં રહીને માતાજી ભક્તિ આરાધના કરવી તે ખૂબ સારી બાબત છે. પરંતુ કહેવાય છે ને કે સારા કામ કરનારે લોકોથી ઘણા લોકોને બળતરા પણ થતી હોય છે. રાજુલાના ચામુંડા આશ્રમ ખાતે એક એવી ઘટના બની છે. જે સાંભળીને તમે પણ સરકાર આપવા લાગશે હકીકતમાં રાજુલા ખાખબાઈ ગામે ચામુંડા માતાનો આશ્રમ આવેલો છે.

એ આશ્રમમાં નમો નારાયણ નામના સાધ્વી રહે છે. અને માતાજીની પૂજા આરાધના કરે છે. તેઓ છેલ્લા 15 વર્ષથી માતાજીની પૂજા કરી રહ્યા હતા. આ સાધ્વી નમો નારાયણ નું મૂળ નામ રેખાબેન હતું. તેઓને ચપ્પુના ૨૦ કરતાં વધારે ઘા મારીને તેમની ખરાબ હત્યા કરવામાં આવી છે.

આ ઘટનાની જાણ પોલીસને થતાં તરત જ તેઓ આશ્રમ ખાતે પહોચી જ તેમજ આ ઘટનાને ઉકેલવાની કામગીરી શરૂ કરી દીધી હતી. સાધ્વીના બહેને રાજુલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી દીધી હતી. જેમાં સ્થાનિક પોલીસે કાર્યવાહી કરી અને ત્યારબાદ તે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે રાજુલાના સરકારી દવાખાનામાં ખસેડવામાં આવ્યો હતો.

આ હત્યા પાછળ એવું જાણવા મળ્યું છે કે સાધ્વી નમો નારાયણ એટલે કે રેખાબેન સાંજના સમયે ગાયો ને દોવા માટે ગયા હતા. ત્યારે તેમના શિષ્ય નકા ભાઈ ડાભી ત્યાં સંતાઈને તેમની રાહ જોઇને બેઠા હતા. તેઓએ જેવા સાધ્વી નમો નારાયણ ને જોયા કે તરત જ તીક્ષ્ણ હથિયાર કાઢીને એકથી વધારે એટલે કે ૨૦ કરતાં વધારે ઘા મારીને નમો નારાયણ ને ખૂબ ખરાબ રીતે મોતને ભેટાડી દીધા હતા.

સાધ્વી નો શિષ્ય તેમજ અરવિંદભાઈ ગોબરભાઇ ડાભી નામનો શખ્સ કેજે આશ્રમની જમીન તેને આપી દેવા માટે ની માંગ કરતો હતો. પરંતુ સાધ્વી નમો નારાયણ અવારનવાર તેને જમીન આપવાની ના પાડતા હતા. છતાં પણ તે છેલ્લા પંદર દિવસથી આશ્રમ જઈને એકની એક જ માંગ કરી રહ્યો હતો.

પરંતુ સાધ્વી નમો નારાયણાય ચોખ્ખી ના પાડી દેતાં તેણે તેની હત્યા કરી નાખવાનો વિચાર કરીને આ પ્રકારનું કાર્ય કરી નાખ્યું છે. આ ઘટનાની જાણ રાજુલાના ધારાસભ્ય અમરીશ ડેર ને સદા તેઓ તરત જ સરકારી હોસ્પિટલે પહોંચી ગયા હતા. તેમજ મૃતક સાધ્વીના પરિવાર સાથે વાતચીત પણ કરી હતી.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

દીકરીની પ્રવાસે જવાની જીદ સામે જુકીને માતાએ હા પાડી અને હરણી તળાવમાં બોટ પલટી જતા દીકરી કાળનો કોળીયો બની ગઈ, વાંચો..!

વડોદરાના હરણી તળાવમાં પલટી ખાઈ ગયેલી બોટમાં સવાર થયેલા 13 બાળકો તેમજ બે શિક્ષકોના મૃત્યુ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *